દર વર્ષ ફેર પરીક્ષા મોડી લેવાતી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખાઓમાં એડમિશન લઇ શકતા નહોતા.
ધો.૧૨ બોર્ડની લેવાયેલી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી પાંચમાં મહિનામાં જાહેર કરવામાં આવશે. ત્યારે આ પરિણામમાં ફકત એક જ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફેરપરીક્ષા માત્ર એક માસના ટૂંકા સમયગાળામાં જ લઇ લેવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
જેમાં એક જ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઇજનેરી કે ફાર્મસીમાં એડમિશન લઇ શકે.
ત્યારે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત આગામી ૧૨મી મેના રોજ કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એક જ વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનું આખું વર્ષ ન બગડે તે માટે માધ્યામિક-ઊચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તથા સંયુકત પ્રવેશ સમિતિ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ઊલ્લેખનીય છે કે ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી ૧૨મી મેના રોજ જાહેર થવાનું છે.
ગુજરાત માધ્યમિક અને ઊચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અત્યંત વિશ્વાસપાત્ર વર્તુળોએ જણાવ્યું છે કે અભ્યાસમાં હોશિયાર વિદ્યાર્થી કોઇ કારણોસર એકાદ વિષયમાં નાપાસ થઇ જતા હોવાના અનેક કિસ્સા બનતા હોય છે.
આમતો જોકે માર્ચમાં લેવાયેલી ધો.૧૨ સાયન્સનુંપરિણામ જૂનમાં જાહેર થાય છે. અને પૂરક પરીક્ષાનું ઓકટોમ્બરમાં લેવામાં આવતી હતી. ત્યારે આ પરિસ્થિતિમાં પાછળથી જે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થાય છે.
તેઓ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્સમાં જોડાઇ શકતા નથી અને વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ધો.૧૨ સાયન્સના પરિણામ જાહેર થવાના એક જ મહિનામાં ફેર પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.
અને તેનું પરિણામ એક જ સપ્તાહમાં જાહેર કરી દેવાશે જેથી વિદ્યાર્થી તે જ વર્ષમાં ઊચ્ચ અભ્યાસ માટેની
પ્રવેશ પ્રક્રિયામાં સામેલ થઇ શકે. ત્યારે ગત વર્ષે સ્વનિર્ભર ઇજનેરી કોલેજમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જગ્યાઓ ખાલી રહી હતી.
ત્યાર ચાલુ વર્ષે બોટાદ, વઢવાણ સહિત છ શહેરોમાં નવી ઇજનેરી કોલેજો ખુલવાની છે.
No comments:
Post a Comment