ટ્રાફિકની સમસ્યા હલ કરવા શહેરમાં વધુ ૧૦ બિ્રજ બનશે.
અમદાવાદ શહેરમાં ચારેબાજુ હાલ વિકાસના કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજા રાજયના લોકો આજે રોજીરોટી મેળવવા ગુજરાતને અને તેમાં પણ અમદાવાદ શહેરને પસંદ કરવા લાગ્યા છે.
સોનીની ચાલ, જમાલપુર, શાહીબાગ, ગોતા, પરિમલ અન્ડરપાસ અને દૂધેશ્વરબિ્રજ તેનાથી ટ્રાફિકનું ભારણ ઓછું થવા પામ્યું છે.
અમરાઈવાડીના સ્લમ વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવી પાયાની સુવિધા અપાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરાવી.
ઉત્તર ગુજરાતના પાટણના ધીણોજ ગામના વતની અને પ્રવાસની સાથે વાંચનનો શોખ ધરાવતા તથા કાંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અમરાઈ વોર્ડના કાઉન્સિલર અને મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિના ચેરમેન
રમેશ દેસાઈએ ‘માનવમિત્ર’ને આપેલી મુલાકાતમાં પોતાના હૃદયની વાત કરતા ‘માનવમિત્ર’ દૈનિકને શુભેચ્છા પણ પાઠવી હતી.
મ્યુનિ.ના રોડ અન્ડ બિલ્ડિંગના પોતાના વિભાગની વાત કરતા રમેશ દેસાઈએ મ્યુનિ.ના શાસકપક્ષની દિર્ધ દૃષ્ટિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ચારેબાજુ હાલ વિકાસના કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજા રાજયના લોકો આજે રોજીરોટી મેળવવા ગુજરાતને અને તેમાં પણ અમદાવાદ શહેરને પસંદ
કરવા લાગ્યા છે તેથી વસ્તી વિસ્ફોટ થતા મ્યુનિ. કોર્પોરેશનના સિમાડા વધ્યા છે.
તેની સાથે વાહનોની ભરમાર વધતા ટ્રાફિકને પ્રશ્ન સર્જાતા તેને હળવાશભર્યો બનાવવા શહેરમાં જયાં જરૂર જણાઈ ત્યાં ફલાયઓવર બિ્રજ બનાવ્યા. હાલ ૧૦ બિ્રજના કામ ચાલુ છે. તે પૈકી છ બિ્રજના લોકાર્પણ કરવામાં આવ્યા છે.
જેમાં સોનીની ચાલ, જમાલપુર, શાહીબાગ, ગોતા, પરિમલ અન્ડરપાસ અને દૂધેશ્વરબિ્રજ તેનાથી ટ્રાફિકનું
ભારણ ઓછું થવા પામ્યું છે. બાકીના ચાર બિ્રજના કામ પ્રગતિમાં છે. વધુમાં જણાવતા રમેશ દેસાઈએ જણાવ્યું કે કુબેરનગરના આઈટીઆઈ અન્ડરપાસ અંગે વિવાદ ચાલ્યો પરંતુ ત્યાંથી પસાર થતી રાસ્કાની લાઈન તથા ડ્રેનેજની લાઈનો ખસેડવાની કામગીરી ઉપરાંત રેલ્વેની મંજૂરીને લીધે વાર લાગી છે. નવા પશ્ચિમ ઝોનની સુવિધા માટે કહ્યું કે ત્યાં પ્રાથમિક સુવિધા તબક્કાવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. લાઈટના ટેન્ડરો
ખૂલ્યા છે. રૂા. ૧૫ કરોડના ખર્ચે લાઈટના થાંભલા નવા વિસ્તારોમાં નાખવામાં આવશે. જયાં જરૂર પડશે ત્યાં ધારાસભ્યો, કોર્પોરેટરોના બજેટનો પણ ઉપયોગ કરવામાં આવશે. શહેરના વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું
હતું કે રાણિપ બલોલનગર પાસે ઓવરબિ્રજ ઉપરાંત ચીમનભાઈ બિ્રજની બાજુમાં નવો ફલાયઓવર બીઆરટીએસ માટે બનાવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે.
પરંતુ તમામ નવા કામો ચોમાસા પછી ચાલુ કરવામાં આવશે. આગામી ચોમાસાને અનુલક્ષીને શહેરમાં ચાલતા
કામ તાકીદે પૂરા કરવાની તાકીદ કરવામાં આવી છે. જયારે પોતાના મત વિસ્તાર અમરાઈવાડી વોર્ડના સ્લમ
વિસ્તારની વર્ષો જુની પાયાની સુવિધા પર ધ્યાન આપી તે દૂર કરતા હર્ષની લાગણી જન્મી છે.
શહેરના મોટાભાગના રસ્તા રીસર્ફેશ કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાંથી રજૂઆતો આવે છે તેનો સર્વે કરાયા પછી તે કામને પ્રાધાન્ય આપવામાં આવે છે. પોતાની ફરજને સેવા ગણી સતત પ્રવૃત્ત રહેતા મ્યુનિ.ના રોડ અૅન્ડ બિલ્ડિંગના ચેરમેન રમેશ દેસાઈ તેમના શૈક્ષણિક કાર્ય દરમિયાન પણ અગ્રેસર રહ્યા છે. પોતાના વિસ્તારના લોકોની રજૂઆતો, ફરિયાદો સાંભળી તેનો યોગ્ય નિકાલ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા રમેશભાઈને ફુરસદની પળોમાં વાંચવાનો શોખ છે જેથી તેમની પાસે શબ્દભંડોળ સારંુ છે. મિલનસાર સ્વભાવ
હોવાથી સૌમાપ્રિય છે. આ સિવાય પ્રવાસનો શોખ છે. જયારે તહેવારોમાં સામાન્ય રીતે હિન્દુઓના તમામ તહેવારો શ્રેષ્ઠ છે.
પરંતુ તે પૈકી ઉત્તરાયણ વધુ પ્રિય છે. મિત્રો સંબંધીઓ સાથે ઉત્તરાયણ મનાવવી ગમે. પતંગના દાવપેચ
કરતા કરતા ધીરે ધીરે રાજકારણમાં પગરણ માંડી રહેલા રમેશ દેસાઈએ ‘માનવમિત્ર’ને શુભેચ્છા પાઠવી હતી.
No comments:
Post a Comment