Get in Touch with Latest Gujarat News, Samachar, Updates related to Politics, Industrial, and Educational from various Main Gujarat States Cities like Ahmedabad, Surat, Baroda, Rajkot, Jamnagar though this blog.
Saturday, April 30, 2011
GSRTC News 2011 - એસટી ની વોલ્વો બસનીઆવક વધીને એક લાખ ઊપરની થઇ
૨૫ નવી બસો શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશ.
એસટી નિગમ દ્વારા મુસાફરોને લકઝરી બસની સુવિધા આપવા માટે થઇને વોલ્વો બસની શરૂઆત ૧૩મી માર્ચથી કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ર્સિવસ નિષ્ફળ જશે તેવુ લાગતું હતું પરંતુ વોલ્વો બસને સારો પ્રતિસાદ મળ્યો છે અને રોજની લાખ રૂપિયાની આવક કરે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વોલ્બો બસ ૧૩મી માર્ચથી શરૂ થઇ ત્યારે પ્રથમ દિવસે માત્ર સાત જ મુસાફરો હતાં પરંતુ ધીમેધીમ આ બસનો સારો પ્રતિસાદ
મળ્યો છે.
શરૂઆતના દિવસોમાં જે બસ ૩૫ હજાર જેટલી રોજની આવક કરતી હતી તે જ વોલ્વો બસ હવે ૧ લાખથી વધુ રોજની આવક કરે છે. આ સંદર્ભે એસટી નિગમના સચિવ પી.ડી. પટેલે જણાવ્યું હતું કે વોલ્વો બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોજની આવકમાં વધારો થયો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે એસટી નિગમે ખાનગી લકઝરી સાથે હરિફાઇ કરવા અને મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા માટે થઇને અમદાવાદ
એરપોર્ટ પરથી વડોદરા, ભૂજ, જામનગર, રાજકોટ, સુરત જેવા શહેરો માટે વોલ્વો બસ શરૂ કરવામાં આવી અત્યારે સાત શહેરોને સાંકળતી વોલ્વો બસ સેવાનો લાભ ૪૦ ટકા મુસાફરો લઇ રહ્યા છે.
એકસપ્રેસ બસની રોજની સરેરાશ આવક રૂપિયા ૬ હજાર છે. તેની સામે વોલ્વો બસની રોજની આવક રૂપિયા ૧૬ હજાર થઇ છે. લકઝરી બસ જેવી સુવિધા મળવાથી વોલ્વો બસનો ઊપયોગ મુસાફરો વધુ કરે છે. હાલમાં સાત
રૂટ પર વોલ્વો બસ દોડી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી તમામ જિલ્લા મથકો વચ્ચે વોલ્વો બસ શરૂ કરવાનું આયોજન આગામી દિવસોમાં ૨૫ બસો નવી શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment