સ્કુટર-દ્વિચક્રી વાહનો પર મૂળ કમતના ૨.૫ ટકાનો વેરો વસુલાશે : ગત વર્ષે વેરાની આશરે ૧૯ કરોડની આવક
અ.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વાહનવેરાના દરમાં વધારો કરવા નિર્ણય કરાયો છે.
આ બાબતે આજે મળેલી સ્ટેન્ડગકમિટીની બેઠકમાં વાહનો પર વર્તમાન દરના બદલે બેઝીક કમત ઊપર ટકાવારી મુજબ નવા વેરાની વસુલાત કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
આજીવન વાહન વેરામાં વધારાની દરખાસ્તને રાજય સરકાર સમક્ષ મંજુરી માટે મોકલાશે. જેમાં સ્કુટર-મોટર અને દ્વિચક્રી વાહનો પર મૂળ કમતના ૨.૫ ટકા વેરો વસુલાશે.
જયારે ઓટોરિક્ષા, લોડગ રિક્ષા, મોટરકાર, ટ્રક- મોટી બસ વગેરેમાં ૧૧ ટકા લેખે વેરો વસુલાશે.
અગાઊ સ્કુટર-દ્વિચક્રી વાહનો પર ૧ હજાર રૂપિયા વેરો વસુલાતો હતો. જયારે જુના દર હેઠળ ઓટોરિક્ષામાં ૧૨૦૦, ટ્રક મીનીબસમાં ૮૦૦૦, મોટરકાર જીપમાં ૨૦૦૦ વેરો વસુલાતો હતો. દરમિયાન ૨૦૦૯-૧૦માં આજીવન વાહન વેરાની રૂ. ૧૯ કરોડ આવક પ્રાપ્ત થઈ હતી.
જયારે ૨૦૧૦-૧૧ માર્ચ માસ સુધી આશરે રૂા. ૨૫ કરોડની આવક મળી હતી. આમ હવે આગામી સમયમાં વાહન વેરાના દરમાં વધારો થતાં મ્યુનિ. કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.
No comments:
Post a Comment