પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી અમલ કરાશેઃ કસ્ટમ અને ઈમિગ્રેશનને વાંધો હોઇ શકે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.
આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.
No comments:
Post a Comment