આંબેડકર જન્મજયંતીના પ્રસંગે તા.૧૪મીએ નગરયાત્રા યોજાશે
આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે ઃ સાંજે ચાર વાગ્યે યાત્રા શરૂ થશે.
ડાૅ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૦મી જન્મયજંયતી નિમિત્તે સરસપુર ખાતેથી ૨૯મી સામુહિક નગરયાત્રા ૧૪મી એપ્રિલના રોજ યોજાશે. સામુહિક નગરયાત્રાના પ્રમુખ મંગલ સૂરજકરે જણાવ્યું હતું કે આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. સરસપુરથી નીકળનારી આ યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે.
સુરજકરે વધુમાં જણાવ્યું હતું કે આ યાત્રામાં ડાૅ. બાબા સાહેબ આંબેડક્રના તૈલચિત્રો ધરાવતી શણગારેલી ચાર બગીઓ, સાત ગજરાજો, ટેબ્લો, અસ્થિકુંભ ચૈતભૂમિ તેમજ બેન્ડવાઝાની ટીમો અને શણગારેલી ટ્રકો
જોડાશે. આ યાત્રા રખિયાલ થઇ સારંગપુર ખાતે ડાૅ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી કલાપીનગર છેલ્લા બસ સ્ટેન્ડ ખાતે સભામાં ફેરવાશે. આ સભાના પ્રમુખ સ્થાને ગુજરાત પ્રદેશ કાગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા રહેશે. ચૌધરી શંકરસહ વાઘેલા, નરહરિ અમીન સહિતના અગ્રણીઓ ઊપસ્થિત રહેશે. દરમિયાન યાત્રામાં પ્રથમવાર ભીમરાવ ચાલીસાનું વિમોચન કરવામાં આવશે. ઊપરાંત મહામાનવની જન્યજયંતિ નિમિત્તે ૨૦ કિલોની કેક કાપવામાં આવશે.