રાતની ટ્રેનોમાં જ સાઇડગની સમસ્યા હતી. રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગળ સિગ્નલ મળે તો જ ટ્રેન ઊપાડી શકાય છે. અને સામાન્ય રીતે ફાસ્ટ ટ્રેનનો સમય હોય ત્યારે લોકલ ટ્રેનનું સાઇડગ થતું જ રહે છે. પહેલા તો રાતની ટ્રેનોમાં આ પ્રોબ્લેમ હતો પરંતુ હવે તો બપોરની ટ્રેનમાં પણ આ સમસ્યા ઉભી થતાં મુસાફરોને
સસ્તી સારી ટ્રેનની મુસાફરી માઘી પડી રહી છે.
આ ટ્રેન છેલ્લા એકમાસથી અડધો કલાક લેટ આવે છે વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચે વધુ મોડી પડે છે. આ લોકલ ટ્રેનમાં વેપારી, વિદ્યાર્થી અને નોકરિયાતો ઊપયોગ વધુ કરે છે.
મુંબઇ - અમદાવાદ લોકલ ટ્રેન છેલ્લાં એક માસથી તેના નિર્ધારીત સમય કરતાં ઘણીજ અનિયમિત દોડી રહી છે. જેના કારણે મુસાફરોને હેરાન થવું પડે છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો મુસાફરી કરે છે. આ ટ્રેન પોતાના નિર્ધારીત સમય કરતાં અડધાથી એક કલાક મોડી દોડે છે. જેના કારણે જે-તે મુસાફર નિર્ધારીત સમયે જગ્યા પર પહાચી શકતો નથી. તો વળી આ ટ્રેન લોકલ
હોવાથી ખાસ કરીને વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચેના સ્ટેશનો પર વારંવાર સાઇડગ કરવામાં આવે છે. આ ટ્રેન સમયસર દોડે તો તેને અન્ય કોઇ જ ટ્રેન નડે નહ પરંતુ ટ્રેનને નિયમિત દોડતી ના હોવાથી ગુજરાત એકસપ્રેકસ રોજ આ ટ્રેનનું સાઇડગ કરે છે.
અને મુસાફરોએ ભારે હેરાન થવું પડે છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણીવાર તો આ લોકલ ટ્રેનને ગુડ્સ ટ્રેન પણ સાઇડગ કરે છે. આવં તો વારંવાર થતું રહે છે. છતાં રેલતંત્ર કશું જ કરતું નથી. આ બાબતની જાણ મુસાફરોએ ઘણીવાર રેલવે વિભાગને કરી છે છતાં રેલવે તંત્રને આ બાબતે કોઇ રસજ ના હોય તેમ ટ્રેન અનિયમિત જ દોડ્યા કરે છે.
છેલ્લાં એક મહિનાથી તો હદ જ થઇ ગઇ છે. નિયમિત ટ્રેન લેટ દોડી રહી છે. જેના કારણે મુસાફરો હવે ટ્રેનની જગ્યાએ બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. જો આજ રીતે થતું રહેશે તો મુસાફરો ટ્રેનનો ઊપયોગ છોડી પ્રાઇવેટ વાહનો તરફ વળશે.
No comments:
Post a Comment