Thursday, March 31, 2011

Gujarat State Education Board - ૬ એપ્રિલનારોજ પરીક્ષાઓનો પ્રારંભ

પ્રાથમિક,માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિકમાં તા.૬એપ્રિલના રોજ પરીક્ષાઓનો પ્રારંભ થશ.

૨૦ એપ્રિલે પરીક્ષા પૂર્ણ થશે અને ૧૩ જૂન સુધી ઊનાળુ વેકેશન ચાલશે. રાજયની કુલ ૧૧૦૦૦ શાળાઓમાં પરીક્ષા લેવાશે.

રાજયની પ્રાથમિક માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી ૬ એપ્રિલથી ર્વાિષક પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. જયારે પરીક્ષા પૂરી થયા બાદ શરૂ થતું ઊનાળુ વેકેશન ૧૩ જૂન સુધી રહેશે અને નવા શૈક્ષણિક સત્રનો ૧પમી જૂનથી પ્રારંભ થશે ત્યારે ચાલુ વર્ષે શાળાઓમાં ધો.૧૧માં છેલ્લા ૩ મહિનાથી વિદ્યાર્થીઓની સંખ્યા ટ્યૂશનના કારણે ખૂબ જ ઓછી જોવા મળતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષા હજુ બે દિવસ થયા છે પૂર્ણ થયે ત્યારે એક રીતે ધો-૧૦ અને ધો-૧૨ના ઊનાળુ વેકેશનની શરૂઆત થઇ ગઇ છે.

ત્યારે બોર્ડનું પરિણામ આવ્યા બાદ તુરત જ વિદ્યાર્થીઓએ પોતાની મનગમતી કોલેજોમાં અને મનગમતા ફિલ્ડમાં એડમિશન લેવા માટે દોડમદોડ કરવું પડે છે.

આથી બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થવાથી પરિણામ આવે ત્યાં સુધીનું ઊનાળુ વેકેશન મળતું હોય છે. જયારે રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શાળઓમાં આગામી તારીખ ૬ એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થશે જેમાં રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક મળી ૧૧૦૦૦ શાળાઓમાં આગામી ૬ એપ્રિલથી ર્વાિષક પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.

આ પરીક્ષા ૨૦મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારે પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને શાળાઓ તરફથી એસાઇમેન્ટ પણ આપવામાંઆવ્યા છે. જેના આધારે ર્વાિષક પરીક્ષાના પેપરો કાઢવામાં આવશે. હાઇ મોટા ભાગની શાળાઓમાં કોર્સના રિવિઝન પણ ચાલી રહ્યા છે.

Gujarat State News 2011 - પાંચવર્ષથીઓછીવયના ૪૦ટકાબાળકો કુપોષણનો શિકાર

 તબીબી સારવાર, અઠવાડિયામાં બે દિવસ દૂધ, ફળ કુપોષિત બાળકોને આપવામાં આવે છ.

રાજયમાં પાંચ વર્ષથી ઓછી  ઊંમરના બાળકોની કુલ સંખ્યા કરતા ૪૦ ટકા બાળકો કુપોષણથી ગ્રસ્ત છે. રાજય સરકાર દ્વારા કુપોષિત બાળકોની પરિસ્થિતિ સુધારવા કેટલાક આવશ્યક પગલા ભરી પરિસ્થિતિમાં સુધાર લાવી કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવાનું સફળ આયોજન હાથ ધર્યું છે.

રાજયમાં કુપોષિત બાળકોની તંદુરસ્તી માટે રાજય સરકારના આયોજન અંગેનો પ્રશ્ન ગાહમાં ઊમરેઠના ધારાસભ્ય લાલસહ વડોદિયાએ પૂછતાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું કે, રાજયમાં પ વર્ષથી ઓછી ઊંમરના બાળકોની કુલ સંખ્યા કરતાં ૪૦ ટકા બાળકોમાં કુપોષિત હોવાનું સર્વે દરમ્યાન
જાણવા મળતા રાજય સરકાર દ્વારા આવા કુપોષિત બાળકોની પરિસ્થિતિ સુધારવા આયોજન બદ્ધ પગલાં ભર્યા છે.

વધુમાં જણાવતા મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને કહ્યું હતું કે, રાજયભરની શાળાઓમાં બાળકોને બાળભોગ આપવામાં આવે છે. જયારે ટ્રાયબલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં બે દિવસ બાળક દીઠ ૧૦૦ મિ,લી. દૂધ આપવામાં આવે છે. તેની સાથે સાથે અન્નપ્રાશ દિવસની ઊજવણી કરવામાં આવે છે. ઋતુ અનુસાર, સ્થાનિક કક્ષાએ ઊપલબ્ધ થતા હોય તેવા ફળો અઠવાડિયામાં બે દિવસ બાળકોને આપવામાં આવે છે.

જયારે અતિકુપોષિત બાળકોને બાવન સિડીએનસી સેન્ટર દ્વારા તબીબી સારવાર અને જરૂરિયાત મુજબનું પોષણ પુરુ પાડવામાં આવે છે. જરૂરી દવા તથા ટોનિક પણ પૂરા પાડવામાં આવે છે. તેવી જ રીતે ફોર્ટીફાઈડ લોટમાંથી ગરમ ગરમ નાસ્તો બનાવીને આપવામાં આવે છે. આ તમામ કાર્ય પાછળ સતત મોનિટરગ પણ કરવામાં આવે છે. તેવુ મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું.

Gujarati Summer Fashion Trends - યુવતીઓ ઓર્ડર આપી બનાવડાવે છે હાથોનામોજા

કોલેજીયન યુવતીઓ અલગ-અલગ કલરના ડ્રેસ પર મેચગ મોજા પહેરવા માટે ઓર્ડર આપીને બનાવડાવે છે. આ માટે તેઓ પાંચથી સાત યુવતીઓ ભેગી મળીને મોજાનો ઓર્ડર આપે છે. એક મોજાની જોડી તેમને ૫૦ થી ૬૦માં પડે છે પરંતુ મનપસંદ કલર મળતા યુવતીઓ પૈસા ખર્ચી નાંખે છે.

ઊનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો નિતનવા નુસખાઓ અપનાવે છે. ઊનાળામાં હાથોના રક્ષણ માટે વપરાતા મોજાની માંગ હવે ધીમે-ધીમે વધી છે તો સાથે તેમાં ભાવ અને વેરાયટી પણ નવી આવી છે. ગરમીથી હાથોના રક્ષણ માટે છેલ્લા ઘણા વર્ષોથી હાથમોજાનો ઊપયોગ થાય છે.

૨૦ થી ૩૦ રૂપિયામાં  મળતા મોજાનો ભાવ આજે ૬૦ થી ૧૦૦ રૂપિયાનો થઇ ગયો છે. તેમાં પણ અલગ-અલગ કલર અને વેરાયટી જોવા મળે છે.

આ સંદર્ભે વાત કરતાં લાલ દરવાજા વિસ્તારના વેપારી ગુંજનભાઇ શેઠે જણાવ્યું હતું કે પહેલા હાથમોજાની માંગ એટલી બધી ન હતી. પરંતુ હવે ગરમીથી રક્ષણ મેળવવા માટે બાળકોથી લઇ દરેક વર્ગના લોકો હાથમોઝાનો ઊપયોગ કરે છે. આ વખતે તો મોજાના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે.

