Friday, March 25, 2011

Mayanmar Earthquake 2011 - મ્યાંમારમાં ભૂકંપ તીવ્રતા ૬.૮

૬૦નાંમોત, ૯૦ઘાયલ

મ્યાંમાર થાઈલેન્ડમાં ગઈકાલે મોડી રાત્રે આવેલા ૬.૮ની તીવ્રતાવાળા શકિતશાળી ભૂકંપમાં ૬૦ના મોત અને ૯૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ તેમજ મોટી સંખ્યામાં મકાનો ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે.

શકિતશાળી ભૂકંપના કારણે શહેરને જોડતા જાહેરમાર્ગને નુકસાન થયું હોવાથી શહેરની આસપાસના શહેરોથી મુખ્ય શહેરોથી સંપર્ક વિહોણા થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મ્યાંમાર-થાઈલેન્ડની સરહદ ખાતે ગઈકાલે મોડી રાત્રે આવેલા ૬.૮ તીવ્રતાના ભૂકંપનો આચકો ૮૦૦ કિલોમીટર સુધી અનુભવાયો હતો.

આટલું જ નહિ, ભૂકંપનો આંચકો હનોઈ અને ચીનના કેટલાંક ભાગમાં અનુભવયો હતો. અમેરિકા ભૂકંપ સર્વેક્ષણ અનુસાર, ગુરુવારે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૮ રિકટરની હતી. મ્યાંમારના અધિકારીઓએ ભૂકંપ કેન્દ્ર નજીક તારલેય કસ્બામાં માત્યુઆંક વધવાની શકયતા સેવી છે.

જયારે શકિતશાળી ભૂકંપના પગલે ૧૦ પુરુષો, એક બાળક અને ૧૩ મહિલાઓના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું છે. આ ઊપરાંત,પાંચ બોદ્ધ સ્તૂપ અને ૫૫ ઈમારતો નષ્ટ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાચિલેઈકના તારલેય જિલ્લામાં ૨૦ લોકોને ઈજા થઈ છે.

ભૂકંપના કારણે શહેરને જોડતા જાહેરમાર્ગને ભારે નુકસાન થયુ હોવાના કારણે અનેક શહેર સંપર્ક વિહોણા થયા છે.

થાઈલેન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાચિલેઈક નજીક એક ૫૨ ર્વિષય મહિલાનુ મોત થયાનું સત્તાવાર રીતે જણાવ્યું છે.

મહિલાનું મોત તેના મકાનની દિવાલ તૂટી તેના પર પડવાથી થયુ હોવાનું સત્તાવાર સૂત્રોએ ઊમેર્યું હતું.

No comments:

Post a Comment