Friday, February 3, 2012

ચોમાસું અનિયમિત રહેવાની આશંકા

જૂન સુધી લાનીનો સંભવિત અસર ચોમાસાને અનિયમિત રાખે તેવી વકી.

આ વર્ષે ચોમાસું અનિયમિત રહેવાની આશંકા હવામાન ખાતાના એક ઊચ્ચ અધિકારીએ વ્યકત કરી છે. હવામા વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ૯૮ ટકા વરસાદ પડવાની આગાહી કરી છે. લા-નોની અસરના કારણે વરસાદ વધુ પડવાની શખ્યતા ઘણી ઓછી છે. ભૂમધ્ય રેખા અને મધ્ય પેસીફીક દરિયાકિનારાના વિસ્તારમાં વાતાવરણ સામાન્ય કરતાં ઓછું રહે તેવી શકયતા છે. વધુમાં અધિકારીઓ જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ૯૮ ટકા વરસાદની ાગાહી રાખવામાં આવી હતી. પરંતુ ગત સ્પટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. અને ૧૦૨ ટકા વરસાદ પડતો હતો. આ વર્ષે આ પ્રકારનો વરસાદ પડવાની શકયતા ઝીરો છે. લા-નોની અસર જૂન મહિનાના અંત સુધી રહે તેવી ધારણા છે. સામાન્ય ચોમાસા પ્રમાણે લાંબાગાળામાં વરસાદ કરતાં સરેરાશ ૯૬ થી ૧૦૪ ટકા જેટલો વરસાદ પડે છે. પરંતુ તેનાથી સારો પાક થાય તેવી જ ગેરંટી
નથી. સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત મે મહિનાના અંતકે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન થાય છે.

પરંતુ મે મહિનાના અંત સુધી તાપમાન અને વાતાવરણની સ્થિતિ અનિશ્ચિત રહે તેવી શકયતા છે.

Wednesday, January 11, 2012

Indian Lawyers Association Elections 2011 - નવા હોદ્દેદારોની વરણી

પ્રમુખ પદે અજીતસહ એ.ગોહિલ તથા ઊપપ્રમુખ તરીકે પ્રિતીબેન જોશીની વરણી.

પૂર્વ જસ્ટિસ કાષ્ણ અયરની રાહબરી હેઠળ અસ્તિત્વમાં આવેલા ઈન્ડિયન એસોસીએશન ઓફ લોયર્સની ત્રિર્વાિષક ચૂંટણી માટેની જનરલ મિટગ ર૩મી એપ્રિલના રોજ બળવંતરાય હોલ કાંકરિયા ખાતે મળી હતી.

જેમાં લાઈફ મેમ્બરોની સર્વસંમતિથી સાદી અને સરળ બિનખર્ચાળ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં એક વ્યકિત સેવા - શપથ સાથે પોતાનું પ્રપોઝલ મૂકે એક વ્યકિત ટેકો આપે અને જનરલ સભા જાહેર બહાલી આપે તે રીતે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં નીચે મુજબના હોદેદ્દારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અજીતસહ એ.ગોહિલ, ઊપપ્રમુખ પ્રિતીબેન જોશી, હર્ષદભાઈ જાની, પરેશ મહેતા, દિગ્વિજયસહ ઝાલા, જીજ્ઞેશ જે. પટેલ, પી.એમ.સોલંકી, અને મહામંત્રી પદે વિનોદ બ્રહ્મભટ્ટ અને રમેશ પરમાર, ઊપરાંત, ખજાનચી પદે અનિલ મહેતાની વરણી કરવામાં આવી હતી.

જયારે કારોબારી સભ્યોમાં મદીનાબેન શેખ, દિનેશ ગોહિલ, રસિલા પારેખ, જયેશ ગાંધી, અને છોટુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

Tuesday, January 10, 2012

Ahmedabad City News - હવે ૬.૫ કરોડનો ફલેટ

ગુજજુઓના બદલે એનઆરઆઇ આ ફલેટ વધુ ખરીદશ.