ગતવર્ષે ૪૦ રૂપિયામાં મળતા મોજા આ વર્ષે ૬૦ રૂપિયા ભાવ થઇ ગયા છે. જયારે કુલ મોજાનો ભાવ તો ૭૦ થી ૧૦૦ પણ લેવાય છે. વધુમા તેમને જણાવ્યું હતું કે પહેલા માત્ર ક્રીમ અને સફેદ કલરના જ મોજા મળતા હતા પરંતુ હવે તો બ્લેક, રેડ, મરૂન, વ્હાઇટ જેવા કલરોના મોજા પણ મળે છે. પરંતુ આ મોઝા દુકાનોમાં જ વેચાય છે. પહેલા માત્ર હાફ એટલે કે અડધા મોજા મળતા હતા જે ૧૫ થી ૨૦ રૂપિયામાં મળતા હતા પરંતુ હવે પાણિયા અને ફુલ મોજાની ડિમાન્ડ વધુ છે. તેમાં પણ સાદા અને સિલાઇ વાળા બે પ્રકારના મોજા આવે છે. સિલાઇ વાળા મોજાનો ભાવ વધારે હોય છે.

Gujarat Buttermilk Health Benefits - છાશની ડિમાન્ડ વધી

દેશ માટે અમત ગણાતી અને ઊનાળામાં હૈયાને હાશ પહાચાડતી ‘છાશ’...આજે પણ લોકપ્રિય.

ઊનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીમાં હૈયાને હાશ પહાચાડતી છાશનું માર્કેટ ગરમાગરમ થઇ ગયું છે.

પહેલા માત્ર પીવા ખાતર છાસ પીનારો વર્ગનું હવે છાશ કાયમી પીણુ થઇ ગયું છે. પહેલા ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો કોલ્ડિ્રકસ તરફ જતા હવે દેશી છાશે કોલ્ડિ્રકસને પછાડીને ગુજજુઓ પર પોતાનો ઠાઠ
જમાવી દીધો છે.

જેના પગલે તેના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. સામાન્ય રીતે બ્રાન્ડેડ કંપનીની છાશને પેકગમાં જ આવે છે જે ૬ કે ૮ રૂપિયાની મળતી હતી તે છાશની થેલીના ભાવ આજે ૭ અને ૧૨ સુધી પહાચી ગયા છે.

પેકગ એજ પરંતુ ભાવ વધી ગયા. જયારે બીજી બાજુ જયાં ત્યાં છાશની લારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યાં પણ પાંચ રૂપિયાના ગ્લાસનો ભાવ ૧૦ રૂપિયા થઇ ગયા છે.

એટલું જ નહ મસાલાવાળી છાસ ના ભાવતો ૧૨ રૂપિયા પણ લેવાય છે જો કે છાશ પીનારો વર્ગ રૂપિયા ખર્ચી પણ નાખે છે.

પરંતુ હવે છાશની ભાવ વધવાની સાથે-સાથે તેમાં વેરાયટી પણ આવી છે પહેલા માત્ર મસાલાવાળી છાશ મળતી હતી. જેમાં જીરૂ અને મીઠું નંખાતુ હતું પરંતુ હવે તેની સાથે-સાથે છાશમાં નવીનતા આવી છે જીરૂની સાથે હવે વરીયાળી વાળી છાશ, ફુદીના વાળી છાશ જેવી અનેક વેરાયટી બજારમાં આવી છે જેના ભાવમાં પણ વધારો થયો છે.

છેલ્લાં ત્રણ ચાર વર્ષથી છાશનું બજાર ગરમ બન્યું છે. તેમાં પણ આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં છાશનો ભાવ પણ વધ્યો છે. તો સાથે-સાથે ઊનાળાની શરૂઆત થતા જ છાશ પીનારા વર્ગમાં પણ વધારો જોવા મળ્યો છે.

આ સંદર્ભે વાત કરતાં છાશની લારી લઇને મણિનગર ઉભા રહેતા વેલજીભાઇ શેઠે જણાવ્યું હતું કે હું પહેલા સેટેલાઇટ, સીજીરોડ બાજુ લારી લઇને ઉભો રહેતો પરંતુ હવે મારા વિસ્તારમાં પણ છાશનું વેચાણ ખૂબ જ થાય છે.

સવારે ૮ થી બપોરે ૫ વાગ્યા સુધી મારી કમાણી ખૂબજ રહે છે. ગત વર્ષે જે ગ્લાસ હું ૬ રૂપિયામાં આપતો હતો તે જ ગ્લાસ ભાવ મ દસ રૂપિયા કરી નાંખ્યા છે. જો કે દરેક વસ્તુમાં ભાવ વધતા ભાવ તો વધારવો જ પડે જોકે આથી અસર મારા ધંધાપર નથી થઇ ગત વર્ષે કરતા આ વર્ષે તો શરૂઆતથી જ લોકો છાશ પીવા આવી રહ્યા છે.

એમાં પણ બપોરના સમયે તો  રીતસર ભીડ જામે છે. સ્વાસ્થને હાની પહાચાડતું વિદેશી પીણું ભૂલી લોકો હવે દેશી પીણા તરફ વળ્યા છે.

ગત વર્ષે છાશનો એક ગ્લાસ ૫ રૂપિયામાં મળતો હતો તેના ભાવ દસ રૂપિયા થયો અને બ્રાન્ડેડ કંપનીની છાશની થેલી ૭ થી ૧૨ રૂપિયાથી આ વર્ષે છાશમાં પણ વેરાયટી, મસાલા છાસની જેમ વરિયાળી છાશ અને ફુદીના છાશની બોલબાલા.

Gujarat State News - તમામ ૨૫ જિલ્લા તિજોરી કચેરીઓનું કોમ્પ્યૂટરાઇઝેશન

સાઇબર ટ્રેઝરી દ્વારા રાજયના કરવેરા ઓનલાઇન જમા કરાવી શકાશે.

રાજયના તમામ ક્ષેત્રનેકોમ્પ્યૂટર કનેકિટવિટીથીજોડવાના અભિગમ અંતર્ગતરાજયની તમામ ૨૫ જિલ્લા તિજોરી કચેરીઓનુંકોમ્પ્યૂટરાઇઝેશન કરવામાં આવ્યુંછે.

તાજેતરમાં ૧, ફેબ્રુઆરી ૨૦૧૧થી તાપી જિલ્લા તિજોરી કચેરી શરૂ કરવામાં આવી છે તેને પણ કોમ્પ્યૂટરાઇઝેશનથી સજજ કરવામાં આવી છે. જિલ્લા તિજોરી કચેરીના કોમ્પ્યૂટરાઇઝેશન અંગે ગાહમાં ડાંગ-વાંસદાના ધારાસભ્ય વિજય પટેલે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા નાણાપ્રધાન વજુભાઇ વાળાએ કહ્યું હતું કે,

ઈ-ધારા અંતર્ગત રાજયની તમામ જિલ્લા તિજોરી કચેરીઓનું કોમ્પ્યૂટરાઇઝેશન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવતા નાણાપ્રધાને કહ્યું કે કોમ્પ્યૂટરાઇઝેશનથી રાજયની નાણાકીય સ્થિતિની પ્રત્યેક સમયની જાણકારી,
નાણાકીય હિસાબોની અસરકારક નિભાવણી, રાજયના ભંડોળની અસરકારક વ્યવસ્થા તથા સુયોગ્ય નાણાકીય શિસ્ત, ઓનલાઇન ગ્રાન્ટ ફાળવણી તેમજ ખર્ચનું મોનિટરગ થઇ શકે છે.

આ ઊપરાંત સાઇબર ટ્રેઝરી દ્વારા રાજયના કરવેરા ઓનલાઇન જમા કરાવવાની વ્યવસ્થા કરી શકાશે તેવું નાણાપ્રધાને તેમના જવાબમાં જણાવ્યું હતું.

Vadodara News - લક્ષ્મીવિલાસ પેલેસને હેરિટેઝ હોટલમાં ફેરવવા વિચારણા

 વડોદરાના સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી વિલાસ પૅલેસનું બાંધકામ ૧૮૭૮માં થયું હતું.

વડોદરાના શ્રીમંત રણજિતસહ ગાયકવાડનો પરિવાર હવે એમનાં રજવાડી લક્ષ્મી વિલાસ પૅલેસમાં લાંબો
સમય નહ રહે.

