ગુજરાત કોલેજ ચાર રસ્તાની પહેલા જ બાઈબલ હાઊસથી સેપ્ટ દ્વારા કરાયેલી ડીઝાઈન પ્રમાણેનો ફલાય ઓવર બનાવવાની કામગીરીી
શરુ કરાઈ છે.
ઓરીએન્ટ કલબ પાસેના રેલ્વે ક્રોસગની ઊપરથી પસાર થઈને એમ.જે. લાયબ્રેરી નજીકથી આશ્રમરોડને સમાંતર ટર્ન લેશે અને ત્યાંથી ટાઊન હોલની દિશામાં આગળ વધીને એલિસબિ્રજ પોલીસ સ્ટેશનથી ફરી એલિસબિ્રજની દિશામાં ટ્રન લેશે. આમ સમગ્ર ફલાય ઓવર ઝેડ આકારનો બનશે.
આ નવા ફલાય ઓવર ઊપરથી બીઆરટીએસ રુટ ઊપરાંત અન્ય વાહનો પણ પસાર થઈ શકશે. જો કે આ નવો ફલાય ઓવર બંને તરફ લગભગ સાતથી આઠ મીટરની પહોળાઈ ધરાવનારો બની રહેશે. જે સ્પ્લીટ રહેશે. જેમાં
અન્ય વાહનો માટેની બે લેન પણ અલગ જ રહેશે.
એલિસબિ્રજના પશ્ચિમ છેડે આ બિ્રજની બંને પાંખોને ઊતારવામાં આવશે જેથી પૂર્વ તરફ જનારા વાહનો સીધા જ ઊતરી જશે અને પૂર્વ તરફથી આવનારા વાહનો જમણી તરફની પાંખ ઊપર ચઢીન સીધા જ ગુજરાત કોલેજ તરફ આવી શકશે.
No comments:
Post a Comment