૮૦ કરોડના ખર્ચે બનેલી જેલમાં કેદીઓ માટે ૨૫૦૦ બેરેકસની વ્યવસ્થા.
સુરતના લાજપોરમાં અદ્યતન સુવિધાઓ સાથે ૮૦ કરોડની ખર્ચે બની રહેલી જેલનું કામ પૂર્ણતાના આરે પહાચી ગયું છે.
આ જેલમાં ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરાયા છે. તેને લીધે રાજયની જેલોમાં કેદીઓનું ભારણ ઘટશે.
રાજયના ગાૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતની લાજપોર ખાતે નવી બંધાયેલ સેનટ્રલ જેલનું કામ પુરું થઇ ગયું છે અને તે કદાચ રાજયની પ્રથમ જેલ હશે જેમાં એકદમ આદ્યનિક ઇલેકટ્રોનિક સર્વેલન્સથી માંડીને સુરક્ષા જળવાઇ રહે તે માટેના સયંત્રો ગોઠવાયેલા છે.
ગાહ વિભાગમાં જેલોની સુધારણા અને આધુનિકીકરણની જવાબદારી સંભાળતા અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૮૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સુરતની લાજપોર જેલમાં હવે ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરવામાં આવ્યા છે.
સુરત શહેરની મધ્યમાં આવેલી જૂની ડિસ્ટ્રીકટ જેલમાં ૬૦૦ થી ૭૦૦ કેદીઓ રખાતાં હતાં, પરંતુ શહેરની બહાર લાજપુર ખાતે નવી બંધાયેલ જેલ કે જે હવે સૂરત સેન્ટ્રલ જેલ તરીકે ઓળખાશે તેમાં ૨૫૦૦ થી વધુ કેદીઓ મોકળાશથી રહી શકશે.
ગાૃહ વિભાગના સચિવ અને જેલોના ડીજીપી વગેરેએ તાજેતરમાં નવી બનેલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલનીમુલાકાત લીધી હતી, તેઓના જણાવ્યા અનુસાર જેલની સુવિધાઓને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે. અને લગભગ એક-બે માસમાં જૂની જેલના કેદીઓને નવી જેલમાં શિફટ કરાશે અને આમ થતાં રાજયની
જેલોમાં કેદીઓની ક્ષમતા ઊપરાંતના ભરાવાનો અંત આવશે અને કદાચ દેશભરમાં જેલો જયારે ઓવર ક્રાઊડેડ છે ત્યારે ગુજરાતમાં એ પ્રશ્નનો અંત આવશે.
No comments:
Post a Comment