આ પૅલેસને હેરિટેઝ હોટલમાં ફેરવવામાં આવનાર હોઇ બરોડા સ્ટેટના
રાજવંશના વારસોનું હવે સરનામું બદલાશે.

ગુજરાતમાં ગાયકવાડોની સ્થિતિ મજબૂત બનતા અને અંગ્રેજી શાસનને લીધે સુરક્ષા પ્રાપ્ત થતા મહારાજા
સયાજીરાવે લક્ષ્મી નિવાસ પૅલેસનું નિર્માણ કરવાનું વિચાર્યું હતું. સન ૧૮૭૮માં લક્ષ્મી પૅલેસનું બાંધકામ શરૂ
કરાયું હતું અને તેને બાંધવામાં પૂરા ૧૨ વર્ષ લાગ્યા હતા.

પૅલેસની ડિઝાઇનની કામગીરી ઈજનેર મેજર ચાર્લ્સ માન્ટને સાપાઇ હતી. જેમણે કોલ્હાપુર અને હરભંગા પૅલેસની ડિઝાઇન પણ કરી હતી.

ભારતમાં કદાચ આ એકમાત્ર એવો પૅલેસ છે જે ઈન્ડો આર્સેનિક પદ્ધતિથી એટલે કે હિન્દુ-આર્સેનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે.

સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી વિલાસ પૅલેસ વડોદરાની ઓળખ છે.ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી
વિલાસ પૅલેસ વાસ્તુ કે સ્થાપત્ય કલાની દૃષ્ટિએ અવિસ્મરણિય છે. એક સમયે લક્ષ્મી વિલાસ પૅલેસમાંથી સમગ્ર વડોદરા નગરીનો વહીવટ થતો હતો. દેશના ૫૬૫ રજવાડાઓના પૅલેસમાંનો લક્ષ્મી વિલાસ પૅલેસ ગુજરાતની ર્સ્વિણમ અસ્મિતાનો અડીખમ આલેખ છે. મહારાજા સયાજીરાવે એકત્ર કરેલા દેશ-વિદેશના કમતી નમૂનાઓ, રાજા રવિવર્માના પેઇન્ટગ્સ અને મહારાજાએ પોતાના બાળકો માટે બનાવેલી ટ્રોયટ્રેનને
ફતેહસહ મ્યુઝિયમ બનાવીને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે.

પૅલેસનું પ્રાણીસંગ્રહાલય, શસ્ત્રાગર, મ્યુઝિયમ, દરબાર હોલને વર્ષોથી લોકોએ નિહાળ્યા છે. પૅલેસની વિશેષતામાં અંતપુરમાં આવેલો ખુલ્લો ચોક, પ્રથમફલોરની ઊત્તરમાં લાકડાની કોતરણીવાળી ગેલેરી સ્થાપત્ય કલાનો નમૂનો છે.

આ પૅલેસમાં કુલ ૧૫૦ ઓરડાઓ છે પહેલા આ પૅલેસ ૭૦૦ એકરમાં ફેલાયેલો હતો પરંતુ રોડ-રસ્તાઓ બનવાના કારણે હવે ૫૦૦ એકરનો રહ્યો છે. પહેલા આ પૅલેસની  દેખભાળમાં તે ૩૦૦ મજૂરો કામ કરે છે.

આ પૅલેસને હવે હેરિટેઝ હોટલનું રૂપ આપવા રણજિતસહે ગાયકવાડે વિચાર્યું છે.

Wednesday, March 30, 2011

Ahmedabad Railway Station - કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વેશન સેન્ટરમાં કરંટ ટિકિટમાટે કાઊન્ટર

ઊનાળા વેકેશનમાં મુસાફરોના ઘસારાને પ્રશ્નો વાળવા અનેક વિશેષ ટ્રેનો શરૂ કરાઇ છે ત્યારે કાલુપુર રેલવે
સ્ટેશન પર કરંટ ટિકિટ બુકગ માટે મુસાફરોને ખાસો ઘસારો રહેતો હતો.

જેથી રેલવે તંત્ર દ્વારા રીઝર્વેશન વિભાગ કરંટ ટિકિટ માટે ખાસ કાઊન્ટર આગામી ૧લી એપ્રિલથી શરૂ કરાશે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેકેશન દરમ્યાન રેલવેમાં મુસાફરોનો ઘસારો વધુ રહે છે. રજાઓની મજા માણવા માટે થઇને અત્યારથી  જ મુસાફરો રિઝર્વેશન કરાવે છે. ત્યારે કરંટ ટિકિટ માટે થઇને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુસર રેલવેતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છેય આ સંદર્ભે અમદાવાદ રેલવે મેનેજર અશોક ગરૂડે જણાવ્યું હતું. કે, હાલમાં જે કરંટ ટિકિટ કાલુપુર રેલવે સ્ટેશન પર મળે છે તે હવે રીઝર્વેશન વિભાગમાં મળશે.

આગામી ૧લી એપ્રીલથી રિઝર્વેશન વિભાગમાં ખાલી પડેલી જગ્યાનો ઊપયોગ કરી ૨૨ કાઊન્ટર કરંટ ટિકિટ માટે ઉભા કરાશે જયારે ૧૭ કાઊન્ટર રિઝર્વેશન માટે યથાવત રહેશે.

હાલમાં મુસાફરોને રેલવે સ્ટેશન ટિકિટ લેવા માટે ઉભા રહેવું પડે છે. જયાં લાંબીલાંબી કતારોથી મુસાફરોને હેરાન થાય છે. અને સમય પણ બગડે છે. જયારે આ સમસ્યા વેકેશન આવતા જ વધુ વિકટ બને છે દર વર્ષે મુસાફરોએ આ રીતે જ હેરાન થવું પડતું હતું. જેના કારણે રેલવે તંત્રએ રીઝર્વેશન ઓફિસની ખાલી પડેલી
જગ્યામાં કરંટ ટિકિટના કાઊન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

જેથી આગામી ૧લી એપ્રીલથી મુસાફરોએ કરંટ ટિકિટ માટે રિઝર્વેશન વિભાગમાં જવું પડશે.

૧લી એપ્રિલથી ૨૨ કાઊન્ટર શરૂ કરાશે જેનાથી મુસાફરો લાંબી કતારોમાંથી મુકત થશે. કરંટ ટિકિટ માટે રિઝર્વેશન સુધી લાંબા થવું પડશે.

મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવનાર કરંટ ટિકિટ કાઊન્ટર મુસાફરો માટે દુવિધા પણ બની જશે. કારણ કે, હાલમાં તો ટિકિટ લઇને તરત જ સ્ટેશનની અંદર એન્ટર થવાય છે.

જયારે રિઝર્વેશન વિભાગ રેલવે સ્ટેશનથી થોડોક દૂર હોવાથી મુસાફરો ટિકિટ લેવા દૂર જવું પડશે અને પછી સ્ટેશન પર આવશે તેમાં પણ જો
એકલ, દોકલ, કે ઉંમરલાયક મુસાફર હશે તે વધુ હેરાન થશે આમ સિક્કાની બીજી બાજુ અહ પણ થવા સ્પષ્ટ
દેખાય છે જ સુવિધાની પાછળ થોડી તકલીફ પડશે તેવું મુસાફરો માની રહ્યા છે.

Javed Habib Hair Styles 2011 - અમદાવાદમાં ફન્કીહેરસ્ટાઇલરજૂકરી

જાવેદ હબીબે અમદાવાદીઓને ટીપ્સ આપી, "વાળની માવજતની સામાન્ય પ્રક્રિયામાં દરરોજ વાળ ધોવા એ યોગ્ય છે."

અમદાવાદ શહેરના સેટેલાઇટ ખાતે આવેલા જાવેદ હબીબ હેર એન્ડ બ્યૂટીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન જાણીતા હેર અને બ્યૂટી એકસપર્ટ જાવેદ હબીબે અમદાવાદીઓને સ્વસ્થ વાળની ટીપ્સ આપી હતી અને ફન્કી હેર સ્ટાઇલ્સ રજૂ કરી હતી અને ખાસ તો ‘હેર યોગા’ જેવી એક નવી ટ્રીટમેન્ટ પણ રજૂ કરી હતી.

