ભાજપની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં આઈટીની ભૂમિકા સમજાવાઈ.
ભારતીય જનતા પાર્ટીની વિચાર અને વિકાસયાત્રાને આગળ ધપાવવાની સાથે સાથે ગુજરાતમાં તેને કેવી રીતે મજબૂત કરવા આઈ.ટી. માધ્યમનો બહોળો ઉપયોગ કરવા માટે ભાજપાના આઈટી સેલનું રાજયકક્ષાનું એક દિવસીય જિલ્લા કન્વિનર સહકન્વિનરોની એક બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ ગઈ.
તેમાં ભાજપની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના વિવિધ સેલના સહપ્રભારી ડો. અનિલ પટેલે આઈ.ટી. સેલનું મહત્ત્વ સમજાવ્યું હતું. જયારે પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણિયાએ જણાવ્યું હતું કે ભાજપની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં આઈ.ટી.ની ભૂમિકા અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું. સમગ્ર રાજયના તમામ જિલ્લાઓના કન્વિનર - સહકન્વિનરની દિવસભર
ચાલેલી કાર્યશાળામાં વડોદરા શહેર પ્રમુખ ભરત ડાંગર, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા સહિત પ્રદેશના ઝોનલ હેડ પવન મિશ્રા, હિતેશ પટણી સહિત અનેક કાર્યકરોએ વિવિધ વિષયોનું માર્ગદર્શન પૂરં પાડવા
સાથે ભાજપની વિચારયાત્રા અને વિકાસયાત્રાને આગળ ધપાવવા આઈ.ટી. સેલને પ્રાધાન્ય અપાશે તેવું જણાવાયું હતું.
No comments:
Post a Comment