Saturday, April 9, 2011

Ahmedabad Municipal Corporation - ત્રણ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલની મે મહિનાથી શરૂઆત




આંબાવાડી
, રાણિપ અને રાયપુરના સ્પોર્ટ્સ સંકુલમાં રિનોવેશન ચાલુ - ૧૫૦ સભ્યોનો સ્ટાફ જરૂરી - ઓઢવ અને ઘોડાસરમાં સ્પોર્ટ્સ સંકુલ શરૂ કરવા વિચારણા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સ્પોર્ટ્સ સંકુલ ગણાં વર્ષોથી કાર્યરત હતા નહિ જયાં હાલમાં
શહેરના ત્રણ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલમાં રીનોવેશન અને જુદી-જુદી રમતોના નવનિર્માણનું કામ ચાલી રહ્યું
છે. આ સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં શરૂ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી આ સ્પોર્ટ્સ સંકુલથી અમદાવાદીઓ ઊપયોગ કરવામાં વંચિત રહી ગયા હતા જેનો હવે અમદાવાદીઓ ઊપયોગી કરી શકશે. અત્યારે હાલમાં અમ્યુકો આંબાવાડી, રાણિપ અને રાયપુરમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં રીનોવેશન ઊપરાંત સુવિધાઓમાં સ્વિમગપુલ,
જિમ્નેશિયમ, સ્કેટગ રક અને વોલીબોલ અને ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે.

આંબાવાડી, રાણિપ અને રાયપુર સ્થિત સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં ચાલુ થાય તેવી ધારણા છે. ઈન્ડોર ગેમ્સમાં ટેબલ ટેનિસ, કેરમ અને ચેસ જેવી રમતો પણ રહેશે.

ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે આંબાવાડી, રાણિપ અને રાયપુરના સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં શરૂ થશે.

અમે આ સુવિધાઓનો એક સામાન્ય પણ ઊપયોગ કરી શકે તેવું ઈચ્છીએ છીએ. અત્યાર સુધી આ સ્પોર્ટ્સ સંકુલમાં ટ્રેઇનર્સ અને કોચના સ્ટાફનો અભાવ હોવાથી પરિણામ જોઇએ એવું મળતું નહોતું પરંતુ રીનોવેશન બાદ આ ત્રણ સંકુલમાં હાલમાં કુલ ૧૫૦ લોકોની જરૂરિયાત છે.

હવે સત્તાધીશો દ્વારા ટ્રેઇનર્સ, કોચ અને સપોર્ટીંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.લાંગાએ વધુમાં ઊમેર્યું હતું કે અમે હાલમાં પ્રથમ રાઊન્ડમાં ૮૦ જેટલા વ્યકિતઓની નિમણૂક કરીશું ત્યારબાદ સિવિક ઓથોરિટી નવા બે સ્પોર્ટ્સ સંકુલ ઓઢવ અને ઘોડાસરમાં ખોલવા માટે પણ વિચારણા કરી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મલ્ટી-એકટીવિટી કોમ્પ્લેકસોના વિકાસ પાછળ રૂા. ૩૫ કરોડનો ખર્ચ
કરશે.

Vanche Gujarat Abhiyan - ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયની સભ્ય ફીમાં વધારો

ગૂજરાત વિદ્યાપીઠે ગ્રંથાલયની સભ્ય ફીમાં તોતગ વધારો ઝકતા વાંચકો પરેશાન ગરીબ વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલયનું સભ્યપદ મેળવવું અઘરું.

‘દરેક વાંચકને તેનું પુસ્તક મળે અને દરેક પુસ્તકને તેનો વાંચક મળે ’ આ ઊપરના શબ્દો ‘લાયબ્રેરી સાયન્સના પિતામહ સી. રંગનાથનના છે. પણ હવે વધતી માઘવારીએ પુસ્તક અને લાયબ્રેરીની સભ્ય ફીમાં એટલો વધારો કરી દીધો છે કે ઊપરનું સૂત્ર સાર્થક થતું જણાતું નથી.

આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં સભ્ય ફ્રીમાં અચાનક તોતગ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પહેલા ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાચલયના ર્વાિષક સભ્યપદની ફી માત્ર ૨૨૫ રૂપિયા હતી.

જેમાં ચાર સો ગણો વધારો કરવામાં આવ્યો છે. હવે ર્વાિષક સભ્ય ફી ૧૧૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. જયારે
આજીવન સભ્ય ફીના ૫૦૦ રૂપિયા હતા. જે વધારીને ૨૦૦૦ રૂપિયા કરી દેવાયા હવે પુસ્તકોને તેના સાચા વાંચકો મળશે કે કેમ ? રાજય સરકાર એક તરફ વાંચે ગુજરાતના અભિયાનો ચલાવે છે. રાજયના યુવાનો અને વિર્દ્યાિથઓમાં વાંચનને લઇને રુચિ વધે અને તેને લઇને રસ પેદા થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે.

