Saturday, March 24, 2012

Ahmedabad News 2012 - અતિહાસિક ભૂપાષ્ઠ ધરાવતું શહેર

અતિહાસિક ભૂપાષ્ઠ ધરાવતું અમદાવાદ શહેર આજે ૬૦૦ વર્ષે પણ યુવાન જેવો થનગનાટ અનુભવે છે. અમદાવાદે કાંઇ કેટલાય ચડાવ ઊતાર જોયા શહેરનો ૫.૭૨ ચોરસ કિ.મી.માંથી આજે ૪૬૬ ચોરસ કિ.મી. જેટલો વિસ્તાર થયો છે.

અમદાવાદની જાહોજલાલી દરમ્યાન શહેરના ઊદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓની વેપાર કુશળતા અને આગવી સુઝથી મિલો અસ્તિત્વમાં આવી. મિલ ઊદ્યોગે અમદાવાદને વિશ્વ સ્તરે ભારતના માન્ચેસ્ટરનું બિરૂદ અને ઓળખ અપાવ્યા છે.

અમદાવાદમાં મિલ ઊદ્યોગ મધ્યહને તપતો હતો ત્યારે કુલ ૧૦૮ મિલો હતી. મિલ ઊદ્યોગથી શહેરની જાહોજલાલી કાંઇ અલગ જ હતી. અસંખ્ય લોકોને રોજી રોટી આપતો મિલ ઊદ્યોગ આજે માતપાયઃ થઇ ગયો છે.

મિલ ઊદ્યોગ બંધ થતાં અનેક લોકો બેકાર બન્યા આજે ઘણા લોકો દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા છે. મિલો બંધ થતાં શહેરમાં આજે એક સમયે ધમધમતી મિલોના અવશેષો ખંડરે હાલતમાં ઉભા છે.

મિલની ચીમનીઓ આજે ‘હેરિટેજ’ બની ગઇ છે. આજની તથા આવનારી પેઢીને મિલ ઊદ્યોગનો સૂવર્ણ કાળ માત્ર અમદાવાદના ઈતિહાસમાં વાંચવા મળશે.

Wednesday, March 21, 2012

Gujarat Telecommunication News 2012 - નકામાં મેસેજથી મોબાઇલ ધારકો પરેશાન

ડુનોટ કોલ માત્ર નામનો કાયદો જ બની ગયો છે જેનાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.દંડની રકમ વધારવી જોઇઅ

ગ્રાહકો ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવે છતા પણ કંપની તરફથી કોલ કે મેસેજ મળતા હોય ત્યારે ગ્રાહકોએ જ જાગાૃત થવાની જરૂર છે. કાર્ડ બંધ કરાવું કે કંપની બદલવી તે કોઇ રસ્તો નથી. આ સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ. તો બીજી બાજુ કંપનીવાળાએ પણ ટેલિમાર્કેટરો સામે દંડની રકમ વધારીને તત્કાલ દંડ કરવો જોઇએ જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે તેમને આ સમસ્યામાંથી છુટકારો થાય.

ટ્રાઇના નિર્દેશન છતાં કંપનીઓ ગ્રાહકોને કામ વગરના મેસેજ કરીને હેરાન કરે છે. ડુનોટ કોલ રજિસ્ટ્રેશન બાદ પણ છૂટકારો મળતો નથી.

ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી આૅફ ઈન્ડિયા (ટ્રાઇ)ના નિર્ણયો અને નિર્દેશો છતાં મોબાઇલ ફોન ગ્રાહકો માટે જાહેરાતનો એસએમએસ માથાના દુઃખાવા સમાન બની ગયા છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં ટ્રાઇને આદેશથી નેશનલ ડુનોટ કોલ રજિસ્ટ્રીનું અસ્તિત્વ છેલ્લાં ચાર વર્ષથી છે. છતાં પણ કંપનીના મેસેજ અને જાહેરાતના મેસેજથી ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે.

