Thursday, March 31, 2011

Gujarat Buttermilk Health Benefits - છાશની ડિમાન્ડ વધી

દેશ માટે અમત ગણાતી અને ઊનાળામાં હૈયાને હાશ પહાચાડતી ‘છાશ’...આજે પણ લોકપ્રિય.

ઊનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીમાં હૈયાને હાશ પહાચાડતી છાશનું માર્કેટ ગરમાગરમ થઇ ગયું છે.

પહેલા માત્ર પીવા ખાતર છાસ પીનારો વર્ગનું હવે છાશ કાયમી પીણુ થઇ ગયું છે. પહેલા ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો કોલ્ડિ્રકસ તરફ જતા હવે દેશી છાશે કોલ્ડિ્રકસને પછાડીને ગુજજુઓ પર પોતાનો ઠાઠ
જમાવી દીધો છે.

જેના પગલે તેના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. સામાન્ય રીતે બ્રાન્ડેડ કંપનીની છાશને પેકગમાં જ આવે છે જે ૬ કે ૮ રૂપિયાની મળતી હતી તે છાશની થેલીના ભાવ આજે ૭ અને ૧૨ સુધી પહાચી ગયા છે.

પેકગ એજ પરંતુ ભાવ વધી ગયા. જયારે બીજી બાજુ જયાં ત્યાં છાશની લારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યાં પણ પાંચ રૂપિયાના ગ્લાસનો ભાવ ૧૦ રૂપિયા થઇ ગયા છે.

એટલું જ નહ મસાલાવાળી છાસ ના ભાવતો ૧૨ રૂપિયા પણ લેવાય છે જો કે છાશ પીનારો વર્ગ રૂપિયા ખર્ચી પણ નાખે છે.

પરંતુ હવે છાશની ભાવ વધવાની સાથે-સાથે તેમાં વેરાયટી પણ આવી છે પહેલા માત્ર મસાલાવાળી છાશ મળતી હતી. જેમાં જીરૂ અને મીઠું નંખાતુ હતું પરંતુ હવે તેની સાથે-સાથે છાશમાં નવીનતા આવી છે જીરૂની સાથે હવે વરીયાળી વાળી છાશ, ફુદીના વાળી છાશ જેવી અનેક વેરાયટી બજારમાં આવી છે જેના ભાવમાં પણ વધારો થયો છે.

છેલ્લાં ત્રણ ચાર વર્ષથી છાશનું બજાર ગરમ બન્યું છે. તેમાં પણ આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં છાશનો ભાવ પણ વધ્યો છે. તો સાથે-સાથે ઊનાળાની શરૂઆત થતા જ છાશ પીનારા વર્ગમાં પણ વધારો જોવા મળ્યો છે.

આ સંદર્ભે વાત કરતાં છાશની લારી લઇને મણિનગર ઉભા રહેતા વેલજીભાઇ શેઠે જણાવ્યું હતું કે હું પહેલા સેટેલાઇટ, સીજીરોડ બાજુ લારી લઇને ઉભો રહેતો પરંતુ હવે મારા વિસ્તારમાં પણ છાશનું વેચાણ ખૂબ જ થાય છે.

સવારે ૮ થી બપોરે ૫ વાગ્યા સુધી મારી કમાણી ખૂબજ રહે છે. ગત વર્ષે જે ગ્લાસ હું ૬ રૂપિયામાં આપતો હતો તે જ ગ્લાસ ભાવ મ દસ રૂપિયા કરી નાંખ્યા છે. જો કે દરેક વસ્તુમાં ભાવ વધતા ભાવ તો વધારવો જ પડે જોકે આથી અસર મારા ધંધાપર નથી થઇ ગત વર્ષે કરતા આ વર્ષે તો શરૂઆતથી જ લોકો છાશ પીવા આવી રહ્યા છે.

એમાં પણ બપોરના સમયે તો  રીતસર ભીડ જામે છે. સ્વાસ્થને હાની પહાચાડતું વિદેશી પીણું ભૂલી લોકો હવે દેશી પીણા તરફ વળ્યા છે.

ગત વર્ષે છાશનો એક ગ્લાસ ૫ રૂપિયામાં મળતો હતો તેના ભાવ દસ રૂપિયા થયો અને બ્રાન્ડેડ કંપનીની છાશની થેલી ૭ થી ૧૨ રૂપિયાથી આ વર્ષે છાશમાં પણ વેરાયટી, મસાલા છાસની જેમ વરિયાળી છાશ અને ફુદીના છાશની બોલબાલા.

No comments:

Post a Comment