આટલું જ નહ પણ તેમણે ઊનાળામાં અમદાવાદીઓને વાળની સંભાળ કેવી રીતે રાખવી તે અંગે કેટલીક સલાહો પણ આપી હતી.

આ પ્રસંગે જાવેદ હબીબે જણાવ્યું હતું કે, આપણે ફેશન પ્રત્યે વધુ જાગાૃત થયા છીએ અને સુંદર દેખાવાનં હવે તો આપણા ઊપર સતત પ્રેશર રહેતું હોય છે ત્યારે આ માંગને પહાચી વળવા માટે તમારે તમારા વાળની સુંદરતા અને તબિયતને સૌ પ્રથમ ધ્યાનમાં લેવી પડે છે.

વાળની માવજત નાના બાળકને સાચવીએ એ રીતે કરવી પડતી હોય છે. એ માટેની સામાન્ય પ્રક્રિયામાં દરરોજ વાળ ધોવા એ યોગ્ય છે.

એ સિવાય હેર સ્ટાઇલગ ઇન્ડસ્ટ્રી વાળની માવજત માટે વિકલ્પો આપે છે.

Tuesday, March 29, 2011

Gujcet Exams - અન્ય રાજયનાકુલ ૬૩૬૪ વિદ્યાર્થીઓ જોડાશે

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ચાલુ વર્ષે લેવાનારા ગુજકેટની પરીક્ષામાં શિક્ષણ બોર્ડના ૮૫૩૨૮ વિદ્યાર્થીઓ ઊપરાંત અન્ય રાજયના ૨૯ શૈક્ષણિક બોર્ડના ૬૩૬૪ પરીક્ષાર્થીઓ જોડાશે.

અન્ય શૈક્ષણિક બોર્ડમાં સૌથી વધુ સીબીએસસીના વિદ્યાર્થીઓ વધુ છે. આ વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા પરીક્ષાની રસિદ મોકલવામાં આવી છે.

ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી ઈજનેરી, મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવે છે.

વર્ષ ૨૦૦૫થી શરૂ કરાયેલી આ પરીક્ષામાં શિક્ષણ બોર્ડ ઊપરાંત અન્ય રાજયોના શૈક્ષણિક બોર્ડના વિદ્યાર્થીઓ પણ ઊમેદવારી નાધાવી રહ્યા છે. અન્ય રાજયોના શૈક્ષણિક બોર્ડના વિદ્યાર્થીઓનો લગાવ ગુજકેટ પરીક્ષા પ્રત્યે વધ્યો છે તેમાં ચાલુ વર્ષે ગતવર્ષની સરખામણીમાં પરીક્ષાર્થીઓનો પણ વધારો થવા પામ્યો છે.

બોર્ડ ઊપરાંત અન્ય રાજયોના શૈક્ષણિક બોર્ડ ઊપરાંત આઠ વિદેશી વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ગુજકેટ-૨૦૧૧ની પરીક્ષા તા. ૭મી એપ્રિલના રોજ રાજયભરમાં એકસાથે યોજાશે.

બોર્ડના ૮૫૩૨૮ વિદ્યાર્થીઓએ ઊમેદવારી નાધાવી છે. જયારે અન્ય રાજયોમાં આવતા ૨૯ શૈક્ષણિક બોર્ડના
૬૩૬૪ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાની ઊમેદવારી નાધાવી છે. તેમાં બીએસઇબીપીના ૧૪, સીબીએસઇના ૫૦૪૩, સીઆઇએસસીઇના ૭૦૨, જીબીએસઇના ૧, કેબીપીયુઇના ૧૩, કેબીપીઇટીના ૧૧, એમએસએસઇબીની ૨૮૭, બીએસઇએમપીના ૨૩, સીએસએચઇના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Ahmedabad District News - વનમહોત્સવમાં રૂ. ૧૪૨ લાખના રોપાનું વાવેતર થય

જિલ્લામાં કુલ ૧૬૭ વનમહોત્સવ થયા તેમાં કુલ ૩૮૫૪૩ રોપાનું વાવેતર કરાયું. અમદાવાદ જિલ્લામાં વર્ષ
૨૦૧૦-૧૧માં યોજવામાં આવેલા કુલ ૧૬૭ વન મહોત્સવમાં ૩૮૫૪૩ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.


તેવી જ રીતે હરિયાળું અમદાવાદ ઝુંબેશ દરમિયાન શહેર અને ઔડા વિસ્તારમાં ૮.૫૫ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.

તે ઊપરાંત વન મહોત્સવ દરમિયાન જિલ્લામાં જુદી જુદી સંસ્થા તેમજ વ્યકિતઓએ રોપા ઊછેર માટે ૪૫.૩૦ લાખ રોપાનું વિતરણ કર્યું છે. તેની પાછળ કુલ રૂ. ૧૪૨.૨૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

જયારે અમદાવાદ જિલ્લામાં સામાજિક વનિકરણમાં ૧૨,૨૨,૩૩૮ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં રોપાનું વાવેતર કરવા અંગે માંડલના ધારાસભ્ય પ્રાગજીભાઇ પટેલ તથા બાવળાના ધારાસભ્ય કાંતિલાલ લકુમે પૂછેલા પ્રશ્નનો લેખિતમાં ઊત્તર આપતા વન પ્રધાન મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૧૬૭ વન મહોત્સવમાં ૩૮૫૪૩ રોપાઓનું તથા હરિયાળું અમદાવાદ ઝુંબેશ દરમિયાન ૮.૫૫ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

રોપાના વાવેતર પાછળ કુલ રૂ. ૧૪૨.૨૪ લાખનો ખર્ચ થવા પામ્યો હતો.જયારે સામાજિક વનિકરણ યોજનામાં અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૨૦૪.૩૧ હેકટર જમીનમાં ૧૨,૨૨,૩૩૮ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેવી માહિતી વનપ્રધાને આપી હતી.

Gujarat Summer Time - આઇસ્ક્રીમના ભાવ વધતાં

દૂધના ભાવમાં ૧૫ ટકા, ડ્રાઇફૂટમાં ૧૨ ટકાનો અને ચોકલેટના ભાવમાં ૨૫ ટકાનો વધારો થતાં આઇસ્ક્રીમના ભાવ વધારો કરાયા માઘવારીએ માઝા મૂકી છે ત્યાં હવે ગરમીમાં ઠંડક આપતા આઇસ્ક્રીમના ભાવમાં પણ ૫ થી ૧૨ ટકાનો વધારો થશે

જેથી હવે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા આઇસ્ક્રીમ ખાવામાં લોકોએ વિચાર કરવો પડશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિવિધ કંપનીઓએ આઇસ્ક્રીમના ભાવમાં ૫ થી ૧૨ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચામાલના ભાવમાં વધારો અને વધારાની એકસાઇઝ ડ્યૂટીના બોજાને કારણે કંપનીઓ ભાવ વધારી રહી છે.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમૂલ કે જે આઇસ્ક્રીમના બજારમાં ૪૦ ટકા હિસ્સેદારી ધરાવે છે તેણે મોટા પેકના ભાવમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો કર્યો છે.

વાડીલાલ ગ્રૂપ બીજી વખત એપ્રિલમાં ભાવ વધારો ચાલુ મહિનાએ ૭.૫ ટકાનો વધારો કર્યો છે.અમદાવાદ સ્થિત હેવમોર આઇસ્ક્રીમ પણ એપ્રિલની આસપાસ આઇસ્ક્રીમના ભાવમાં ૫ થી ૭ ટકાનો વધારો કરશે.

