Showing posts with label Surat News. Show all posts
Showing posts with label Surat News. Show all posts

Saturday, April 30, 2011

GSRTC News 2011 - એસટી ની વોલ્વો બસનીઆવક વધીને એક લાખ ઊપરની થઇ



૨૫ નવી બસો શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશ.

એસટી નિગમ દ્વારા મુસાફરોને લકઝરી બસની સુવિધા આપવા માટે થઇને વોલ્વો બસની શરૂઆત ૧૩મી માર્ચથી કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ર્સિવસ નિષ્ફળ જશે તેવુ લાગતું હતું પરંતુ વોલ્વો બસને સારો પ્રતિસાદ મળ્યો છે અને રોજની લાખ રૂપિયાની આવક કરે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વોલ્બો બસ ૧૩મી માર્ચથી શરૂ થઇ ત્યારે પ્રથમ દિવસે માત્ર સાત જ મુસાફરો હતાં પરંતુ ધીમેધીમ આ બસનો સારો પ્રતિસાદ
મળ્યો છે.

શરૂઆતના દિવસોમાં જે બસ ૩૫ હજાર જેટલી રોજની આવક કરતી હતી તે જ વોલ્વો બસ હવે ૧ લાખથી વધુ રોજની આવક કરે છે. આ સંદર્ભે એસટી નિગમના સચિવ પી.ડી. પટેલે જણાવ્યું હતું કે વોલ્વો બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોજની આવકમાં વધારો થયો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે એસટી નિગમે ખાનગી લકઝરી સાથે હરિફાઇ કરવા અને મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા માટે થઇને અમદાવાદ
એરપોર્ટ પરથી વડોદરા, ભૂજ, જામનગર, રાજકોટ, સુરત જેવા શહેરો માટે વોલ્વો બસ શરૂ કરવામાં આવી અત્યારે સાત શહેરોને સાંકળતી વોલ્વો બસ સેવાનો લાભ ૪૦ ટકા મુસાફરો લઇ રહ્યા છે.

એકસપ્રેસ બસની રોજની સરેરાશ આવક રૂપિયા ૬ હજાર છે. તેની સામે વોલ્વો બસની રોજની આવક રૂપિયા ૧૬ હજાર થઇ છે. લકઝરી બસ જેવી સુવિધા મળવાથી વોલ્વો બસનો ઊપયોગ મુસાફરો વધુ કરે છે. હાલમાં સાત
રૂટ પર વોલ્વો બસ દોડી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી તમામ જિલ્લા મથકો વચ્ચે વોલ્વો બસ શરૂ કરવાનું આયોજન આગામી દિવસોમાં ૨૫ બસો નવી શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશે.

Friday, April 29, 2011

Narendra Modi News - સુરત-અમદાવાદની ફલાઇટનું ઊદ્ઘાટન કરશે

મોદી અને સૌરભ પટેલ સાથે ઊદ્યોગપતિઓ ફલાઇટમાં બેસી મુસાફરી કરશે.

અર ડેક્કન કંપનીના કેપ્ટન પણ હાજર રહેશે - બંને ફલાઇટોનું ૨૯મી એપ્રિલે ઊદ્ઘાટન થશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અૅરકંપની ડેક્કન-૩૬૦ના કેપ્ટન ગોપીનાથની હાજરીમાં તા. ૨૯મી એપ્રિલે ગુજરાત રાજયની આંતરિક પ્રથમ ફલાઇટ સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે અને સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે.

આ આંતરિક ફલાઇટ સુવિધા રાજયમાં પ્રથમ વખત અૅર ડેક્કન કંપની દ્વારા ચાલુ થશે. જેમાં ગુજરાત પ્રવાસન
વિભાગ અને ગુજરાત સરકાર સિવિલ એવીએશન વિભાગે અર ડેક્કન કંપની સાથે સંકલન કર્યું છે.

સરકારના વિભાગે અર ડેક્કન કેપ્ટન જીઆર ગોપીનાથની નવી કંપની ડેક્કન-૩૬૦ આંતરિક રાજયના શહેરો વચ્ચે જેવા કે સુરત અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભુજ, મુંદ્રા, જામનગર, ગાંધીધામ,
વડોદરા અને જૂનાગઢ વચ્ચે અર ર્સિવસીસની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

૧લી મે ના રોજ રાજયના ૧૧ મહત્ત્વના શહેરોમાં રાજયની આંતરિક અૅર કનેકિટવીટી ટુ સિટર-૬૦ એટીઆર ટર્બો પ્લેન દ્વારા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના સિવિલ એવીએશન અને ઈન્ડ્સ્ટ્રીઝના મંત્રી સૌરભ પટેલ બંને ફલાઇટમાં સફર કરશે. મોદી સુરતથી અમદાવાદની ફલાઇટ જયારે સૌરભ પટેલ સુરત અને ભાવનગર ફલાઇટમાં ઉડાણ કરશે.

