જૂન સુધી લાનીનો સંભવિત અસર ચોમાસાને અનિયમિત રાખે તેવી વકી.
આ વર્ષે ચોમાસું અનિયમિત રહેવાની આશંકા હવામાન ખાતાના એક ઊચ્ચ અધિકારીએ વ્યકત કરી છે. હવામા વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ૯૮ ટકા વરસાદ પડવાની આગાહી કરી છે. લા-નોની અસરના કારણે વરસાદ વધુ પડવાની શખ્યતા ઘણી ઓછી છે. ભૂમધ્ય રેખા અને મધ્ય પેસીફીક દરિયાકિનારાના વિસ્તારમાં વાતાવરણ સામાન્ય કરતાં ઓછું રહે તેવી શકયતા છે. વધુમાં અધિકારીઓ જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ૯૮ ટકા વરસાદની ાગાહી રાખવામાં આવી હતી. પરંતુ ગત સ્પટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. અને ૧૦૨ ટકા વરસાદ પડતો હતો. આ વર્ષે આ પ્રકારનો વરસાદ પડવાની શકયતા ઝીરો છે. લા-નોની અસર જૂન મહિનાના અંત સુધી રહે તેવી ધારણા છે. સામાન્ય ચોમાસા પ્રમાણે લાંબાગાળામાં વરસાદ કરતાં સરેરાશ ૯૬ થી ૧૦૪ ટકા જેટલો વરસાદ પડે છે. પરંતુ તેનાથી સારો પાક થાય તેવી જ ગેરંટી
નથી. સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત મે મહિનાના અંતકે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન થાય છે.
પરંતુ મે મહિનાના અંત સુધી તાપમાન અને વાતાવરણની સ્થિતિ અનિશ્ચિત રહે તેવી શકયતા છે.
No comments:
Post a Comment