કોલેજીયન યુવતીઓ અલગ-અલગ કલરના ડ્રેસ પર મેચગ મોજા પહેરવા માટે ઓર્ડર આપીને બનાવડાવે છે. આ માટે તેઓ પાંચથી સાત યુવતીઓ ભેગી મળીને મોજાનો ઓર્ડર આપે છે. એક મોજાની જોડી તેમને ૫૦ થી ૬૦માં પડે છે પરંતુ મનપસંદ કલર મળતા યુવતીઓ પૈસા ખર્ચી નાંખે છે.
ઊનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો નિતનવા નુસખાઓ અપનાવે છે. ઊનાળામાં હાથોના રક્ષણ માટે વપરાતા મોજાની માંગ હવે ધીમે-ધીમે વધી છે તો સાથે તેમાં ભાવ અને વેરાયટી પણ નવી આવી છે. ગરમીથી હાથોના રક્ષણ માટે છેલ્લા ઘણા વર્ષોથી હાથમોજાનો ઊપયોગ થાય છે.
૨૦ થી ૩૦ રૂપિયામાં મળતા મોજાનો ભાવ આજે ૬૦ થી ૧૦૦ રૂપિયાનો થઇ ગયો છે. તેમાં પણ અલગ-અલગ કલર અને વેરાયટી જોવા મળે છે.
આ સંદર્ભે વાત કરતાં લાલ દરવાજા વિસ્તારના વેપારી ગુંજનભાઇ શેઠે જણાવ્યું હતું કે પહેલા હાથમોજાની માંગ એટલી બધી ન હતી. પરંતુ હવે ગરમીથી રક્ષણ મેળવવા માટે બાળકોથી લઇ દરેક વર્ગના લોકો હાથમોઝાનો ઊપયોગ કરે છે. આ વખતે તો મોજાના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે.
ગતવર્ષે ૪૦ રૂપિયામાં મળતા મોજા આ વર્ષે ૬૦ રૂપિયા ભાવ થઇ ગયા છે. જયારે કુલ મોજાનો ભાવ તો ૭૦ થી ૧૦૦ પણ લેવાય છે. વધુમા તેમને જણાવ્યું હતું કે પહેલા માત્ર ક્રીમ અને સફેદ કલરના જ મોજા મળતા હતા પરંતુ હવે તો બ્લેક, રેડ, મરૂન, વ્હાઇટ જેવા કલરોના મોજા પણ મળે છે. પરંતુ આ મોઝા દુકાનોમાં જ વેચાય છે. પહેલા માત્ર હાફ એટલે કે અડધા મોજા મળતા હતા જે ૧૫ થી ૨૦ રૂપિયામાં મળતા હતા પરંતુ હવે પાણિયા અને ફુલ મોજાની ડિમાન્ડ વધુ છે. તેમાં પણ સાદા અને સિલાઇ વાળા બે પ્રકારના મોજા આવે છે. સિલાઇ વાળા મોજાનો ભાવ વધારે હોય છે.

No comments:
Post a Comment