દેશભરની ખ્યાતનામ બી-સ્કૂલમાં કેટની એકઝામ પાસ કરીને પીજીપીમાં પ્રવેશ મેળવનારી કન્યાઓની સંખ્યામાં વધારો.
દેશની પ્રતિષ્ઠિત એવી અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) સહિત દેશની
પ્રતિષ્ઠિત ગણાતી આઇઆઇએમ સહિતની ટોપ બિઝનેસ સ્કૂલો (બી-સ્કૂલ)માં પ્રવેશ મેળવવા માટે કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની એકઝામ અનિવાર્ય ગણાય છે.
કેટ પાર કર્યા બાદ જ આઇઆઇએમ-એ સહિત બીજી બી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકાય ત્યારે હવે દેશમાં કેટને લઇને છોકરીઓમાં પણ જાગાતિ વધી છે.
અને કેટની એકઝામ આપવા આવનાર છોકરીઓ પણ વધી છે જેના કારણે કેટમાં ઊત્તિર્ણ થઇને ટોપ બી-સ્કૂલમાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારીમાં વધારો નાધાયો છે.
જેમાં આઇઆઇએમ-એ અમદાવાદની કરીએ તો વર્ષ ૨૦૧૧માં ‘કેટ’ ઊત્તિર્ણ થયેલાં ૯૧૮ લોકોને ઈન્ટરવ્યૂ કોલ
મળ્યા જેમાંથી ૯૧ છોકરીઓ હતી. જેમાંથી ૪૧ યુવતીઓને એડમિશન મેળવવામાં સફળ રહી. આમ યુવતીઓની
સફળતાનો આંક ૪૫ ટકા રહ્યો હતો. આઇઆઇએમના ફલેગશિપ પ્રોગ્રામ પીજીપી (પોસ્ટ ગ્રેજયુએટ બિઝનેસ
મેનેજમેન્ટ)માં ત્રણ વર્ષના અભ્યાસક્રમ છે જે આઇઆઇએમનો સૌથી મહત્ત્વનો કોર્સ છે જેમાં ધીરે ધીરે
છોકરીઓની ટકાવારી વધી રહી છે. આઇઆઇએમમાં પીજીપીમાં પ્રવેશ મેળવનારી છોકરીઓ વધી છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ૧૬ ટકા, વર્ષ ૨૦૧૦માં ૧૧ ટકા અને આ વર્ષે ૧૦.૯ ટકા છોકરીઓને
એડમિશન મેળવવામાં સફળતા મળી છે. આઇઆઇએમ-એના ભૂતપૂર્વ વિદ્યાર્થી (પીજીપી બેચ) અને હાલમાં કેટ કોચિંગ કલાસ ચલાવતા વિવેક તુતેજા જણાવે છે કે જે છોકરીઓએ કેટની એકઝામ આપી છે તેમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ અમારી વિર્દ્યાિથનીઓની પણ સંખ્યા વધી છે કેમ કે કેટ આપનારી વિર્દ્યાિથનીઓની
સંખ્યામાં વધારો થયો છે.
આ વર્ષે આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવવામાં સફળ રહેનાર વિર્દ્યાિથનીઓની ટકાવારી ૪૫ ટકા છે. ૨૦૧૦માં ટકાવારી ૫૫.૮ ટકા હતી. ૨૦૦૯માં ટકાવારી ૫૨.૫ ટકા હતી.
No comments:
Post a Comment