જો કોઇ ગ્રાહક ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવેતો તે ગ્રાહકને ફોન કે એસએમએસ કરનાર ટેલિ માર્કેટને રૂપિયા ૫૦૦નો
દંડ કરવામાં આવે છે. વધુ વાર એસએમએસ થાય તો ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારાય છે. પરંતુ આ દંડ ત્યારે ફટકારાય જયારે ટેલિમાર્કેટ સામે ફરિયાદ થાય પરંતુ આવી તસ્દી કોઇ લેતું જ નથી. કારણ કે ગ્રાહક પાસે એટલો સમય જ નથી હોતો કે આવી ફરિયાદ કરી શકે જેના કારમે કંપનીમાંથી કોઇ પણ સમયે કોલ આવી જાય છે અને
ગ્રાહકે હેરાન પરેશાન થઇ જવું પડે છે.

જોકે ક્રેડિટ કાર્ડ, વીમો, મ્યૂચ્યુઅલ ફંડ વગેરે પ્રકારના ફોન હવે બંધ થાય છે જેથી થોડુંઘણું કોલનું પ્રમાણ ઓછું થયું છે. પરંતુ સંપૂર્ણ પણ બંધ નથી થયું. હાલમાં આઇપીએલ અને ટ્વેન્ટી, ટ્વેન્ટી મેચ ચાલી રહી છે.

ત્યારે કંપનીવાળાઓએ સ્કોર અને બોલે-બોલની વિગત મેસેજ દ્વારા આપવામાં આવે છે. જેમાં એવા ગ્રાહકોને પણ મેસેજ મોકલાયા છે. જે લોકો આ મેસેજથી કંટાળી જાય છે એવી ઘણી ગાૃહિણીઓ હોય છે જેમને ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી મેચમાં કોઇ રસ જ નથી હોતો છતાં કંપની વાળાઓ મેસેજ મોકલવા પાછળ એટલા બધા પાગલ બની જાય છે. ગ્રાહકો કંટાળીને ઘણીવાર કાર્ડ જ બંધ કરાવી દે છે. અથવા તો કંપની બદલી નાંખે છે. આ રીતે ગ્રાહકોને હેરાનપરેશાન કરવામાં આવે છે. ગ્રાહકો કંપની વાળાને ગમેતેટલા ફોન કરે અથવા તો મેસેજ કરે છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી અને ડુનોટ કોલ માત્ર નામનો કાયદો માત્ર નામનો જ બની ગયો છે.

Monday, March 19, 2012

Gujarat Medical College 2012 - મેડિકલ અને પેરામેડિકલની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા બંધ

મેડિકલમાં ૫૦ ટકા અને પેરા મેડિકલમાં ૩૫ ટકાએ ફોર્મ ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સનું પરિણામ આગામી માસે જાહેર થવાનું છે ત્યારે હાલ એન્જિનિયરગ ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એડમિશન કમિટિ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ મેડિકલ અને પેરામેડિકલમાં પણ પ્રવેશ ઓનલાઇન પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે આખરે ઓનલાઇનના બદલે ગત વર્ષની જેમ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.

આ માટે ધો. ૧૨નું પરિણામ જાહેર થયાના બીજા દિવસ પછી ફોર્મનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. ધો. ૧૨ સાયન્સના પરિણામનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂઝવણ વધી રહી છે. એડમિશન કમિટિઓ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી, ઈજનેરી, ફાર્મસીમાં ઓનલાઇન એડમિશન દાખલ કરાયા બાદ ધીમે ધીમે મેડિકલ અને પેરામેડિકલમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કરાયું હતું. મેડિકલ અને પેરામેડિકલ આ સિસ્ટમ લાગુ કરી શકાય તેમ ન હોવાથી ચાલુ વર્ષ ગત વર્ષની જેમ ફોર્મ વિતરણ કરી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

જેમાં પરિણામના દિવસે અથવા તો બીજા દિવસથી ખાનગી બેન્કોમાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ભરેલા ફોર્મ માત્ર બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ સમિતિમાં જ સ્વીકારવાનું નક્કી કરાયું છે. ચાલુ વર્ષ ગત વર્ષની જેમ મેડિકલમાં થિયરી અને પ્રેકિટકલમાં ૫૦ ગુણ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શકશે. જયારે પેરા મેડિકલને લગતાં અભ્યાસક્રમો નર્સંિગમાં ૪૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ સિવાયના પેરામેડિકલના અભ્યાસક્રમમાં યુનિર્વિસટીના નિયમો લાગુ પડતાં હોવાના કારણે વિદ્યાર્થીઓ ૩૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકશે.