લોકલ ઈન્કવાયરી કમિટિના અહેવાલ બાદ પણ કોલેજોમાં પ્રિન્સિપાલ મૂકવામાં આવતાં નથી.
ગુજરાત યુનિર્વિસટી સાથે જોડાયેલી ૨૫૦ જેટલી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ કોલેજો પૈકી ૫૦ ટકા જેટલી કોલેજો છેલ્લા ચાર વર્ષથી પ્રિન્સિપાલ વગર જ ચાલે છે. આશ્ચર્યની વાત તો એ છે કે નિયમ પ્રમાણે દર વર્ષે આ કોલેજોની તપાસ માટે એલઆઇસી મોકલવામાં આવે છે. તેના અહેવાલમાં પ્રિન્સિપાલ ન હોવાનો ઊલ્લેખ કરવામાં આવતો હોવાછતાં આજસુધી એકપણ કોલેજને નોટિસ સુદ્ધાં આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિર્વિસટી સાથે જોડાયેલી ૨૫૦ જેટલી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ કોલેજોમાં પૂરતો
સ્ટાફ છે કે નહિ તેની પૂરતી ચકાસણી કરવામાં આવતી હોય છે. સ્વનિર્ભર કોલેજોની મંજૂરી સમયે જ પૂરતો સ્ટાફ રાખવો તેવી સ્પષ્ટતા અને તાકીદ કરવામાં આવતી હોય છે. જો કે આમ છતાં ૧૨૦ જેટલી કોલેજોમાં આજસુધી કાયમી પ્રિન્સિપાલની નિમણૂક જ કરવામાં આવી નથી. સામાન્ય રીતે યુનિર્વિસટી દ્વારા દર વર્ષે કોલેજોની ચકાસણી કરવામાં આવતી હોય છે.
કોલેજોમાં એલઆઇસી એટલે કે લોકલ ઈન્કવાયરી કમિટિઓ પણ મોકલવામાં આવે છે. આ કમિટિ દ્વારા પોતાનો અહેવાલ યુનિર્વિસટીને સુપરત કરવાનો રહે છે. જેમાં કેટલીક કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ નથી. તેનો ઊલ્લેખ પણ થતો હોય છે. આમ છતાં આજસુધી એકપણ કોલેજોને કાયમી પ્રિન્સિપાલની નિમણૂક કરવા માટે યુનિર્વિસટી દ્વારા નોટિસ સુદ્ધાં આપવામાં આવી નથી. કુલ ૨૫૦ જેટલી કોલેજોમાંથી ૧૩૦ જેટલી કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલની નિમણૂક છે. જયારે બાકીની ૧૨૦ કોલેજો હજુપણ પ્રિન્સિપાલ વિના અથવા તો દરેક અધ્યાપકને
ઈન્ચાર્જ પ્રિન્સિપાલનો હવાલો આપીને ચલાવવામાં આવે છે.
No comments:
Post a Comment