Showing posts with label Amdavad City. Show all posts
Showing posts with label Amdavad City. Show all posts

Friday, May 4, 2012

Ahmedabad City - રૂ. ૬૪ કરોડના ખર્ચે તૈયાર વાડજ અને પરિમલ બિ્રજ નું લોકાર્પણ

દધિચી ઋષિ દૂધેશ્વર વાડજ રીવરબિ્રજ અને ભગીની નિવેદીતા પરિમલ રેલવે અન્ડર બિ્રજનું નામામિધાન.

મુખ્યમંત્ર નરેન્દ્ર મોદીએ અમદાવાદને કુલ રૂ.૬૪ કરોડના ખર્ચે નવર્નિિમત બે બિ્રજનું લોકાર્પણ કરતાં દૂધેશ્વર વાડજના સાબરમતી નદી ઊપરના રીવરબિ્રજનું દધિચી ઋષિબિ્રજ અને પરિમલ રેલેવે અન્ડરબિ્રજનું ભગીની નિવેદીતા બિ્રજ નામાભિધાન જાહેર કર્યું હતું અને કેન્દ્ર સરકારને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર ઝીલી લેવાનું આહ્વાન આપ્યું હતું.

રૂ. ૪૬ કરોડના ખર્ચે બંધાયેલા સાબરમતી નદી ઊપરના દસમા અને સૌથી પહોળા છ લેનના ઓવરબિ્રજનું શાહીબાગમાં લોકાર્પણ કરી નરેન્દ્ર મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાષ્ણ અડવાણીએ પાલડી ખાતે વિશાળ જનસભામાં સંબોધન કરતાં પૂર્વે પરિમલ રેલવે અન્ડબિ્રજનું ઊદ્ઘાટન કર્યું હતું.

નરેન્દ્ર મોદી ઋષિ દધિચીના નામ સાથે સાબરમતી વાડજ ગાંધી આશ્રમથી દૂધેશ્વર સુધીના નદી ઊપરના બિ્રજની ચિરંજીવ સ્માતિ રાખવાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, દધિચી ઋષીએ દાનવોની પીડામાંથી મુકત કરવા પોતાના શરીરના હાડકાંનો વિલય કરી માનવજાતને બચાવી હતી.

આ દધિચી મુનિની પવિત્ર ધરતી ઊપર સાબરમતી નદીમાં નર્મદા વહેતી કરીને એક આધુનિક વિકાસ કરીને ગુજરાતે નવી કેડી કંડારી છે. મુખ્યમંત્રીએ ભગીની નિવેદિતાના પૂણ્યતિથીના સો વર્ષ નિમિત્તે એક વિદુષી નારીએ ભારત માતાની આધ્યાત્મિક ભકિત માટે ભારતમાં આવીને વસ્યા તેનું નામ પરિમલ રેલવે અન્ડરબિ્રજ સાથે જોડાયું છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાત વિરોધી પરિબળો અને કાગ્રેસના અપપ્રચારથી ચલિત થયા વગર ગુજરાત તેની વિકાસયાત્રા પુરા વેગથી આગળ વધારશે એવો નિર્ર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાૃષ્ણ અડવાણીજીએ જણાવ્યું કે મોદીએ વિકાસની અનેક નવીન સિધ્ધિ મેળવી છે અને ગુજરાતને સુશાસન આપ્યું છે. પરંતુ સાબરમતી નદી વિકાસનો રિવફ્રંટ પ્રોજેકટ કરીને નવી શુદ્ધિકરણનો વિકાસનો ચમત્કાર કરી બતાવ્યો છે. અડવાણીએ અમદાવાદના આધુનિક શહેરી વિકાસ અને સાબરમતી નદીને નર્મદાનું પાણી તથા શહેરના નવા પુલો આપવા માટે પણ રાજય સરકારને.

Thursday, April 28, 2011

Amdavad City Updates - ૧૩૦૦ થી વધુ રિક્ષાચાલકોને રાજય સરકારની વીમા યોજના સ્કીમનો લાભ

રાજય સરકારે કુલ ૪૧ જેટલા વ્યવસાયોને આ વીમાયોજના હેઠળ આવરી લેવાનું નક્કી કર્યં છે.

