Showing posts with label Ahmedabad Railway Station. Show all posts
Showing posts with label Ahmedabad Railway Station. Show all posts

Tuesday, April 12, 2011

Ahmedabad News - મુંબઇ અને અમદાવાદ પેસેન્જર ટ્રેન અનિયમિત હોવાથી મુસાફરો હેરાન

રાતની ટ્રેનોમાં જ સાઇડગની સમસ્યા હતી. રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગળ સિગ્નલ મળે તો જ ટ્રેન ઊપાડી શકાય છે. અને સામાન્ય રીતે ફાસ્ટ ટ્રેનનો સમય હોય ત્યારે લોકલ ટ્રેનનું સાઇડગ થતું જ રહે છે. પહેલા તો રાતની ટ્રેનોમાં આ પ્રોબ્લેમ હતો પરંતુ હવે તો બપોરની ટ્રેનમાં પણ આ સમસ્યા ઉભી થતાં મુસાફરોને
સસ્તી સારી ટ્રેનની મુસાફરી માઘી પડી રહી છે.

આ ટ્રેન છેલ્લા એકમાસથી અડધો કલાક લેટ આવે છે વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચે વધુ મોડી પડે છે. આ લોકલ ટ્રેનમાં વેપારી, વિદ્યાર્થી અને નોકરિયાતો ઊપયોગ વધુ કરે છે.

મુંબઇ - અમદાવાદ લોકલ ટ્રેન છેલ્લાં એક માસથી તેના નિર્ધારીત સમય કરતાં ઘણીજ અનિયમિત દોડી રહી છે. જેના કારણે મુસાફરોને હેરાન થવું પડે છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો મુસાફરી કરે છે. આ ટ્રેન પોતાના નિર્ધારીત સમય કરતાં અડધાથી એક કલાક મોડી દોડે છે. જેના કારણે જે-તે મુસાફર નિર્ધારીત સમયે જગ્યા પર પહાચી શકતો નથી. તો વળી આ ટ્રેન લોકલ
હોવાથી ખાસ કરીને વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચેના સ્ટેશનો પર વારંવાર સાઇડગ કરવામાં આવે છે. આ ટ્રેન સમયસર દોડે તો તેને અન્ય કોઇ જ ટ્રેન નડે નહ પરંતુ ટ્રેનને નિયમિત દોડતી ના હોવાથી ગુજરાત એકસપ્રેકસ રોજ આ ટ્રેનનું સાઇડગ કરે છે.

અને મુસાફરોએ ભારે હેરાન થવું પડે છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણીવાર તો આ લોકલ ટ્રેનને ગુડ્સ ટ્રેન પણ સાઇડગ કરે છે. આવં તો વારંવાર થતું રહે છે. છતાં રેલતંત્ર કશું જ કરતું નથી. આ બાબતની જાણ મુસાફરોએ ઘણીવાર રેલવે વિભાગને કરી છે છતાં રેલવે તંત્રને આ બાબતે કોઇ રસજ ના હોય તેમ ટ્રેન અનિયમિત જ દોડ્યા કરે છે.

છેલ્લાં એક મહિનાથી તો હદ જ થઇ ગઇ છે. નિયમિત ટ્રેન લેટ દોડી રહી છે. જેના કારણે મુસાફરો હવે ટ્રેનની જગ્યાએ બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. જો આજ રીતે થતું રહેશે તો મુસાફરો ટ્રેનનો ઊપયોગ છોડી પ્રાઇવેટ વાહનો તરફ વળશે.

Saturday, April 9, 2011

Ahmedabad Railway Station - ઊનાળા વેકેશન માટે સાબરમતી ટ્રેનમાં વધારાના કોચ લગાવાયા



પશ્ચિમ રેલ્વે
દ્વારા સાબરમતી ટ્રેનના વધારાના કોચ ઊપરાંત અન્ય ટ્રેનોમાં ૩૭ કોચ લગાવાયા.

પશ્ચિમ રેલવે દ્વારા ઊનાળા વેકેશનને ધ્યાનમાં લઇને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુસર મહત્ત્વની ટ્રેનો પૈકી
અમદવાદથી બનારસ જતી અને આવતી સાબરમતી એકસપ્રેસમાં વધારાના કોચ લગાવામાં આવ્યા છે.

આ સંદર્ભે રેલવે મેનેજર અશોક ગરૂડે જણાવ્યું હતું કે અમદાવાદથી ઊત્તર ભારત જતી સાબરમતી ટ્રેનમાં મુસાફરોની ભીડ ઘણી રહે છે. જેથી આ ટ્રેનમાં વધારાના કોચ લગાવાનો નિર્ણય કરાયો છે.