પણ વાસ્તવિકતા એ છે ‘‘એફ’ સારું વાંચન હવે માત્ર અમીરોનો ઇજારો છે. શહેરમાં પુસ્તકોથી સમાધ્ધ એવી ગૂજરાત વિદ્યાપિઠની લાયબ્રેરીના સભ્ય ફીમાં થયેલો વધારો કેટલાક વિર્દ્યાથને લાયબ્રેરીથી દૂર કર્યા છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને કોર્મસમાં ભણતાં વિર્દ્યાિથ અશોક મકવાણા કહે છે કે ગ્રંથાલયમાં સામાન્ય રીતે ગરીબ અને મીડલકલાસના છોકરા વાંચવા આવે છે.

Ahmedabad Civil Hospital - ઊબડખાબડ માર્ગોથી દર્દીઓ પરેશાન




ગેટ નં. ૨ થી ટ્રોમા સેન્ટરનો રોડ ખાડા ટેકરાવાળો, ગટરો ઊભરાય છે.ઊબડખાબડ રોડ પર આ વ્હીલચેર,સ્ટ્રેચર દર્દીને લઇ જનાર સગાને ખૂબજ દુઃખી થવું પડે છ.ટ્રોલી અને સ્ટ્રેચરમાં લઇ જવાતા દર્દીઓની કમર ભાંગી જાય અને દર્દ વધી જાય તેવા રસ્તાઓ.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે ત્યારે આ હોસ્પિટલમાં ઘણા મોટા- મોટા ઓપરેશનો પણ થયેલા છે અને થાય છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી સુવિધાઓનો અભાવ છે.

જેના કારણે દર્દીઓને ખૂબજ હાલાકી ભોગવવી પડે છે અને દર્દીઓના સગાઓને પણ ખૂબજ હેરાન થવું પડે છે. સિવિલની આજુબાજુનો રોડ પણ તૂટી ગયો છે અને રસ્તા પણ ઊબડખાબડ થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યારે આ હોસ્પિટલમાં ઘણા મોટા-મોટા ઓપરેશન થયા છે અને થાય પણ છે. ત્યારે નાની-નાની સુવિધાઓમાં પણ જાણે સિવિલમાં દર્દીઓના સગાઓએ રાહ જોવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સિવિલ હોસ્પિટલ કંમ્પાઊન્ડમાં ચારેબાજુ રોડ તૂટી ગયો છે. અને રસ્તા ઊબડખાબડ થઇ ગયા છે.

ગેટ નં. ૨ થી ટ્રોમા સેન્ટરનો રોડ ખાડા ટેકરાવાળો, ગટરો ઊભરાય છે. ગંદુ પાણી આ રોડમાં ભરાય છે. તે જ રીતે ગેટ નં. ૫ જે મેઇન ગેટ અને ખાસ કરીને આ ગેટ પરથી ૧૦૮ એમ્બ્યૂલન્સો દરરોજ ૧૫૦ થી ૨૫૦ની સંખ્યામાં આવજા કરે છે ત્યારે ગેટ નં. ૫ અને ટ્રોમાં સેન્ટરનો રોડ તો દર્દીના હાડકા ભાંગી નાંખે એવો તૂટી ગયેલો છે.

રાજય સરકાર, આરોગ્ય ખાતુ કરોડો રૂપિયા ખર્ચીને હોસ્ટેલો, નવા વોર્ડો, સ્કૂલો બનાવે છે. તો આ રોડ શા માટે નથી બનાવતો જે કોન્ટ્રાકટરને કામ આપેલું છે તેને કહેવામાં આવે તો પણ રોડ બની શકે એમ છે પણ જાણે કોઇના ધ્યાનમાં આ વાત આવતી જ નથી અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

ઊલ્લેખનીય છે કે ન્યૂસિવિલ હોસ્પિટલ કમ્પાઊન્ડમાં ચારેબાજુ મેઇનરોડ તૂટી ગયો છે. ખાડા પડી ગયાં છે ૧૦૮
એમ્બ્યૂલન્સ આવે તે રોડ તો દર્દીને વધારે દુઃખી, પીડા ઊપજાવે તેવા છે. તે પણ શકય તેટલા જલ્દી રિપેર થવા જોઇએ. આ દરેક બાબતોની વારંવાર રજૂઆતો થવા છતાં પણ જાણે તંત્ર ભરનદ્રામાં હોય તેવું લાગે
છે.

સિટીસ્કેન કરાવવા, કેન્સર વિભાગમાં જવા કીડની વિભાગમાં જવા, હૃદયરોગ વિભાગમાં જવા તેમજ ટીબી હોસ્પિટલમાં જવા દર્દીને ટ્રોલી અને સ્ટ્રેચરનો ઊપયોગ કરવો પડે છે ત્યારે ઊબડખાબડ રોડ પર આ વ્હીલચેર, સ્ટ્રેચર દર્દીને લઇ જનાર સગાને ખૂબજ દુઃખી થવું પડે છે અને રસ્તા પર લઇ જતાં જ જાણે દર્દીની કમર ભાંગી જાય, શરીરમાં દુઃખાવો વધી જાય એવો અનુભવ આ રોડ પરથી પસાર થતાં થાય છે ત્યારે આ રોડ શકય તેટલો જલ્દી રિપેર થાય તો સારં.