લાંબા સમયથી લિફટ બંધ રહેતા અશકત મુસાફરોની સાથે માલ સામાનની હેરફેર કરવામાં પણ મુશ્કેલી પડે છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર છેલ્લાં ઘણા સમયથી લિફટ બંધ થઇ ગઇ છે. જેના કારણે અશકત મુસાફરોને અને માલ-સામાનની હેરફેર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી લિફટ બંધ થવા છતાં તંત્ર દ્વારા રીપેર કરાવવામાં આવતી નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલુપુર રેલેવસ્ટેશન પ્લેટ ફોર્મ નંબર એક પર જે મુસાફરો અશકત છે અને જે
સીડી ચડી જઇ શકતા નથી તેમના માટે લિફટની વ્યવસ્થા છે. પરંતુ આ લિફટ લાંબા સમયથી બંધ છે. જેના કારણે મુસાફરોનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને સાંજના સમયે લાંબા અંતરની ટ્રેનોમાં જવાનું હોય ત્યારે વધારે સામાન સાથે જવાનું ઉંમર લાયક મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરે છે. તો વળી બીજી બાજુ રેલવેમાં અન્ય માલસામાનની હેરફેર માટે પણ આ લિફટનો ઊપયોગ કરાતો હોય છે. પરંતુ લિફટ બંધ થવાથી માલ-સામાનની હેરફેર કરવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. પણ લાંબા સમયથી લિફટ બંધ થઇ ગઇ હોવાછતાં કોઇ જ પગલાં લેવાતા નથી.
લિફટબંધ થવાની માત્ર મુસાફરોને જ નહ પરંતુ રેલવે કર્મચારીઓને કુલીઓ અને અન્ય લોકોને પણ મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. આ સંદર્ભે રેલવે વિભાગમાં રજૂઆત કરાઇ છે. પરંતુ હજુ સુધી કોઇ જ પગલાં લેવાતા નથી. સ્થાનિક કારીગરોએ તો લિફટ રીપેર કરવાના પણ પ્રયત્ન કર્યા પરંતુ લિફટ થોડી ચાલે અને બંધ થઇ જાય છે.આ લિફટ તત્કાલ રીપેર થાય તે જરૂરી છે.
No comments:
Post a Comment