તો અન્ય ટ્રેનોમાં પણ ૩૭ કોચ લગાડવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાબરમતી ટ્રેન રાત્રે ૮:૫૦ કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી ઊપડશે જેમાં બનારસ જતાં લોકોની ભારે ભીડ રહે છે.

લાંબા અંતરની આ ટ્રેનો ઊપયોગ વધુ થાય છે. સામાન્ય દિવસોમાં પણ આ ટ્રેનમાં ભારે ભીડ રહે છે. જયારે વેકેશન દરમ્યાન માદરે વતન જતાં બનારસી લોકો સીવાય અન્ય લોકોનો ધસારો પણ વધી જાય છે. જેથી સાબરમતી ટ્રેનમાં વધારાના બે થી ત્રણ કોચ લગાવાયા છે.

જરૂર પડશે તો આ ટ્રેનમાં વધુ કોચ લગાવાશે. તો સાબરમતી ઊપરાંત અન્ય ટ્રેનોમાં પણ ૩૭ કોચ લગાવવામાં આવશે.

Wednesday, March 30, 2011

Ahmedabad Railway Station - કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વેશન સેન્ટરમાં કરંટ ટિકિટમાટે કાઊન્ટર

ઊનાળા વેકેશનમાં મુસાફરોના ઘસારાને પ્રશ્નો વાળવા અનેક વિશેષ ટ્રેનો શરૂ કરાઇ છે ત્યારે કાલુપુર રેલવે
સ્ટેશન પર કરંટ ટિકિટ બુકગ માટે મુસાફરોને ખાસો ઘસારો રહેતો હતો.

જેથી રેલવે તંત્ર દ્વારા રીઝર્વેશન વિભાગ કરંટ ટિકિટ માટે ખાસ કાઊન્ટર આગામી ૧લી એપ્રિલથી શરૂ કરાશે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેકેશન દરમ્યાન રેલવેમાં મુસાફરોનો ઘસારો વધુ રહે છે. રજાઓની મજા માણવા માટે થઇને અત્યારથી  જ મુસાફરો રિઝર્વેશન કરાવે છે. ત્યારે કરંટ ટિકિટ માટે થઇને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુસર રેલવેતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છેય આ સંદર્ભે અમદાવાદ રેલવે મેનેજર અશોક ગરૂડે જણાવ્યું હતું. કે, હાલમાં જે કરંટ ટિકિટ કાલુપુર રેલવે સ્ટેશન પર મળે છે તે હવે રીઝર્વેશન વિભાગમાં મળશે.

આગામી ૧લી એપ્રીલથી રિઝર્વેશન વિભાગમાં ખાલી પડેલી જગ્યાનો ઊપયોગ કરી ૨૨ કાઊન્ટર કરંટ ટિકિટ માટે ઉભા કરાશે જયારે ૧૭ કાઊન્ટર રિઝર્વેશન માટે યથાવત રહેશે.

હાલમાં મુસાફરોને રેલવે સ્ટેશન ટિકિટ લેવા માટે ઉભા રહેવું પડે છે. જયાં લાંબીલાંબી કતારોથી મુસાફરોને હેરાન થાય છે. અને સમય પણ બગડે છે. જયારે આ સમસ્યા વેકેશન આવતા જ વધુ વિકટ બને છે દર વર્ષે મુસાફરોએ આ રીતે જ હેરાન થવું પડતું હતું. જેના કારણે રેલવે તંત્રએ રીઝર્વેશન ઓફિસની ખાલી પડેલી
જગ્યામાં કરંટ ટિકિટના કાઊન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

જેથી આગામી ૧લી એપ્રીલથી મુસાફરોએ કરંટ ટિકિટ માટે રિઝર્વેશન વિભાગમાં જવું પડશે.

૧લી એપ્રિલથી ૨૨ કાઊન્ટર શરૂ કરાશે જેનાથી મુસાફરો લાંબી કતારોમાંથી મુકત થશે. કરંટ ટિકિટ માટે રિઝર્વેશન સુધી લાંબા થવું પડશે.

મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવનાર કરંટ ટિકિટ કાઊન્ટર મુસાફરો માટે દુવિધા પણ બની જશે. કારણ કે, હાલમાં તો ટિકિટ લઇને તરત જ સ્ટેશનની અંદર એન્ટર થવાય છે.

જયારે રિઝર્વેશન વિભાગ રેલવે સ્ટેશનથી થોડોક દૂર હોવાથી મુસાફરો ટિકિટ લેવા દૂર જવું પડશે અને પછી સ્ટેશન પર આવશે તેમાં પણ જો
એકલ, દોકલ, કે ઉંમરલાયક મુસાફર હશે તે વધુ હેરાન થશે આમ સિક્કાની બીજી બાજુ અહ પણ થવા સ્પષ્ટ
દેખાય છે જ સુવિધાની પાછળ થોડી તકલીફ પડશે તેવું મુસાફરો માની રહ્યા છે.