અતિહાસિક ભૂપાષ્ઠ ધરાવતું અમદાવાદ શહેર આજે ૬૦૦ વર્ષે પણ યુવાન જેવો થનગનાટ અનુભવે છે. અમદાવાદે કાંઇ કેટલાય ચડાવ ઊતાર જોયા શહેરનો ૫.૭૨ ચોરસ કિ.મી.માંથી આજે ૪૬૬ ચોરસ કિ.મી. જેટલો વિસ્તાર થયો છે.
અમદાવાદની જાહોજલાલી દરમ્યાન શહેરના ઊદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓની વેપાર કુશળતા અને આગવી સુઝથી મિલો અસ્તિત્વમાં આવી. મિલ ઊદ્યોગે અમદાવાદને વિશ્વ સ્તરે ભારતના માન્ચેસ્ટરનું બિરૂદ અને ઓળખ અપાવ્યા છે.
અમદાવાદમાં મિલ ઊદ્યોગ મધ્યહને તપતો હતો ત્યારે કુલ ૧૦૮ મિલો હતી. મિલ ઊદ્યોગથી શહેરની જાહોજલાલી કાંઇ અલગ જ હતી. અસંખ્ય લોકોને રોજી રોટી આપતો મિલ ઊદ્યોગ આજે માતપાયઃ થઇ ગયો છે.
મિલ ઊદ્યોગ બંધ થતાં અનેક લોકો બેકાર બન્યા આજે ઘણા લોકો દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા છે. મિલો બંધ થતાં શહેરમાં આજે એક સમયે ધમધમતી મિલોના અવશેષો ખંડરે હાલતમાં ઉભા છે.
મિલની ચીમનીઓ આજે ‘હેરિટેજ’ બની ગઇ છે. આજની તથા આવનારી પેઢીને મિલ ઊદ્યોગનો સૂવર્ણ કાળ માત્ર અમદાવાદના ઈતિહાસમાં વાંચવા મળશે.
No comments:
Post a Comment