મેડિકલમાં ૫૦ ટકા અને પેરા મેડિકલમાં ૩૫ ટકાએ ફોર્મ ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સનું પરિણામ આગામી માસે જાહેર થવાનું છે ત્યારે હાલ એન્જિનિયરગ ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એડમિશન કમિટિ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ મેડિકલ અને પેરામેડિકલમાં પણ પ્રવેશ ઓનલાઇન પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે આખરે ઓનલાઇનના બદલે ગત વર્ષની જેમ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.
આ માટે ધો. ૧૨નું પરિણામ જાહેર થયાના બીજા દિવસ પછી ફોર્મનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. ધો. ૧૨ સાયન્સના પરિણામનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂઝવણ વધી રહી છે. એડમિશન કમિટિઓ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી, ઈજનેરી, ફાર્મસીમાં ઓનલાઇન એડમિશન દાખલ કરાયા બાદ ધીમે ધીમે મેડિકલ અને પેરામેડિકલમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કરાયું હતું. મેડિકલ અને પેરામેડિકલ આ સિસ્ટમ લાગુ કરી શકાય તેમ ન હોવાથી ચાલુ વર્ષ ગત વર્ષની જેમ ફોર્મ વિતરણ કરી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં પરિણામના દિવસે અથવા તો બીજા દિવસથી ખાનગી બેન્કોમાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ભરેલા ફોર્મ માત્ર બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ સમિતિમાં જ સ્વીકારવાનું નક્કી કરાયું છે. ચાલુ વર્ષ ગત વર્ષની જેમ મેડિકલમાં થિયરી અને પ્રેકિટકલમાં ૫૦ ગુણ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શકશે. જયારે પેરા મેડિકલને લગતાં અભ્યાસક્રમો નર્સંિગમાં ૪૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ સિવાયના પેરામેડિકલના અભ્યાસક્રમમાં યુનિર્વિસટીના નિયમો લાગુ પડતાં હોવાના કારણે વિદ્યાર્થીઓ ૩૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકશે.
No comments:
Post a Comment