૫૦૦ જેટલી નવી બસો રોડ ઊપર દોડતી કરાશે.
પાંચ વર્ષનો અનુભવ અને એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને કોન્ટ્રાકટ અપાશે .મ્યુનિ. કોર્પોરેશન
દ્વારા બીડ મંગાવાયા.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ર્સિવસ દ્વારા મુસાફરોને અપાતી ટીકીટોમાં હવે અપગ્રેડેશન કરીને ઈટીકીટ સીસ્ટમનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
તેમજ તે માટે બીડ મંગાવવામાં આવ્યા છે. આગામી તા. ૫મી મે સુધીમાં આ બીડ મંગાવ્યા બાદ તે બાબતે નિર્ણય કરાશે તે જોતા આગામી ચારેક મહિના બાદ મુસાફરોને ઈ ટીકીટ ઈસ્યુ કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો આ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ ધરાવનારી તેમજ
રૂા. એક કરોડ કે તેનાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીને આ બાબતના કોન્ટ્રાકટ માટે લાયક ગણાશે. જો કે બીડ મેળવનારી કંપનીએ એક વર્ષ સુધીનો ટીકીટીગને લદતો તમામ પ્રકારનો ડેટા સંગ્રહિત કરી રાખવો પડશે. જેમાં ત્રણ મહિનાનો કરંટ ડેટા હાથ વગો રાખવો પડશે.
જયારે અગાઊના નવ મહિનાનો ડેટા પોતાના સ્ટોરેજ ખાતે ઊપલબ્ધ રાખવો પડશે. તે જયારે પણ તંત્ર દ્વારા
માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે. આ માત્રૅ જીસીસી જનરલ કન્ડીશન ઓફ કોન્ટ્રાકટમાં સંખ્યાબંધ બાબતોને આવરી લેવામાં આવી છે.
કંપનીએ આ માટે ઈલેકટ્રોનિક હેન્ડ ટર્મીનલ ઈસ્યુ કરવાના રહેશે. તેમજ તે માટેનું ખાસ સોફટવેર પણ વિકસાવવાનું રહેશે. તે ઊપરાંત ખાસ સેન્ટ્રલ કંટ્રોલિગ સીસ્ટમ વિકસાવવાની રહેશે. જો કે આ માટેના હાર્ડવેર યુનિટો માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાશે.
આ પ્રકારે ઈ ટીકીટો ઈસ્યુ થતાં જ ટીકીટોમાં કેટલાક કન્ડકટરો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેના ઊપર
આપોઆપ નિયંત્રણ આવી જશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સરિવ્સ પાસે હાલ ૮૫૦ જેટલી બસો છે. જેમાં તંત્રની ખુદની ૪૫૦ જેટલી બસો છે.
જયારે ખાનગી કોન્ટ્રાકટરની ૩૫૦ જેટલી બસો છે. જો કે ખાનગી કોન્ટ્રાકટરની બસોના અનેક ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે પ્રતિદિન રોડ ઊપર માત્ર માત્ર ૭૫૦ જેટલી જ બસો દોડતી રહે છે. તેમાં પણ બ્રેક ડાઊન થતી બસોની સંખ્યા મહત્તમ હોવાના કારણે મોટાભાગના સ્ટેન્ડો ઊપર મુસાફરોને કલાકો સુધી બસની પ્રતિક્ષા માટે ઊભા રહેવું પડે છે.
અમ્યુટ્રાસ દ્વારા જે આઠ ટર્મીનસો દ્વારા બસોનું સંચાલન કરાય છે. તેમાં સૌથી વ્યસ્ત ટર્મીનલ લાલ દરવાજાનું છે. જયાંથી બંને શીફટમાં થઈને કુલ્લે ૩૯૦ જેટલી બસોનું પ્રતિદિન સંચાલન થાય છે. કયા ર્ટિમનલ ઊપરથી કેટલી બસોનું સંચાલન થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.
No comments:
Post a Comment