આ બંને ફલાઇટમાં ડાયમંડ ટેકસટાઇલ, કેમિકલ સેકટર અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીયલ
દ. ગુજરાતના સભ્યોનું ઊદ્યોગપતિઓનું ડેલિગેશન આ પ્રથમ આંતરિક રાજયના શહેરોની અૅર ફલાઇટની
સુવિધામાં સુરતથી અમદાવાદ અને સુરતથી ભાવનગર ફલાઇટમાં મોદી અને સૌરભ પટેલ સાથે બેસી ફલાઇટની મુસાફરીની મજા માણશે.

ગુજરાતમાં ફલાઇટની આંતરિક ઉડાનથી ગુજરાતના વેપારીઓ, ઊદ્યોગપતિઓ અને પ્રજાને એક જગ્યાએથી
બીજી જગ્યાએ ઝડપી પહાચવામાં સરળતા રહેશે.

Tuesday, April 12, 2011

Latest Surat News - લાજપોર મધ્યસ્થ જેલ નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે



૮૦ કરોડના ખર્ચે બનેલી જેલમાં કેદીઓ માટે ૨૫૦૦ બેરેકસની વ્યવસ્થા.

સુરતના લાજપોરમાં અદ્યતન સુવિધાઓ સાથે ૮૦ કરોડની ખર્ચે બની રહેલી જેલનું કામ પૂર્ણતાના આરે પહાચી ગયું છે.

આ જેલમાં ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરાયા છે. તેને લીધે રાજયની જેલોમાં કેદીઓનું ભારણ ઘટશે.

રાજયના ગાૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતની લાજપોર ખાતે નવી બંધાયેલ સેનટ્રલ જેલનું કામ પુરું થઇ ગયું છે અને તે કદાચ રાજયની પ્રથમ જેલ હશે જેમાં એકદમ આદ્યનિક ઇલેકટ્રોનિક સર્વેલન્સથી માંડીને સુરક્ષા જળવાઇ રહે તે માટેના સયંત્રો ગોઠવાયેલા છે.

ગાહ વિભાગમાં જેલોની સુધારણા અને આધુનિકીકરણની જવાબદારી સંભાળતા અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૮૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સુરતની લાજપોર જેલમાં હવે ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરવામાં આવ્યા છે.

સુરત શહેરની મધ્યમાં આવેલી જૂની ડિસ્ટ્રીકટ જેલમાં ૬૦૦ થી ૭૦૦ કેદીઓ રખાતાં હતાં, પરંતુ શહેરની બહાર લાજપુર ખાતે નવી બંધાયેલ જેલ કે જે હવે સૂરત સેન્ટ્રલ જેલ તરીકે ઓળખાશે તેમાં ૨૫૦૦ થી વધુ કેદીઓ મોકળાશથી રહી શકશે.

ગાૃહ વિભાગના સચિવ અને જેલોના ડીજીપી વગેરેએ તાજેતરમાં નવી બનેલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલનીમુલાકાત લીધી હતી, તેઓના જણાવ્યા અનુસાર જેલની સુવિધાઓને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે. અને લગભગ એક-બે માસમાં જૂની જેલના કેદીઓને નવી જેલમાં શિફટ કરાશે અને આમ થતાં રાજયની
જેલોમાં કેદીઓની ક્ષમતા ઊપરાંતના ભરાવાનો અંત આવશે અને કદાચ દેશભરમાં જેલો જયારે ઓવર ક્રાઊડેડ છે ત્યારે ગુજરાતમાં એ પ્રશ્નનો અંત આવશે.

Thursday, April 7, 2011

Surat News - વસ્તી ૫૦ લાખ ન હોવાના કારણે મેટ્રો સિટી બનવાનું સપનું રોળાય

વસ્તી ગણતરીમાં અમદાવાદમાં ૧૪ લાખ જયારે સુરતમાં ૧૮ લાખ નવા લોકો ઊમેરાયા.

ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં એક કરોડનો વસ્તી વધારો થયો છે. વસ્તીના દરમાં અમદાવાદ જિલ્લાનો ક્રમ પ્રથમ છે. જયારે બીજાક્રમે સુરત છે. આ બંને મેટ્રોસિટીના વિસ્તાર હોવાથી સૌથી વધુ વસ્તી આ શહેરોમાં અમદાવાદમાં ૧૪ લાખ નવા લોકો ઊમેરાયા છે.