આ સંદર્ભે અમૂલના એમ.ડી. સોઢીના જણાવ્યા પ્રમાણે અમે છેલ્લાં ૧૦ દિવસમાં આઇસ્ક્રીમની કેટલીક ફેવરમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો કર્યો છે. કાચો માલ ૧૫ થી ૨૦ ટકા માઘા બનતા અમારે ભાવ વધારો કરવો પડ્યો છે. દૂધના ભાવમાં ૨૦નો અને ખાંડના ભાવમાં પણ તોતગ વધારો થતા વધારાનો બોજો પડ્યો છે.

જયારે હેવમોર આઇસ્ક્રીમના એમ.ડી. પ્રદીપ ચોનાના જણાવ્યા પ્રમાણે બજેટમાં આઇસ્ક્રીમને એકસાઇઝ ડ્યૂટીની જાળમાં લેવામાં આવ્યા છે. ૧ ટકાની ડ્યૂટી લાગશે.

તેનાથી બે કરોડનો બોજો પડશે. તેથઇ અમારે ભાવ વધારાની ફરજ પડશે. એપ્રિલમાં અમે ૫ થી ૭ ટકાનો ભાવ વધારો કરશું.

તો વાડીલાલના એમ.ડી. રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે અમે ૭.૫ ટકાનો વધારો કરી દીધો છે. આવતા મહિને ફરી પ ટકાનો ભાવ વધારો કરવામાં આવશે. દૂધના ભાવમાં ૧૫ ટકાનો, ડ્રાઇફૂટમાં ૧૨ ટકાનો અને ચોકલેટના ભાવમાં ૨૫ ટકાનો વધારો થતાં અમારે આઇસ્ક્રીમના ભાવ વધારવાની ફરજ પડી છે.

Saturday, March 26, 2011

Ahmedabad Samachar - ઔદ્યોગિકસુરક્ષાસંદર્ભે રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર તથાપ્રદર્શન

ગુજરાત સરકારના ગાહ વિભાગ દ્વારા તા. ૨૬-૨૭મી માર્ચ ૨૦૧૧ દરમિયાન ગુજરાત યુનિર્વિસટી કન્વેશન હોલ ડ્રાઇવઇન રોડ અમદાવાદ ખાતે બે દિવસનો ઔદ્યોગિક સુરક્ષા બાબતનો રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર અને પ્રદર્શન યોજવામાં આવશે.

આ પ્રદર્શનનું ઊદ્ઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે.

આ સેમિનાર અને પ્રદર્શનનું આયોજન ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને
સીઆઇઆઇના સહયોગથી યોજાનાર છે.

જે અંગે માહિતી આપતા કે. નિત્યાનંદને જણાવ્યું હતું કે આ સેમિનારનો મુખ્ય હેતુ રાજયની ઔદ્યોગિક ધંધાકીય તથા વાણિજયક પ્રવૃત્તિઓની સુરક્ષા સામે વિવિધ ક્ષેત્રોમાં જે ભયસ્થાનો ઉભા થયા છે તેની
સામે જરૂરી સુરક્ષા ઉભી કરવા તથા તે અંગેની જાગૃતિ કેળવવાનો છે !

આ પ્રદર્શન તા. ૨૬મી માર્ચ ૨૦૧૧ના બપોરે ૪ વાગ્યાથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે. જે રવિવાર રજાના દિવસે પણ ચાલુ રહેશે.

આ પ્રસંગે નિત્યાનંદને વધુમાં જણાવ્યું કે દેશના જાહેર તથા ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક ચેકડેમોમાંથી તેમજ
રાજયના ઊચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ સહિત આ સેમિનારમાં અંદાજે ૧૦૦૦ જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે.

પ્રદર્શનમાં સલામતીને લગતા ઊપકરણો સાધનોનું ઊત્પાદન કરતા ૫૦ થી ૬૦ ઊદ્યોગોના આગેવાનો ઊપસ્થિત રહેશે.

જયારે ગૃહવિભાગ હેઠળ કાર્યરત અન્ય વિભાગો જેવા કે ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા, નશાબંધી ખાતુ, જેલવિભાગ, પોલીસ આવાસ નિગમ, ગુજરાત ઔદ્યોગિક સલામતી રક્ષક દળ, શહેર પોલીસ વગેરે પણ તેઓની કામગીરી અને પ્રવાૃત્તિઓની માહિતી આપી નિદર્શન કરશે.

Friday, March 25, 2011

Ahmedabad Airport - દેશમાં બિઝીએસ્ટ એરપોર્ટ તરીકેઆઠમું સ્થાન

ભારતના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ માં બિઝીએસ્ટ એરપોર્ટ માં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું આઠમું સ્થાન ધરાવે છે.

જયારે કોચીન આ રેન્કગમાં એક ક્રમાંક આગળ આવ્યું છે. તાજેતરમાં સંસદમાં એક પૂછાયેલા પ્રશ્નમાં મંત્રીએ આ આંકડો આપ્યો હતો. હાલના તાજેતરના આંકડા મુજબ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ અને કોચીન બાદ અમદાવાદ આઠમાં સ્થાને છે.

જે સાતમા સ્થાને હતું તેથી એક ક્રમાંકનો ઘટાડો થયો છે. ગૌહાટી અને તિરૂવનાન્તપૂરમ્ એરપોર્ટ અમદાવાદ બાદ ડેટામાં નજીકમાં છે.

આ ડેટામાં લેન્ડગ, ટૅક આફ ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ જનરલ એવીએશન અને પ્રાઇવેટ ચાર્ટર્ડ ફલાઇટોનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી અરપોર્ટ એપ્રિલ ડિસેમ્બર ૨૦૧૦ સુધીમાં ૭૪૧ રોજની મૂવમેન્ટ્સ સાથે કાર્યરત છે.

જયારે મુંબઇ ૬૯૫, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ ૩૧૬, ૩૦૪, ૨૫૯ અને ૨૨૯ આશરે રોજની મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.

જયારે અમદાવાદ રોજની ૧૦૬ મૂવમેન્ટ્સમાં કાર્યરત છે. જે હૈદ્રાબાદ અને બૅંગ્લોર કરતાં અડધી મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.

જયારે અમદાવાદ કરતાં કોચીન ૧૧૨ મૂવમેન્ટ્સ સાથે આગળ છે.

અમદાવાદ એરપોર્ટ આજે એરરૂટ ઈન્ફર્મેશન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી સાથે કનેકિટવિટી સાથે અગ્રેસર છે.જયારે હૈદ્રાબાદ ડબલ અને બૅંગ્લોર એરપોર્ટ ત્રિપલ કાર્યરત અમદાવાદ એરપોર્ટ કરતાં છે કારણ કે ગુજરાતના મોટાભાગના લોકો મુસાફરી ટ્રેનમાં કરવા ઈચ્છે છે અને સાઊથ ગુજરાતથી મુંબઇનું અંતર નજીક હોવાથી બાય રોડ મુસાફરી થઇ શકે છે. બૅંગ્લોર હૈદ્રાબાદમાં આઇ.ટી. ઈન્ડસ્ટ્રીના લીધે વર્ષ દરમિયાન દરરોજ ઈન્ટરનેશનલ ટ્રાફિક એરપોર્ટ પર જોવા મળે છે.

Parimal Crossing Ahmedabad - અન્ડરબિ્રજનું કામ

છેલ્લાં લાંબા સમયથી પરિમલ ક્રોસગની જગ્યાએ અન્ડરબિ્રજ બનવાનું કામ અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ચાલી રહ્યું છે. અત્યારસુધી આ અન્ડરબિ્રજ ચાલુ થવાની તારીખની અનિશ્ચિતતા વચ્ચે હવે ૬ઠ્ઠી એપ્રિલ નક્કી થાય છે તેમ છે. આ અન્ડરબિ્રજની વિશેષતા એ છે કે આ બિ્રજમાં બંને સાઇડ ફૂટપાથ બનેલ છે અને તેને બંને સાઇડ ગ્રીલ નાંખેલ છે જેથી તે સોહામણો લાગી રહ્યો છે. આશા રાખીએ કે આ બિ્રજ વહેલો શરૂ થાય.

Mayanmar Earthquake 2011 - મ્યાંમારમાં ભૂકંપ તીવ્રતા ૬.૮

૬૦નાંમોત, ૯૦ઘાયલ

મ્યાંમાર થાઈલેન્ડમાં ગઈકાલે મોડી રાત્રે આવેલા ૬.૮ની તીવ્રતાવાળા શકિતશાળી ભૂકંપમાં ૬૦ના મોત અને ૯૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ તેમજ મોટી સંખ્યામાં મકાનો ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે.

શકિતશાળી ભૂકંપના કારણે શહેરને જોડતા જાહેરમાર્ગને નુકસાન થયું હોવાથી શહેરની આસપાસના શહેરોથી મુખ્ય શહેરોથી સંપર્ક વિહોણા થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મ્યાંમાર-થાઈલેન્ડની સરહદ ખાતે ગઈકાલે મોડી રાત્રે આવેલા ૬.૮ તીવ્રતાના ભૂકંપનો આચકો ૮૦૦ કિલોમીટર સુધી અનુભવાયો હતો.

આટલું જ નહિ, ભૂકંપનો આંચકો હનોઈ અને ચીનના કેટલાંક ભાગમાં અનુભવયો હતો. અમેરિકા ભૂકંપ સર્વેક્ષણ અનુસાર, ગુરુવારે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૮ રિકટરની હતી. મ્યાંમારના અધિકારીઓએ ભૂકંપ કેન્દ્ર નજીક તારલેય કસ્બામાં માત્યુઆંક વધવાની શકયતા સેવી છે.

જયારે શકિતશાળી ભૂકંપના પગલે ૧૦ પુરુષો, એક બાળક અને ૧૩ મહિલાઓના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું છે. આ ઊપરાંત,પાંચ બોદ્ધ સ્તૂપ અને ૫૫ ઈમારતો નષ્ટ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાચિલેઈકના તારલેય જિલ્લામાં ૨૦ લોકોને ઈજા થઈ છે.

ભૂકંપના કારણે શહેરને જોડતા જાહેરમાર્ગને ભારે નુકસાન થયુ હોવાના કારણે અનેક શહેર સંપર્ક વિહોણા થયા છે.

થાઈલેન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાચિલેઈક નજીક એક ૫૨ ર્વિષય મહિલાનુ મોત થયાનું સત્તાવાર રીતે જણાવ્યું છે.

મહિલાનું મોત તેના મકાનની દિવાલ તૂટી તેના પર પડવાથી થયુ હોવાનું સત્તાવાર સૂત્રોએ ઊમેર્યું હતું.

Gujarat High Court - કાર્યવાહીગુજરાતી ભાષામાંકરવારાજયસરકારનીવિચારણા

હાઇકોર્ટની કાર્યવાહીની કોર્ટરૂમ બહાર જીવંત પ્રસારણ કરવા આયોજન  રાજય સરકારે હાઇકોર્ટના મહેકમ માટે અંદાજપત્રમાં ૨.૯૨ કરોડની જોગવાઇ કરી છે.

રાજયનો વહીવટ ગુજરાતી ભાષામાં થાય તે માટે ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર રાજય સરકારે સક્રિય વિચારણા હાથ ધરી છે અને તેને માટે સંબંધિતોના અભિપ્રાયો અને મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે.


વિધાનસભામાં કાયદા વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા વધુમાં કાયદા પ્રધાને પ્રદિપસહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતા સક્ષમ અને અનુભવી ધારાશાસ્ત્રીઓ હાઇકોર્ટમાં કામ કરી અને પક્ષકારોને કાર્યવાહીની સીધી સમજણ મળે તે માટે રાજય સરકારે આ વિચારણા શરૂ કરી છે.

તે ઊપરાંત જાહેર જનતા હાઇકોર્ટની કાર્યવાહી સરળતાથી જોઇ શકે, સાંભળી શકે અને છતાં કોર્ટની કાર્યવાહીમાં કોઇ ખલેલ ન પડે તે માટે કોર્ટ કેમ્પસમાં કોર્ટ રૂમની બહાર જીવંત પ્રસારણ કરવાનું પણ રાજય સરકારની વિચારણામાં છે.

કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદિપસહ જાડેજાએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની જેમ કોર્ટ કાર્યવાહીનું પણ હાઇકોર્ટના રૂમની બહાર જીવંત પ્રસારણ થાય તો કોર્ટરૂમની બહાર રાખેલા ટીવીના સ્ક્રિન પર જનતા જોઇ શકે, સમજી શકે.

હાઇકોર્ટની સુરક્ષા વ્યવસ્થા સઘન અને મજબૂત બનાવવા હાઇકોર્ટના સંકુલમાં સીસી ટીવી કેમેરા, સિકયોરિટી અને સર્વેલન્સ સિસ્ટમ દાખલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઊપરાંત હાઇકોર્ટનું અગત્યનું રેકર્ડ સુરક્ષિત જળવાઇ રહે તે માટે રાજય સરકારે રૂ.અઢી કરોડના ખર્ચે મોબાઇલ સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટ માટે ૪૨ ન્યાયર્મૂિતઓનું સંખ્યાબળ મંજૂર કર્યું છે તે પૈકી હાલ ૨૮ સંખ્યાબળ કામ કરી રહ્યું છે. બાકીની ૧૪ જગ્યાઓ ખાલી છે કેન્દ્ર સરકાર દ્વારા બાકીની ૧૪ જગ્યાઓ પર
ન્યાયર્મૂતની નિમણૂક કરવામાં આવે તો કેસોનો જે ભરાવો થયો છે તેનું ભારણ હળવું થાય અને પ્રક્રિયા ઝડપી બને. હાઇકોર્ટની ન્યાય અને વહીવટી કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનાવવા રાજય સરકારે હાઇકોર્ટના મહેકમ ઊપર વર્ગ-૧થી વર્ગ-૪ સુધીની કુલ ૧૨૨ જગ્યાઓ ઉભી કરવાનું આયોજન કર્યું છે.

આ માટે રાજય સરકારે અંદાજપત્રમાં રૂ. ૨.૯૨ કરોડની જોગવાઇ પણ કરી છે તેવું કાયદા પ્રધાને જણાવ્યું હતું.

Ahmedabad Samachar - વડાપ્રધાનનું કાલે શહેરમાં આગમન

અમદાવાદ આઇઆઇએમના ર્વાષક સમારોહમાં હાજરી આપવા આવી રહેલા વડાપ્રધાન ની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ વડાપ્રધાન મનમોહનસહની સુરક્ષાની જવાબદારી સંભાળતું ખાસ સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રૂપ અમદાવાદ આવી પહાચ્યું છે.

ગ્રૂપના અધિકારીઓએ વડાપ્રધાન જે સ્થળોની મુલાકાત લેવાના છે તે અને જયાંથીજયાંથી પસાર થવાના છે તે સમગ્ર રૂટનું નિરીક્ષણ પણ કરી  લીધું છે.

વડાપ્રધાન આવતીકાલે સાંજના સુમારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહાચશે. તે અગાઊ તેમનો સુરક્ષા કાફલો સમગ્ર એરપોર્ટને કિલ્લેબંધી કરી દેશે.

બાદમાં વડાપ્રધાન મનમોહનસહને વાહન માર્ગે એરપોર્ટથી આઇઆઇએમ સુધી લઇ જવામાં આવશે. તે દરમ્યાન તેમના કાફલામાં અનેક ગાડીઓ જોડાશે.

વડાપ્રધાનની મુલાકાત લેવા ટ્રાફિક વ્યવસ્થા ના ખોરવાય તે માટે ખાસ ડી.સી.પી. એમ.એમ. અનારવાલાને ટ્રાફિક સંચાલનની તમામ જવાબદારી સાપવામાં આવી છે. આ ઊપરાંત વડાપ્રધાન ડાૅ. મનમોહનસહના એરપોર્ટ ઊતરાણથી લઇ આઇઆઇએમ ખાતેની મુલાકાતના સમગ્ર રૂટની સુરક્ષાની જવાબદારી ઝોન-૪ના ડી.સી.પી. અમિત વિશ્વકર્મા અને ઝોન-૧ના ડી.સી.પી. રાજીવરંજન ભગતને સોપવામાં આવશે.

આ ઊપરાંત ઝોન-૩ના ડી.સી.પી. અને ઝોન-૬ના ડી.સી.પી. પણ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ ઊપરાંત બોમ્બસ્કવાર્ડ ની ટીમો પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.આઇઆઇએમના આ સમારોહના અધ્યક્ષ સ્થાને વડા પ્રધાન મનમોહનસહ રહેશે.

જયારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા રાજયપાલ કમલાજી પણ કાર્યક્રમમાં હાજર રહેશે. વડાપ્રધાન આઇ.આઇ.એમ.ના કાર્યક્રમ ઊપરાંત ઇશરોની પણ મુલાકાત લેવાના છે. આઇ.આઇ.એમ. દ્વારા ર્વાષક સમારોહની તૈયારીને અંતિમઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યક્રમ વેળા મુખ્ય પ્રવચન આપશે તથા સ્નાતક વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરશે.

Gujarat Technical University - દ્વારા ૧૨૦ વિદ્યાર્થીઓને કૅનેડા મોકલાશે

ગુજરાત ટેકનિકલ યુનિર્વિસટી દ્વારા કૅનેડાની એક યુનિર્વિસટીખાતે જોડાણ કરવામાં આવ્યું છે.

હવેથી દર વર્ષે ગુજરાત ટેકનિકલ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓને કૅનેડાને જઇને એક ખાસ અભ્યાસક્રમ કરવાની તક મળશે.

ગુજરાત ટેકનિકલ યુનિર્વિસટીમાં એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કૅનેડા સ્થિત યુનિર્વિસટી આફ
કૅનેડામાં અભ્યાસ કરવાની તક મળશે.

જેમાં જીટીયુ અને કૅનેડાની યુનિર્વિસટી વચ્ચે થયેલા કરાર મુજબ જીટીયુમાં એમબીએના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા ૧૨૦ વિદ્યાર્થીઓને ખાસ અભ્યાસક્રમ માટે કૅનેડા ભણવા મોકલવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા માટે જે વિદ્યાર્થીઓ કૅનેડા જવા માંગતા હોય તેઓને જૂન-જુલાઇ મહિનામાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.

એપ્લિકેશન જે વિદ્યાર્થીઓએ કરી હશે તે પૈકી સારી ટકાવારી ધરાવનારા વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા કૅનેડા મોકલાશે. કૅનેડામાં રહીને વિદ્યાર્થીઓ ટૂંકાગાળા માટેનો કોર્સ કરશે.

આ માટેનો તમામ ખર્ચ કૅનેડા યુનિ.ઊપાડશે અને ઓનલાઇન એપ્લિકેશન કરનાર વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ ટકાવારીના આધારે અને ત્યારબાદ એન્ટ્રસ દ્વારા વિદ્યાર્થીઓને કૅનેડા મોકલવામાં આવશે.

Alang Ship Breaking Yard Bhavnagar India - જાપાનનાસહયોગથી‘ઇકોફ્રેન્ડલી’ બને તેવા હેતુલક્ષી પ્રયાસ

યુવા શિપ બ્રેકરો જાપાન જઇને ‘‘યેનલોન પ્રોજેકટ’’ અંતર્ગત તાલીમ મેળવી પરત આવતાં અલંગમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી શિપ રિસાયકલગ યાર્ડઝની સંખ્યામાં વધારો થશ.

પ્રચંડ ભૂકંપ અને ભયાનક સુનામીના કારમા સપાટાથી પીડિત જાપાન બરબાદીની ક્ષણોમાં પણ ગુજરાત સાથેના વિકાસ - સહયોગમાં પ્રતિબધ્ધ હોવાના અણસાર મળ્યા છે.

અગાઊથી જ અમલિત યોજના તળે અલંગ શિપયાર્ડ ‘‘ઇકો ક્રેન્ડલી’’ બનશે. આ સંદર્ભે યુવા શિપ બ્રેકરોએ જાપાનમાં એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી રિસાયકલગ પ્રવૃત્તિની વિશિષ્ટ તાલીમ મેળવી લીધી છે.

ભાવનગર જિલ્લાનું વિશ્વ વિખ્યાત અલંગ-સોસિયા શિપ બ્રેકગ યાર્ડ હવે વિશ્વભરમાં ગ્રીન રિસાઇકલગ યાર્ડ તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકયું છે.

જાપાન સરકારના જહાજો અંલગ સોરિયા ખાતે ભંગારમા આવે ત્યારે આ જહાજો પર્યાવરણ કે માનવ સ્થાસ્થ્યને હાનિ પહાચે નહિ તે રીતે કામગીરી થાય તે માટે જાપાન સરકારે ગુજરાત મેરી ટાઇમ બોર્ડેની સાથે કરારો કર્યા છે.

આ સંદર્ભે અલંગ-સોસિયાના સંબંધિત શિપ રિસાયકલગ યાર્ડ ઊપર કેટલીક માળખાગત સવલતો ઉભી કરવામાં આવશે.

આ કરારોને અનુલક્ષીને જાપાન સરકાર ભારત સરકાર મારફતે ગુજરાત મેરીટાઇમ બોર્ડને વ્યાજના ઓછા દરે લોન આપશે.અત્રે ભંગારમાં આવતા વહાણો સંપૂર્ણતઃ સાફસુથરાં થઇને શિપબ્રેકગ યાર્ડમાં દાખલ થાય તે માટે ખાસ ‘‘ડ્રાયકોક’’ પધ્ધતિ અપનાવવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અદ્યતન ટેક્નોલોજીવાળાં સાધનો વડે હેઝાર્ડ વેસ્ટને ડિસ્પોઝ કરવામાં આવશે. આ માટે અત્યાધુનિક ટેક્નોલોજી હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા પૂરી પાડવામાં આવનારી છે. આ અંગેની ખાસ યોજના તળે હેઝાર્ડ વેસ્ટ હેન્ડલગ, વેસ્ટ મેનેજમેન્ટ અને સેફટી વર્ક આફ રિસાયકલગ અંગેની ટેક્નોલોજીની જાણકારો માટે જાપાનના યોકાહોમા ખાતે તાલીમ મેળવીને શિપ બ્રેકગ સાથે સંકળાયેલા ઊદ્યોગઅત્રે ઊલ્લેખનીય છે. કે ‘‘યેનલોન’’ પ્રોજેકટ અંતર્ગત જાપાન ખાતે ૧૦ દિવસનો આ તાલીમ-વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

હાલમાં અલંગ-સોસિયા ખાતે ગ્રીન પાસપોર્ટ વાળા જહાજથી કટગ સવલતો ધરાવતા શિપબ્રેકરોની સંખ્યા આંગળીને વેઢે ગણાય તેટલી જ છે.

આવા સંજોગોમાં જાપાન જઇને આ બાબતે વિશિષ્ટ તાલીમ લઇ આવેલા યુવા શિપબ્રેકરો દ્વારા એન્વાયર મેન્ટલી ફ્રેન્ડલી શિપ રિસાયકલગ યાર્ડઝની સંખ્યામાં વધારો થશે. તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.

Thursday, March 24, 2011

Rajpath Club Ahmedabad - ૨૫ થી ૨૭ માર્ચ દરમ્યાન ‘ક્રાફટરૂટ્સઊત્સવ’

ગુજરાતમાં કુલ ૮૪ હસ્તકલાઓ અને ૩.૫ લાખ કલાકારો છે.

