હાલ સામાન્ય ભાવ વધારો કરાશ
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા ભોજનની ગુણવત્તા વિશે અનેક ફરિયાદો થતી હતી જેના પગલે રેલવે સત્તાવાળાઓએ આ વહીવટ પોતાના હસ્તક લેવો પડ્યો હતો. પરંતુ ખાદ્ય ચીજ વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવ્યો નહતો પરંતુ હવે માઘવારીના કારણે થઇને ચા અને અન્ય ચીજવસ્તુના ભાવમાં વધારો કરવામાં આવશે. હાલના તબક્કે ચા, કોફી, સમોસા, ભજીયા, સેન્ડવિચ, બફવડા જેવી ચીજવસ્તુમાં સામાન્ય ભાવ વધારો કરવામાં આવશે.
રેલવે સ્ટેશન પર મળતી ખાણી-પીણીની ચીજ વસ્તુમાં ભાવ વધારો થવાની શકયતા છે. ટૂંક સમયમાં રેલવે સ્ટેશન પર મળતી ચાથી લઇને સમોસા, ભજીયા સુધી દરેક ખાણીપીણીના ભાવમાં વધારો થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પર ખાદ્ય પદાર્થો વેચવાની જવાબદારી પહેલા આઇઆરટીસી પાસે હતી પરંતુ હવે આ જવાબદારી રેલવે સત્તાવાળા પાસે છે. આરટીસી જયારે ખાદ્ય પદાર્થોની જવાબદારી સંભાળતા હતા ત્યારે ભોજનની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો મળતી હતી. જેથી આ સત્તા હવે રેલવે વિભાગે પોતાના હસ્તક કરી છે. પરંતુ હજુ સુધી ખાણી-પીણીની ચીજ વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે વધતી માઘવારીના કારણે રેલવે વિભાગ દ્વારા ખાણી પીણીની ચીજવસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવશે.
ચાના એક કપના ૩ થી ૪ રૂપિયા અને સમોસા, ભજિયા સેન્ડવિચ, બટાકાવડા જેવી વસ્તુમાં બે થી ત્રણ રૂપિયાનો વધારો થવાની શકયતા છે. આમ હવે રેલવે સ્ટેશન પર મળતી ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારો થતા મુસાફરો માટે ચાની ચૂસકી અને નાસ્તાની મજા બગડશે.
No comments:
Post a Comment