જયારે સુરતમાં ૧૮ લાખ નવા લોકોનો ઊમેરો થયો છે. તેમ છતાં સુરત શહેરની વસ્તી હજુ ૫૦ લાખના આંકે
પહાચી નથી. જેના કારણે સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.

સુરત શહેર દરેક રીતે મેટ્રોસિટીની વ્યાખ્યામાં ફિટ છે પણ માત્ર વસ્તી ૫૦ લાખ ન હોવાના કારણે સુરતને મેટ્રોસિટીનો દરજજો મળતો નથી.

અત્રે એક વાત હકીકત છે કે સુરતમાં હાલમાં જન સુખાકારીના જે સંશાધનો છે એ મુજબ વસ્તીમાં અધધધ વધારો ન થવાને કારણે શહેરની હાલની પ્રજાને માથાદીઠ વધુ સુવિધા આપી શકાશે. પણ એ ફકત પાલિકા દ્વારા મળતી સુવિધાઓ જ.

સુરતને જો મેટ્રોસિટીનો દરજજો મળ્યો હોય તો મેટ્રોટ્રેન સહિતની અનેક સુવિધાઓનું હક્કદાર આ શહેર બન્યું હોત જેના કારણે પાલિકાને મળતી ગ્રાન્ટથી લઇ કર્મચારીઓને પણ પગારવધારા સહિતના અન્ય
લાભો મળ્યા હોત. આ સાથે સંખ્યાબંધ હાઇ પ્રોફાઇલ અને સિગ્નેચર પ્રોજેકટ્સ કેન્દ્રની મોટી સહાયથી બની જાત.

આવા અનેક લાખો મળે તેવી પાલિકાની આશા ઊપર હાલ ઠંડુ પાણી રેડાઇ ગયું છે. વર્ષ-૨૦૦૧ મેટ્રોસિટીના
માપદંડમાં ૪૦ લાખની જ વસ્તી જરૂરી હતી હવે બદલાયેલા માપદંડ મુજબ આ આંકડો ૫૦ લાખનો કરી દેવાયો છે તેથી સુરતને મેટ્રો શહેર બનવા ૫૦ લાખની વસ્તી હોવી જોઇએ.

સુરતમાં હાલ ૧૮ લાખની સંખ્યા વસ્તી વધારામાં નાધાઇ છે. તેમ છતાં સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.

Friday, April 1, 2011

Surat News - અમદાવાદની સિવિલ હોસ્પિટલ બાદ હવે સુરતમાં ન્યૂરોહોસ્પિટલ બનશે

રાજયમાં મેડિકલ ક્ષેત્રેરોજેરોજ નવા-નવા સંશોધનો થઇ રહ્યો છે અને કેટલાક અસાધ્યરોગની દવાઓને પણ શોધાઇરહી છે ત્યારે હાલના તબક્કે ગુજરાતએ મેડિકલનું હબ બનવાજઇ રહ્યું છે ત્યારે લોકો બહારથીઆવીને પણ ગુજરાતમાં સારવારકરાવવાનું વધારે યોગ્ય માને છે.

ત્યારે હવે અમદાવાદ બાદ સુરતે પણ એક અદ્યતન અને લોકોને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે તેવી ન્યૂરો હોસ્પિટલ વિકસાવવાનું નક્કી કર્યું છે. આ અંગે મુંબઇ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ આફ ન્યૂરોસર્જરીના વડાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હવે અમદાવાદ બાદ સુરત શહેરમાં આગામી સમયમાં દુનિયાનં સૌથી મોટું મેડિકલ વિલેજ ખુલશે અને અંદાજે ૧૦૦૦ બેડની હોસ્પિટલ રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે બનશે. જે હોસ્પિટલ ૧૦ એકર જમીનમાં બનાવવામાં આવશે. મહત્ત્વની બાબત એ છે કે આ ૧૦ એકર જમીન દાનમાં આવેલી છે.

ઊલ્લેખનીય છે કે જયારે સુરતમાં પ્રથમ તબક્કામાં ૩૦૦ બેડ, બીજા તબક્કામાં ૫૦૦ બેડ અને ત્રીજા તબક્કામાં ૧૦૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલનું ફી નું ધોરણ પણ અન્ય હોસ્પિટલ કરતાં ઓછું રહેશે.ગુજરાતમાં સૌથી મોટી ન્યૂરો હોસ્પિટલનું સર્જન ટૂંક જ સમયમાં સુરતમાં થશે.