અમદાવાદ શહેરમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષા ડ્રાઇવરોને હવે શહેરના રસ્તાઓ પર વધતા અકસ્માતને કારણે ચતા વ્યાપી ગઇ છે. તેથી હવે રિક્ષાચાલકો પણ વીમો ઊતરાવવા તરફ જાગાત
થયા છે.

શહેરની ઓટોરિક્ષા ચાલક સંઘર્ષ સમિતિના ૧૩૦૦ સભ્યો એકસાથે વીમો ઊતરાવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૭૦થી વધુ રિક્ષાચાલકોએ પોતાનો વીમો ઊતરાવ્યો છે. વીમાના પ્રિમિયમની રકમ રૂ. ૨૦૦ છે.જેમાં રૂ. ૧૦૦ ઓટોરિક્ષા ચાલક ભરશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર ભરશે.

જેમાં કુદરતી મોત પર રૂ. ૩૦,૦૦૦ અને અકસ્માતમાં માત્યુ થાય તો રૂ. ૭૫૦૦૦નું વીમા કવચ મળશે. એલઆઇસીની જનશ્રી વીમાયોજના અંતર્ગત ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે ખાસ વીમા યોજના છે. જેમાં ૪૧ વ્યવસાયમાં કામ કરતા લોકોને આ વીમાયોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, માછીમાર, રિક્ષા ડ્રાઇવર જેવા ૪૧ વ્યવસાયિક લોકોને આ વીમાયોજનાનો લાભ મળશે.

જે અંતર્ગત ૧૩૦૦ રિક્ષાચાલકો આ વીમાયોજના હેઠળ પોતાનો વીમો ઊતરાવશે આ વીમામાં દરેક સભ્યદીઠ ર્વાિષક પ્રિમિયમ રૂ. ૨૦૦ છે જેમાં રૂા. ૧૦૦ રિક્ષાચાલકોએ પોતે ભરવાના રહેશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર તરફથી ભરવામાં આવશે.

હાલના સમયમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિકની સાથે-સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે અને અકસ્માતોથી માત્યુના બનાવ પણ વધ્યા છે. આથી રાજય સરકાર તરફથી રિક્ષાચાલકો અને બીજા
અન્ય ૪૧ જેટલા વ્યવસાય કરતા લોકોને વીમાયોજના અંતર્ગત આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં રિક્ષાચાલકોએ ખૂબજ મોટી સંખ્યામાં વીમો ઊતરાવવા માટે ભાગ લીધો છે.

Amdavad City Samachar - ગુજરાત કોલેજ થી એલિસબિ્રજ સુધી ઝેડ આકાર નો ફલાય ઓવર

ગુજરાત કોલેજ ચાર રસ્તાની પહેલા જ બાઈબલ હાઊસથી સેપ્ટ દ્વારા કરાયેલી ડીઝાઈન પ્રમાણેનો ફલાય ઓવર બનાવવાની કામગીરીી
શરુ કરાઈ છે.

ઓરીએન્ટ કલબ પાસેના રેલ્વે ક્રોસગની ઊપરથી પસાર થઈને એમ.જે. લાયબ્રેરી નજીકથી આશ્રમરોડને સમાંતર ટર્ન લેશે અને ત્યાંથી ટાઊન હોલની દિશામાં આગળ વધીને એલિસબિ્રજ પોલીસ સ્ટેશનથી ફરી એલિસબિ્રજની દિશામાં ટ્રન લેશે. આમ સમગ્ર ફલાય ઓવર ઝેડ આકારનો બનશે.

આ નવા ફલાય ઓવર ઊપરથી બીઆરટીએસ રુટ ઊપરાંત અન્ય વાહનો પણ પસાર થઈ શકશે. જો કે આ નવો ફલાય ઓવર બંને તરફ લગભગ સાતથી આઠ મીટરની પહોળાઈ ધરાવનારો બની રહેશે. જે સ્પ્લીટ રહેશે. જેમાં
અન્ય વાહનો માટેની બે લેન પણ અલગ જ રહેશે.

એલિસબિ્રજના પશ્ચિમ છેડે આ બિ્રજની બંને પાંખોને ઊતારવામાં આવશે જેથી પૂર્વ તરફ જનારા વાહનો સીધા જ ઊતરી જશે અને પૂર્વ તરફથી આવનારા વાહનો જમણી તરફની પાંખ ઊપર ચઢીન સીધા જ ગુજરાત કોલેજ તરફ આવી શકશે.