Monday, October 24, 2011

Gujarati News 2011 - શાળાઓમાં બાળકોને શારીરિક અને માનસિક સજાપર પ્રતિબંધ

જે શિક્ષક દ્વારા સજા અપાશે તે શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણયનો જૂન-૨૦૧૧થી અમલ થશે.

શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ અવારનવાર બહાર આવતી હોય છે. પરંતુ કેન્દ્ર
સરકારનાં રાઇટ ટૂ ફ્રી અન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ મુજબ બાળકોને અપાતી માનસિક કે શારીરિક સજા પર પ્રતિબંધ મૂકાઇ ગયો છે.

જેનો અમલ જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી થશે એટલું જ નહિ આવો ત્રાસ ગુજારનાર શિક્ષકો વિરુદ્ધ
કડક પગલાં ભરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાઇટ ટૂ એજયુકેશન હેઠળ તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકારો અપાયા છે.

જેનો અમલ કરવા અંગે રાજય સરકાર વિચારણા કરી રહી હતી. જેમાં ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત શિક્ષણ મળવું જોઇએ તેમજ બાળકો પર કયારેય શારીરિક કે માનસિક સજા ન કરવી જોઇએ.

જો કોઇપણ શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર શારીરિક સજા આપવામાં આવશે તો તે શિક્ષક ઊપરાંત શાળાના આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ તો જો કે બાળકો ભણતા નથી અને તોફાન કરી બીજા બાળકોને નુકસાન પહાચાડે છે તેમ કરીને ઘણીવાર કેટલાક શિક્ષકો દ્વારાબાળકોને માર મારવામાં આવતો જેથી બાળકો પર વિપરીત અસર થતી જાણવા મળી હતી ત્યારે કેટલાક શિક્ષકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થી ભણતો નથી અને તોફાન કરે છે કે પછી બીજા કોઇપણ કારણો જણાવીને શિક્ષકો દ્વારા પોતાનો પક્ષ રજૂ કરી દેવામાં આવતો હતો ત્યારે ઘણીવાર એવું પણ થતું કે બાળકો ડરના કારણે શાળા છોડી દેતા અને શાળાએ જતા ડરતા હતા તો કયારેક બાળકોને કોઇ એવી જગ્યાએ વાગી જાય તો હંમેશા માટે તે બાળકને હેરાન થવું પડતું કે પછી બાળકને શિક્ષકોએ માર માર્યો હોય તે યાદ કરીને બીજા વિદ્યાર્થીઓ હેરાન પણ કરતા.

આમ આવી બધી અનેક ઘટનાઓ બહાર આવવાથી રાઇટ ટૂ એજયુકેશન હેઠળ રાજય સરકારે આગામી સત્રથી એવો નિર્ણય લીધો છે કે હવે જે પણ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને શારીરિક કે માનસિક સજા કરવામાં આવશે તે શાળાના શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઊપરાંત તે શાળાના આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

No comments:

Post a Comment