Showing posts with label Gujarat Industrial News. Show all posts
Showing posts with label Gujarat Industrial News. Show all posts

Saturday, April 9, 2011

Gujarat Industrial News - વેપાર- ઊદ્યોગ સંમેલન ૧૭મી એપ્રિલે યોજાશે

ગુજરાત યુનિર્વિસટી કન્વેન્શન હોલ, ટોપા સર્કલ પાસે, ડ્રાઈવઈન રોડ, અમદાવાદ ખાતે સવારના ૧૦.૦૦
વાગે યોજાશ.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વરા આયોજિત ગુજરાત વેપાર ઊદ્યોગ મહાસંમેલન હવે રવિવાર તા. ૧૭ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ગુજરાત યુનિર્વિસટી કન્વેન્શન હોલ, ટોપા સર્કલ પાસે, ડ્રાઈવઈન રોડ, અમદાવાદ ખાતે સવારના ૧૦.૦૦ વાગે યોજાશે.

આ મહાસંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઊપસ્થિત
રહેશે. અને રાજયના વેપાર-ઊદ્યોગના પ્રતિનિધિઓને સંબોધન કરશે.

આ સંમેલનનો મુખ્ય આશય ગુજરાત સરકાર દ્વારા સફળતાપૂર્વક આયોજિત પાંચમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટમાં ગુજરાતના વિવિધ વિસ્તારો માટે થયેલા સમજૂતિના કરારો હેઠળ વેપાર ઊદ્યોગ ક્ષેત્રે જે નવા મૂડીરોકાણની તક ઊભી થનાર છે.

તથા આગામી વર્ષોમાં જે તે વિસ્તારના વેપાર ઊદ્યોગ વર્ગ માટે સંભવિત ડાઊનસ્ટ્રીમ પ્રોજેકટો, એન્સીલરી ઊદ્યોગોના વિકાસ, વેન્ડર ડેવલપમેન્ટ, કુશળ માનવ કામદારોની જરૂરિયાત વિગેરે ક્ષેત્રે કેવા પ્રકારની નવી તકો ઊભી થશે.

Tuesday, March 29, 2011

Gujarat Summer Time - આઇસ્ક્રીમના ભાવ વધતાં

દૂધના ભાવમાં ૧૫ ટકા, ડ્રાઇફૂટમાં ૧૨ ટકાનો અને ચોકલેટના ભાવમાં ૨૫ ટકાનો વધારો થતાં આઇસ્ક્રીમના ભાવ વધારો કરાયા માઘવારીએ માઝા મૂકી છે ત્યાં હવે ગરમીમાં ઠંડક આપતા આઇસ્ક્રીમના ભાવમાં પણ ૫ થી ૧૨ ટકાનો વધારો થશે

જેથી હવે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા આઇસ્ક્રીમ ખાવામાં લોકોએ વિચાર કરવો પડશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિવિધ કંપનીઓએ આઇસ્ક્રીમના ભાવમાં ૫ થી ૧૨ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચામાલના ભાવમાં વધારો અને વધારાની એકસાઇઝ ડ્યૂટીના બોજાને કારણે કંપનીઓ ભાવ વધારી રહી છે.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમૂલ કે જે આઇસ્ક્રીમના બજારમાં ૪૦ ટકા હિસ્સેદારી ધરાવે છે તેણે મોટા પેકના ભાવમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો કર્યો છે.

વાડીલાલ ગ્રૂપ બીજી વખત એપ્રિલમાં ભાવ વધારો ચાલુ મહિનાએ ૭.૫ ટકાનો વધારો કર્યો છે.અમદાવાદ સ્થિત હેવમોર આઇસ્ક્રીમ પણ એપ્રિલની આસપાસ આઇસ્ક્રીમના ભાવમાં ૫ થી ૭ ટકાનો વધારો કરશે.

આ સંદર્ભે અમૂલના એમ.ડી. સોઢીના જણાવ્યા પ્રમાણે અમે છેલ્લાં ૧૦ દિવસમાં આઇસ્ક્રીમની કેટલીક ફેવરમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો કર્યો છે. કાચો માલ ૧૫ થી ૨૦ ટકા માઘા બનતા અમારે ભાવ વધારો કરવો પડ્યો છે. દૂધના ભાવમાં ૨૦નો અને ખાંડના ભાવમાં પણ તોતગ વધારો થતા વધારાનો બોજો પડ્યો છે.

જયારે હેવમોર આઇસ્ક્રીમના એમ.ડી. પ્રદીપ ચોનાના જણાવ્યા પ્રમાણે બજેટમાં આઇસ્ક્રીમને એકસાઇઝ ડ્યૂટીની જાળમાં લેવામાં આવ્યા છે. ૧ ટકાની ડ્યૂટી લાગશે.

તેનાથી બે કરોડનો બોજો પડશે. તેથઇ અમારે ભાવ વધારાની ફરજ પડશે. એપ્રિલમાં અમે ૫ થી ૭ ટકાનો ભાવ વધારો કરશું.

