ફી રેગ્યુલેટરી કમિટિ દ્વારા કોલેજના સંચાલકોની રૂબરૂ રજૂઆત સાંભળવાનો દોર શરૂ.
ગુજરાતની મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજોએ ફી ના વર્તમાન માળખામાં સામાન્યથી માંડી ૫૦ ટકા સુધીનો તોતીંગ વધારો માગતા શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ફી રેગ્યુલેટરી કમિટિએ આવી તમામ કોલેજના સંચાલકોને રૂબરૂ
રજૂઆત માટે બોલાવ્યા છે.
દરરોજ તબક્કાવાર અલગઅલગ વિસ્તારની કોલેજના સંચાલકોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે અને ચાલુ માસના અંત સુધીમાં રજૂઆતની પ્રક્રિયા પૂરી થયા બાદ જુલાઈના પહેલા સપ્તાહમાં આ અંગે નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી
શક્યતા છે.
નિવૃત્ત ન્યાયાધીશના વડપ હેઠળની કમિટિએ એન્જિનિયરિંગ કોલેજોમાં બિલ્ડિંગ, લાઈબ્રેરી, પ્લે ગ્રાઉન્ડ, લાયકાતવાળા
ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફની સંખ્યા સહિતની પાયાની માળખાગત સુવિધાઓ ધ્યાને લઈ ત્રણ વર્ષ અગાઉ ફી ના ધોરણ
નક્કી કર્યા હતા. ત્રણ વર્ષ બાદ તે રિવ્યૂ કરવાનું નક્કી કરાયું હતું.
તે મુજબ સંચાલકોએ ચાલુ પગારપંચ, મોંઘવારી સહિતની બાબતોને આગળ ધરી ૫૦ ટકા સુધીનો ફી વધારો માગ્યો છે. આ પૈકી કેટલો મંજૂર રહે છે ? તે જોવાનું રહે છે. ફાર્મસી કોલેજના સંચાલકો પણ ફી વધારો માગવા માટે અધિકૃત હોવા છતાં હજુ સુધી કોઈ ફાર્મસી કોલેજની માંગણી ફી વધારા માટે આવી ન હોવાનું કમિટિના સૂત્રો જણાવી રહ્યા છે.
ફાર્મસી કોલેજ માટેનું એનઓસી ફાર્મસી કાઉન્સિલ આૅફ ઇન્ડિયા પાસેથી દર ત્રણ વર્ષે મેળવવાનું રહે છે. આ વર્ષે આવું પ્રમાણપત્ર હજુ સુધી ૩૦ કોલેજોએ રજૂ કર્યું નથી. ૨૦ કોલેજના સંચાલકો પીસીઆઈ તરફથી આવું પ્રમાણપત્ર મળે તેવી રાહ જોઈને બેઠા છે.
જયારે ૧૦ કોલેજના સંચાલકો આ મામલે સેન્ટ્રલ એડમિશન કમિટિને કોઈ જવાબ આપવાની પણ દરકાર કરતા નથી. સામી
બાજુ જે કોલેજ આવું પ્રમાણપત્ર રજૂ કરસે. તેમને જ પ્રવેશ સમિતિના દાયરામાં લેવાશે.
No comments:
Post a Comment