Thursday, April 26, 2012

રેલવે દ્વારા ટૂંક સમયમાં વેબપોર્ટલ શરૂ કરવામાં આવશે



સીએજીની મંજૂરી મળતા પોર્ટલ શરૂ કરાશે જેનાથી ઇ ટિકિટ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ મુસાફરો લઇ શકશે

રેલવે મુસાફરો ટૂંક સમયમા ંજ રેલવેના નવા વેબપોર્ટલથી ઇ-ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ લઇ શકશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે દ્વારા વેબપોર્ટલથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધા શરૂ કરાશે.

રેલવેએ નવું વેબ પોર્ટલ તૈયાર કરી લીધું છે. આ પોર્ટલ માટે હાલમાં સીએજીની મંજૂરી લેવાની બાકી છે. મંજૂરી મળતા જ મુસાફરો માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ પોર્ટલ પરથી ટિકિટ સિવાય રેલવે અંગેની તમામ માહિતીઓ મુસાફરોને મળી શકશે.

શરૂઆતમાં વેબ પોર્ટલ પરથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટગની સુવિધા શરૂ કરાશે. ત્યાર બાદ રિટાયરગ રૂમ અને કલોક રૂમનું બુકગ રેલવેની સંબંધિત તમામ કાર્યો આ પોર્ટલ ઊપર ઊપલબ્ધ થઇ શકશે.

હાલ ટિકિટગ બુકગ માટે લાંબી-લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે તો વળી ઘણી વાર તો ટિકિટ બુક પણ થઇ શકતી નથી. વેબપોર્ટલથી ઇટિકિટગ અને મોબાઇલ ટિકિટગ મેળવવી સહેલી રહેશે. આ સુવિધા મુસાફરો માટે ઘણી લાભદાયી નીવડશે.

Thursday, April 19, 2012

શિક્ષણ વિભાગની કડક તાકીદ છતાં ખાનગી શાળાઓએ ફીમાંવધારો કર્યો

ગત વર્ષે ૨૦૧૦માં દસ સ્કૂલોના ફી વધારા સામે વાલીઓએ ઊગ્ર આંદોલન કર્યા હતા.

શહેરના ઘાટલોડિયા અને નવરંગપુરાની સ્કૂલોમાં થયેલા ફી વધારાના કારણે વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને ગયો અને વિરોધ પ્રદર્શનો થયા હતા. ગત વર્ષે ૧૦ સ્કૂલો એવી હતી કે જેના ફી વધારાના વિરોધમાં વાલીઓએ પ્રદર્શન કર્યા હતા.

પણ જયારે પ્રશ્ન એ ઉઠે છે કે ખાનગી શાળાઓ પોતાને મરજી આવે ત્યારે ફી વધારો કરે અને વાલીઓના ખિસ્સા ખંખેરી ?

ઊલ્લેખનીય છે કે ખાનગી શાળાઓના નામે રાજયમાં એજયુકેશન માફિયાઓનો ઊદય થયો છે સરકાર પાસે એવી કોઇ ચોક્કસ નીતિ નથી કે ખાનગી શાળાઓમાં ફી વધારો રોકવા કોઇ લશ્કરી વ્યવસ્થા પણ નથી. થોડાક સમય અગાઊ સરકારી જે શાળા દ્વારા ફી વધારે લેવાશે તેની સામે પગલાં લેવાની વાત થઇ હતી પરંતુ બાબુઓને માલ મળે છે.

વાલીઓના ખિસ્સા ખંખેરાય છે. આ બધું થાય છે ગુણવત્તાસભર શિક્ષણ આપવાના નામે ? શહેરના ઘાટલોડિયા
વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલઅને નવરંગપુરાની એસ.એચ. ખારાવાલા સ્કૂલમાં એકાએક કરાયેલા ફી વધારાના કારણે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો જેથી વાલીઓએ ધરણા, પ્રદર્શનો અને સૂત્રોચ્ચાર કરીનેરોષ વ્યકત કર્યો પણ કોઇ ફરક પડશે ખરો ? ગત વર્ષે શહેરની દસ સ્કૂલોમાં ફી વધારો ઝકવામાં આવ્યો. જેમાં વિરોધ થયો પણ આખરે વાલીઓના વિરોધ વચ્ચે પણ ફી વધારો થયો. સરકારે એવી વ્યવસ્થા ઉભી
કરી છે કે જેમાં શિક્ષણ માફિયાઓ ઉભા થયા છે. એક ટ્રસ્ટ કે વ્યકિતના નેજા હેઠળ ૧૦ થી ૧૫ સ્કૂલો, કોલેજો હોય. તમારા બાળકને ગુણવત્તા સભર શિક્ષણ મેળવવું હોય તો બંધારણીય અધિકાર છે પણ આ અધિકાર મેળવવો હોય તો માત્ર રૂપિયા હોવા તે લાયકાત બની ગઇ છે.

ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવતું નથી કે મળતું નથી.સરકારે ખાનગી શાળાઓને બેફામ મંજૂરી આપે છે પણ તેમની કંટ્રોલ કરવાની તાકાત સરકારની મળી નથી. ચૂંટણીના ફંડગથી લઇને નેતાઓની ભાગીદારી સુધી હવે તમામને માત્ર શિક્ષણના નામે રૂપિયા કમાવવાનો કિમિયો મળી ગયો છે ત્યારે વાલીઓના ખાસ ઊગ્ર પ્રદર્શનો થશે પણ ફી વધારો ન થાય તે માટે સરકારે વ્યવસ્થા ઉભી કરવી પડશે.

Monday, April 16, 2012

Gujarat University 2012 - સંલગ્ન ૧૨૦ કોલેજો અધ્યાપકકે ઈન્ચાર્જ પ્રિન્સિપાલથી ચાલે છે

લોકલ ઈન્કવાયરી કમિટિના અહેવાલ બાદ પણ કોલેજોમાં પ્રિન્સિપાલ મૂકવામાં આવતાં નથી.

ગુજરાત યુનિર્વિસટી સાથે જોડાયેલી ૨૫૦ જેટલી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ કોલેજો પૈકી ૫૦ ટકા જેટલી કોલેજો છેલ્લા ચાર વર્ષથી પ્રિન્સિપાલ વગર જ ચાલે છે. આશ્ચર્યની વાત તો એ છે કે નિયમ પ્રમાણે દર વર્ષે આ કોલેજોની તપાસ માટે એલઆઇસી મોકલવામાં આવે છે. તેના અહેવાલમાં પ્રિન્સિપાલ ન હોવાનો ઊલ્લેખ કરવામાં આવતો હોવાછતાં આજસુધી એકપણ કોલેજને નોટિસ સુદ્ધાં આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિર્વિસટી સાથે જોડાયેલી ૨૫૦ જેટલી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ કોલેજોમાં પૂરતો
સ્ટાફ છે કે નહિ તેની પૂરતી ચકાસણી કરવામાં આવતી હોય છે. સ્વનિર્ભર કોલેજોની મંજૂરી સમયે જ પૂરતો સ્ટાફ રાખવો તેવી સ્પષ્ટતા અને તાકીદ કરવામાં આવતી હોય છે. જો કે આમ છતાં ૧૨૦ જેટલી કોલેજોમાં આજસુધી કાયમી પ્રિન્સિપાલની નિમણૂક જ કરવામાં આવી નથી. સામાન્ય રીતે યુનિર્વિસટી દ્વારા દર વર્ષે કોલેજોની ચકાસણી કરવામાં આવતી હોય છે.

કોલેજોમાં એલઆઇસી એટલે કે લોકલ ઈન્કવાયરી કમિટિઓ પણ મોકલવામાં આવે છે. આ કમિટિ દ્વારા પોતાનો અહેવાલ યુનિર્વિસટીને સુપરત કરવાનો રહે છે. જેમાં કેટલીક કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ નથી. તેનો ઊલ્લેખ પણ થતો હોય છે. આમ છતાં આજસુધી એકપણ કોલેજોને કાયમી પ્રિન્સિપાલની નિમણૂક કરવા માટે યુનિર્વિસટી દ્વારા નોટિસ સુદ્ધાં આપવામાં આવી નથી. કુલ ૨૫૦ જેટલી કોલેજોમાંથી ૧૩૦ જેટલી કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલની નિમણૂક છે. જયારે બાકીની ૧૨૦ કોલેજો હજુપણ પ્રિન્સિપાલ વિના અથવા તો દરેક અધ્યાપકને
ઈન્ચાર્જ પ્રિન્સિપાલનો હવાલો આપીને ચલાવવામાં આવે છે.