ગુજરાતના હસ્તકલા કારીગરોને તેમની કલાકાતિઓ રજૂ કરવા માટે સારુ માર્કેટ મળી રહે તે હેતુથી શહેરની રાજપથ કલબમાં ૨૫, ૨૬, ૨૭ માર્ચ દરમિયાન સવારે ૧૦ થી રાતના ૧૦ વાગ્યા સુધી ગ્રામશ્રી અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ‘ક્રાફટરૂટ્સ ઊત્સવ - ૨૦૧૧’નું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રાફટરૂટ્સમાં હસ્તકલાની વસ્તુઓના વેચાણ અને પ્રદર્શનની સાથે ૧૦ જેટલી હસ્તકલાઓમાં કેવી રીતે કામ થાય છે તેનું જીવંત નિર્દેશન પણ કારીગરો કરવાના છે. ગુજરાત સરકારની ઈન્ડેકસ્ટ-સી, રાજપથ કલબ અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ગ્રામશ્રી સંસ્થાએ અન્ય એનજીઓ અને કલા પર કામ કરતી સંસ્થાઓ સાથે મળીને ક્રાફટરૂટ્સનું આયોજન કર્યું છે.

આ અંગે માહિતી આપતા માનવસંશાધનના અનાર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કુલ ૮૪ હસ્તકલાઓ અને ૩.૫ લાખ કલાકારો છે. તેમની કલાકૃતિઓને યોગ્ય મંચ એ મહેનતાણુ મળતું નહ હોવાથી અનેક હસ્તકલાઓ મૃતપ્રાય બની રહી છે.

ક્રાફટરૂટ દ્વારા કારીગરો અને ગ્રાહકો વચ્ચે સીધો સંબંધ સ્થાપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૨૬મીએ સાંજે ૭-૩૦ વાગ્યે લોક કલાકારો ડાયરો અને ભવાઇ રજૂ કરશે.

Wednesday, March 23, 2011

નાણાપ્રધાન પ્રણવ મુખર્જી નાસંકેત - પેટ્રોલ ડીઝલ ગેસનાભાવમાંવધારો

દેશના નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ અગાઊ પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવમાં વધારો કરવાનો સંકેત આપ્યો હતો. અને તે માટે સરકાર સમક્ષ માંગણી પણ કરી હતી પરંતુ તે સમયે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

પરંતુ હવે લિબિયા પરની કટોકટીને આગળ ધરીને ક્રૂડ પેદાશોના ભાવમાં વધારો કરવાનું પુનઃ ઊચ્ચારણ કર્યું હતું.

નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ એક તરફ લોકસભામાં હેલ્થ કેરનો ટેકસ પાછો ખચવા તથા ગારમેન્ટ પરનો એકસાઇઝ દર ઘટાડવાની જાહેરાત કરી હતી તેની બીજી તરફ માઘવારી વધારવાનો પણ સંકેત આપી દીધો હતો.

લિબિયા કટોકટી ઘેરી બની રહી છે તેને આગળ ધરીને તેમણે આગામી સમયમાં પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવમાં વધારો કરવાની સંભાવવાનો અછડતો નિર્દેશ જાહેર કરી દીધો છે.

સાથે સાથે જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ભાવમાં જે વધારો થયો છે તેના લીધે ઘર આંગણે અમુક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના વ્યકત કરી હતી.

ક્રૂડ તેલના ભાવમાં લિબિયાની કટોકટીના કારણે ૧૧૦ ડોલરની ઊપર રહ્યા છે. આ ઊપરાંત ક્રૂડ ઓઇલ ઊત્પાદન કરતી કંપનીઓ લાંબા સમયથી પેટ્રોલ, ડીઝલના ભાવ વધારવા માટે સરકાર પાસે અવારનવાર માંગણી કરી રહી છે.

પરંતુ સરકારે હજુ આ ભાવવધારાને લીલી ઝંડી આપી નથી.પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તા.૨૫મીના રોજ સંસદના બજેટ સત્રમાં પ્રથમ તબક્કાનો અંત આવશે અને તેની સાથે જ સરકાર પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવવધારાનો કડવો ડોઝ આપી દેશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.

Tuesday, March 22, 2011

Ahmedabad News – World Cup 2011 Quarter Final Match between India Australia

ભારત- શ્રીલંકા તથા બાંગ્લાદેશના સંયુકત યજમાનપદે રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૧ની કવાર્ટર ફાઇનલની બીજી મેચ તા. ૨૪મીના રોજ અમદાવાદસ્થિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી છે.

જે માટેની ટિકિટોનું વેચાણ રવિવારથી સ્ટેડિયમ પર શરૂ થયું હતું અને આજે ટિકિટોનું વેચાણ બંધ થશે.વધુમાં વધુ પ્રેક્ષકો મેચનો લાભ લઇ શકે તે માટે એક વ્યક્તિને માત્ર બે જ ટિકિટો આપવામાં આવી હતી .

જોકે આમ છતાં હજારો ક્રિકેટ રસીયાઓને અમદાવાદમાંરમાનારી ભારત-અસ્ટ્રોલીયાની મેચની ટીકીટો નહિ મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ક્રિકેટ એસો.ના હોદ્દેદારોના જણાવ્યા મુજબ મેચની કુલ ૪૦ હજાર ટિકિટો પૈકી ૨૦ હજાર ટિકિટો આઇસીસીએ રઝિર્વ રાખી લીધી છે.


જ્યારે બાકીની ૨૦ હજાર ટિકિટો પૈકીની ૬૦૦૦ જેટલી ટિકિટોનું ઓન લાઇન વેચાણ થઇ ગયું હતું. માટે બાકીની ૧૬ હજાર જેટલીજ ટીકીટોનું સ્ટેડીયમ પરથી વેચાણ કરવાનું હોવાથી પ્રેક્ષકોની નારાજગી વહોરવી પડી રહી છે.

Monday, March 21, 2011

Asiatic Lions - Wankaner Rampara Sanctuary


isaMhoanaa saMvaQana maaTo vaaMkanaornaa ramapara AByaarNamaaM Kaasa sauivaQaa }BaI kra{.

raJya sarkaro ivaEvaKyaata AoiSayaaTIk vanaraJaonaa saMvaQana maaTo ramapara AByaarNamaaM JInapaula iba`DIMga saonTr maaTonaI vyavsqaa }BaI krvaamaaM AavaI Co. 

Jyaaro baIJI JrurI sauivaQaaAaonauM AayaaoJna krvaamaaM AavyauM Co. vaaMkanaornaa ramapara ga@Iyaa DMugaramaaM iMsahaonaa saMvaQana maaTonaI SauM vyavasqaa krI Co taonaI jaNakarI maaTonaao pa`Ena vaaMkanaornaa QaarasaBya mahMmad javaod paIrjadaAo paUMCataa taonaao }tar Aapataa vanamaM%I maMgauBaa[ paTolao JNaavyauM htauM ko vaaMkanaornaa ga@Iyaa DuMgaramaaM nahI parMtau ramapara AByaarNa Kaatao JInapaula iba`DIMga saonTr maaTonaI saMpaUNa vyavsqaa gaaoZvavaamaaM AaavaI Co.

ramapara maUkamao isaMhoanaa saMvaQana maaTo taOyaar krvaamaaM Aavaola JInapaulamaaM  isaMhoanaa Aonklaaozr, Aoinamala ha]sa, haoispaTla ibalDIMga, maIT ipa`paoroSana ruma, Kaaorak paaNaInaI vyavsaqaa, Aoinamala honDlar, hITr, paaNaInaI kMuDIAoa, vaayarlaosa saoT, vaaoikTaokI, AaoFIsa Frinacar, vaaoca Tavar vagaoro maaLaKaakIya sauivaQaaAao }BaI krvaamaaM AavaI Co.