Thursday, March 24, 2011

Rajpath Club Ahmedabad - ૨૫ થી ૨૭ માર્ચ દરમ્યાન ‘ક્રાફટરૂટ્સઊત્સવ’

ગુજરાતમાં કુલ ૮૪ હસ્તકલાઓ અને ૩.૫ લાખ કલાકારો છે.

ગુજરાતના હસ્તકલા કારીગરોને તેમની કલાકાતિઓ રજૂ કરવા માટે સારુ માર્કેટ મળી રહે તે હેતુથી શહેરની રાજપથ કલબમાં ૨૫, ૨૬, ૨૭ માર્ચ દરમિયાન સવારે ૧૦ થી રાતના ૧૦ વાગ્યા સુધી ગ્રામશ્રી અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ‘ક્રાફટરૂટ્સ ઊત્સવ - ૨૦૧૧’નું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રાફટરૂટ્સમાં હસ્તકલાની વસ્તુઓના વેચાણ અને પ્રદર્શનની સાથે ૧૦ જેટલી હસ્તકલાઓમાં કેવી રીતે કામ થાય છે તેનું જીવંત નિર્દેશન પણ કારીગરો કરવાના છે. ગુજરાત સરકારની ઈન્ડેકસ્ટ-સી, રાજપથ કલબ અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ગ્રામશ્રી સંસ્થાએ અન્ય એનજીઓ અને કલા પર કામ કરતી સંસ્થાઓ સાથે મળીને ક્રાફટરૂટ્સનું આયોજન કર્યું છે.

આ અંગે માહિતી આપતા માનવસંશાધનના અનાર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કુલ ૮૪ હસ્તકલાઓ અને ૩.૫ લાખ કલાકારો છે. તેમની કલાકૃતિઓને યોગ્ય મંચ એ મહેનતાણુ મળતું નહ હોવાથી અનેક હસ્તકલાઓ મૃતપ્રાય બની રહી છે.

ક્રાફટરૂટ દ્વારા કારીગરો અને ગ્રાહકો વચ્ચે સીધો સંબંધ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૨૬મીએ સાંજે ૭-૩૦ વાગ્યે લોક કલાકારો ડાયરો અને ભવાઇ રજૂ કરશે.

No comments:

Post a Comment