તો વાડીલાલના એમ.ડી. રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે અમે ૭.૫ ટકાનો વધારો કરી દીધો છે. આવતા મહિને ફરી પ ટકાનો ભાવ વધારો કરવામાં આવશે. દૂધના ભાવમાં ૧૫ ટકાનો, ડ્રાઇફૂટમાં ૧૨ ટકાનો અને ચોકલેટના ભાવમાં ૨૫ ટકાનો વધારો થતાં અમારે આઇસ્ક્રીમના ભાવ વધારવાની ફરજ પડી છે.

Friday, March 25, 2011

Alang Ship Breaking Yard Bhavnagar India - જાપાનનાસહયોગથી‘ઇકોફ્રેન્ડલી’ બને તેવા હેતુલક્ષી પ્રયાસ

યુવા શિપ બ્રેકરો જાપાન જઇને ‘‘યેનલોન પ્રોજેકટ’’ અંતર્ગત તાલીમ મેળવી પરત આવતાં અલંગમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી શિપ રિસાયકલગ યાર્ડઝની સંખ્યામાં વધારો થશ.

પ્રચંડ ભૂકંપ અને ભયાનક સુનામીના કારમા સપાટાથી પીડિત જાપાન બરબાદીની ક્ષણોમાં પણ ગુજરાત સાથેના વિકાસ - સહયોગમાં પ્રતિબધ્ધ હોવાના અણસાર મળ્યા છે.

અગાઊથી જ અમલિત યોજના તળે અલંગ શિપયાર્ડ ‘‘ઇકો ક્રેન્ડલી’’ બનશે. આ સંદર્ભે યુવા શિપ બ્રેકરોએ જાપાનમાં એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી રિસાયકલગ પ્રવૃત્તિની વિશિષ્ટ તાલીમ મેળવી લીધી છે.

ભાવનગર જિલ્લાનું વિશ્વ વિખ્યાત અલંગ-સોસિયા શિપ બ્રેકગ યાર્ડ હવે વિશ્વભરમાં ગ્રીન રિસાઇકલગ યાર્ડ તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકયું છે.

જાપાન સરકારના જહાજો અંલગ સોરિયા ખાતે ભંગારમા આવે ત્યારે આ જહાજો પર્યાવરણ કે માનવ સ્થાસ્થ્યને હાનિ પહાચે નહિ તે રીતે કામગીરી થાય તે માટે જાપાન સરકારે ગુજરાત મેરી ટાઇમ બોર્ડેની સાથે કરારો કર્યા છે.

આ સંદર્ભે અલંગ-સોસિયાના સંબંધિત શિપ રિસાયકલગ યાર્ડ ઊપર કેટલીક માળખાગત સવલતો ઉભી કરવામાં આવશે.

આ કરારોને અનુલક્ષીને જાપાન સરકાર ભારત સરકાર મારફતે ગુજરાત મેરીટાઇમ બોર્ડને વ્યાજના ઓછા દરે લોન આપશે.અત્રે ભંગારમાં આવતા વહાણો સંપૂર્ણતઃ સાફસુથરાં થઇને શિપબ્રેકગ યાર્ડમાં દાખલ થાય તે માટે ખાસ ‘‘ડ્રાયકોક’’ પધ્ધતિ અપનાવવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અદ્યતન ટેક્નોલોજીવાળાં સાધનો વડે હેઝાર્ડ વેસ્ટને ડિસ્પોઝ કરવામાં આવશે. આ માટે અત્યાધુનિક ટેક્નોલોજી હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા પૂરી પાડવામાં આવનારી છે. આ અંગેની ખાસ યોજના તળે હેઝાર્ડ વેસ્ટ હેન્ડલગ, વેસ્ટ મેનેજમેન્ટ અને સેફટી વર્ક આફ રિસાયકલગ અંગેની ટેક્નોલોજીની જાણકારો માટે જાપાનના યોકાહોમા ખાતે તાલીમ મેળવીને શિપ બ્રેકગ સાથે સંકળાયેલા ઊદ્યોગઅત્રે ઊલ્લેખનીય છે. કે ‘‘યેનલોન’’ પ્રોજેકટ અંતર્ગત જાપાન ખાતે ૧૦ દિવસનો આ તાલીમ-વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

હાલમાં અલંગ-સોસિયા ખાતે ગ્રીન પાસપોર્ટ વાળા જહાજથી કટગ સવલતો ધરાવતા શિપબ્રેકરોની સંખ્યા આંગળીને વેઢે ગણાય તેટલી જ છે.

આવા સંજોગોમાં જાપાન જઇને આ બાબતે વિશિષ્ટ તાલીમ લઇ આવેલા યુવા શિપબ્રેકરો દ્વારા એન્વાયર મેન્ટલી ફ્રેન્ડલી શિપ રિસાયકલગ યાર્ડઝની સંખ્યામાં વધારો થશે. તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.