Friday, April 13, 2012

રેલવે સ્ટેશન પર મળતીચાની ચૂસ્કી માઘી થશે નાસ્તાના ભાવ પણ વધશે

હાલ સામાન્ય ભાવ વધારો કરાશ

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા ભોજનની ગુણવત્તા વિશે અનેક ફરિયાદો થતી હતી જેના પગલે રેલવે સત્તાવાળાઓએ આ વહીવટ પોતાના હસ્તક લેવો પડ્યો હતો. પરંતુ ખાદ્ય ચીજ વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવ્યો નહતો પરંતુ હવે માઘવારીના કારણે થઇને ચા અને અન્ય ચીજવસ્તુના ભાવમાં વધારો કરવામાં આવશે. હાલના તબક્કે ચા, કોફી, સમોસા, ભજીયા, સેન્ડવિચ, બફવડા જેવી ચીજવસ્તુમાં સામાન્ય ભાવ વધારો કરવામાં આવશે.

રેલવે સ્ટેશન પર મળતી ખાણી-પીણીની ચીજ વસ્તુમાં ભાવ વધારો થવાની શકયતા છે. ટૂંક સમયમાં રેલવે સ્ટેશન પર મળતી ચાથી લઇને સમોસા, ભજીયા સુધી દરેક ખાણીપીણીના ભાવમાં વધારો થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પર ખાદ્ય પદાર્થો વેચવાની જવાબદારી પહેલા આઇઆરટીસી પાસે હતી પરંતુ હવે આ જવાબદારી રેલવે સત્તાવાળા પાસે છે. આરટીસી જયારે ખાદ્ય પદાર્થોની જવાબદારી સંભાળતા હતા ત્યારે ભોજનની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો મળતી હતી. જેથી આ સત્તા હવે રેલવે વિભાગે પોતાના હસ્તક કરી છે. પરંતુ હજુ સુધી ખાણી-પીણીની ચીજ વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે વધતી માઘવારીના કારણે રેલવે વિભાગ દ્વારા ખાણી પીણીની ચીજવસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવશે.

ચાના એક કપના ૩ થી ૪ રૂપિયા અને સમોસા, ભજિયા સેન્ડવિચ, બટાકાવડા જેવી વસ્તુમાં બે થી ત્રણ રૂપિયાનો વધારો થવાની શકયતા છે. આમ હવે રેલવે સ્ટેશન પર મળતી ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારો થતા મુસાફરો માટે ચાની ચૂસકી અને નાસ્તાની મજા બગડશે.

Wednesday, April 11, 2012

Ahmedabad Kalupur Railway Station 2012 - લિફટ બંધ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં

લાંબા સમયથી લિફટ બંધ રહેતા અશકત મુસાફરોની સાથે માલ સામાનની હેરફેર કરવામાં પણ મુશ્કેલી પડે છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર છેલ્લાં ઘણા સમયથી લિફટ બંધ થઇ ગઇ છે. જેના કારણે અશકત મુસાફરોને અને માલ-સામાનની હેરફેર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી લિફટ બંધ થવા છતાં તંત્ર દ્વારા રીપેર કરાવવામાં આવતી નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલુપુર રેલેવસ્ટેશન પ્લેટ ફોર્મ નંબર એક પર જે મુસાફરો અશકત છે અને જે
સીડી ચડી જઇ શકતા નથી તેમના માટે લિફટની વ્યવસ્થા છે. પરંતુ આ લિફટ લાંબા સમયથી બંધ છે. જેના કારણે મુસાફરોનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને સાંજના સમયે લાંબા અંતરની ટ્રેનોમાં જવાનું હોય ત્યારે વધારે સામાન સાથે જવાનું ઉંમર લાયક મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરે છે. તો વળી બીજી બાજુ રેલવેમાં અન્ય માલસામાનની હેરફેર માટે પણ આ લિફટનો ઊપયોગ કરાતો હોય છે. પરંતુ લિફટ બંધ થવાથી માલ-સામાનની હેરફેર કરવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. પણ લાંબા સમયથી લિફટ બંધ થઇ ગઇ હોવાછતાં કોઇ જ પગલાં લેવાતા નથી.

લિફટબંધ થવાની માત્ર મુસાફરોને જ નહ પરંતુ રેલવે કર્મચારીઓને કુલીઓ અને અન્ય લોકોને પણ મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. આ સંદર્ભે રેલવે વિભાગમાં રજૂઆત કરાઇ છે. પરંતુ હજુ સુધી કોઇ જ પગલાં લેવાતા નથી. સ્થાનિક કારીગરોએ તો લિફટ રીપેર કરવાના પણ પ્રયત્ન કર્યા પરંતુ લિફટ થોડી ચાલે અને બંધ થઇ જાય છે.આ લિફટ તત્કાલ રીપેર થાય તે જરૂરી છે.