ફલેટમાં કઇ અદ્યતન સુવિધા છે...

એડવાન્સ ટેકનોલોજિનો ઊપયોગ,કલબ હાઊસ અને સ્વિમગ પુલ, સેન્ટ્રલાઇઝડ ગિઝર પાઇપલાઇન,કોહલેટનું કિચન, તમામ સાધનો સાથેની હેલ્થ કલબ સેન્ટ્રલાઇઝડ પાણી - પ્રેશર-સિસ્ટમ ડંકીન એર કન્ડિશનર દરેક ફલેટ માટે ૬ કાર પાર્કંિગની જગ્યા, ઓટોમેટિક લાઇટગ વિડિયો, સિકયોરિટી સિસ્ટમ

મેગાસિટી અમદાવાદ હવે સ્વપ્ન નગરી મુંબઇ અને દિલવાલેની દિલ્હી જેવી બની ગઇ છે. કારણ કે હવે અમદાવાદમાં પણ કરોડોનો ફલેટ મળે છે. શહેરમાં સુપર લકઝૂરિયસ મકાનોની બોલબાલા વધતી જાય છે. પરંતુ નવાઇ લગાવે તેવી વાતતો એ છે કે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદીઓ સુપર લકઝૂરિયસ એપાર્ટમેન્ટ ખરીદતા નથી.

કારણ કે ગુજજુઓની માન્યતા એવી છે કે આટલા બધા રૂપિયા ખર્ચવા જ હોય તો પછી બંગલો જ લેવો જોઇએ. આ સંદર્ભે ડેવલપર ફર્મના સંચાલકે જણાવ્યું હતું કે અમારી સ્કિમમાં મોટા બાગે ખરીદનાર વર્ગ ગુજરાત બહારના અને એનઆરઆઇ છે.

અમદાવાદમાં અદ્યતન સુવિધા સાથેના ફલેટની સ્કિમ લોન્ચ કરાઇ છે. જેમાં એક સ્કવેરફિટ વિસ્તારનો ભાવ ૫ હજારથી ૭ હજારની વચ્ચે છે. આ સુપર લકઝરી એપાર્ટમેન્ટમાં તમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ ફલેટની કમત રૂપિયા ૨.૫ શરૂ થાય છે. અને તમે જો આ ફલેટને ફુલ્લિ ર્ફિનશ કરાવો છો તો તેની કમત ૬ કરોડને આંબી જશે. કંપનીએ સુપર હાઇ એન્ડ એપાર્ટમેન્ટ સ્કિમ લોન્ચ કરી છે. તે અંતર્ગત આ ફલેટની કમત રૂપિયા ૪.૫ કરોડથી રૂપિયા ૬.૫ કરોડ છે.

આ સ્કિમ અમદાવાદ નજીક શહેના બહાર અને થલતેજ નજીક આકાર લઇ રહી છે. સુપર હાઇ એન્ડ ડુપ્લેક્ષ
એપાર્ટમેન્ટની સ્કિમ પ્રહલાદનગર પાસે પાડી છે. આ એપાર્ટમેન્ટની કમત પણ રૂપિયા ૫ કરોડથી રૂપિયા ૬ કરોડની વચ્ચેની છે તેમ એક રિઅલ્ટી સૂત્રોએ નામના ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ કેમ્પસમાં બે બિલ્ડગ ઉભા કરાશે. જેમાં એક દસ માળનું ડુપ્લેકસ ટાવર અને બીજુ ૮૭૫૦ સ્કવેર ફિટમાં પથરાયેલ ૫ બેડરૂમ હોલ કિચનનો એપાર્ટમેન્ટ તેમજ ૪ના એપાર્ટ મેન્ટ હશે. આ ફલેટની પ્રતિ સ્કેવર ફૂટ રૂપિયા ૫૭૦૦ થી રૂપિયા ૬૭૦૦ છે. અમદાવાદમાં આ સ્કિમ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ નથી પણ ખાસ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. તેમ રિઅલટી નિષ્ણાતોનું માનવું છે.