કોચગ અને ટ્રેનગ સંસ્થાને પણ કરવેરા લાગુ પડશે.
કેન્દ્રના નાણા મંત્રાલયના બજેટમાં કાયદામાં તમામ નવી ર્સિવસ ઊપર ર્સિવસ ટેકસનો ઊમેરો કરવામાં આવશે. આ અંગેના નોટિફિકેશન જાહેર થઇ ચૂકયા છે. કોચગ અને ટ્રેનગ સંસ્થાઓ પણ કરવેરાની જાળમાં આવી જશે.
સેન્ટ્રલ બોર્ડ આૅફ એકસાઇઝ અન્ડ કસ્ટમ્સ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ કાયદા દ્વારા માન્ય ન હોય તેવા શોર્ટ ટર્મ કોર્સ ચલાવતી હોય તેવા પ્રકારના કોચગ કલાસે ર્સિવસટેકસ ભરવો પડશે.
આવી સંસ્થાઓએ હવે ર્સિવસટેકસના કાયદાની કલમ સેકશન-૬૬ મુજબ ૧૯૯૪ અન્વયે કરવેરાને પાત્ર છે.
યુનિર્વિસટી અને બોર્ડ માન્ય કોર્સ કોલેજ કે સ્કૂલ ચલાવતી હોય તેમને મુકિત અપાઇ છે. લાઇફ ઈન્સ્યૂરન્સના યુલિપ પ્લાનમાં બ્રેકઅપ મુજબ પ્રિમિયમના રિસ્કમાં કવર કરેલા રૂપિયા મુજબ તેના પર ૧૦.૩૦ ટકા અને બ્રેકઅપ કંપની ન આપતી હોય તો ગ્રોસ પ્રિમિયમના ૧.૫ ટકા ર્સિવસટેકસ ભરવાને પાત્ર બનશે. તમામ વેકેશનલ કોર્સ પર ર્સિવસટેકસ લાગુ કરાશે.
એકસપોર્ટ ર્સિવસ અને કરવેરા સલાહકારો કે જેઓ ભારતમાંથી વિદેશમાં સલાહ આપતા હોય છે તેમાં ર્સિવસ ટેકસ છે એટલે આવી સેવાઓ પાછી ખચી લેવાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
No comments:
Post a Comment