Tuesday, October 25, 2011

Indian Railway News 2011 - ટ્રેનમાં ભોજન માઘું થશે

તંત્ર દ્વારા સાધારણ થાળીની જગ્યાએ ત્રણ પ્રકારની થાળી શરૂ કરાશે.

વેજ-નોનવેજ થાળીના ભાવ સરખા મંગાવાયા.

થાળીની સાથે પીઝા-બર્ગર પણ મળશે રેલવેમાં હવે માત્ર રોટલી, દાળ, ભાત, શાક જ નહિ પરંતુ બાળકો અને હવે તો મોટેરાઓના પ્રિય પીઝા બર્ગર પણ મળશે.

સામાન્ય રીતે સેન્ડવિચ, કટલેસ તો ટ્રેનમાં વેચવા આવે જ છે.

પરંતુ જનતાથાળીની સાથે મુસાફર પીઝા અને બર્ગર પણ ઓર્ડરથી મંગાવી શકશે.

પેકગમાં ગરમ ગરમ પીઝા અને બર્ગરની મઝા માણવા માટે મુસાફરો હવે માત્ર ખિસ્સા ઢીલા કરવા પડશે. કારણકે કદાચ બજારભાવ કરતાં રેલવેના પીઝા બર્ગર માઘા હોઇ શકે છે.

રેલવેમાં આવતા મુસાફરો માટે તંત્ર દ્વારા જનતા થાળી શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે આ જનતા થાળીના
ભાવમાં પણ વધારો ઝકી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્રેનમાં મળતી જનતા થાળી જે ૨૭ રૂપિયામાં મળતી હતી તે હવે ૬૫ રૂપિયાની થઇ ગઇ છે.

મધ્યમ વર્ગના લોકો માટે રૂપિયા ૨૭ની થાળી મળતી હતી પરંતુ હવે તેના ભાવ વધી ગયા છે. તો સાથે જ તેને નવાસ્વરૂપે રજૂ કરાશે. થાળીમાં જમવાની આઇટમની સંખ્યામાં વધારો કરી દેવામાં આવશે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલા અગલઅલગ થાળીની જુદી-જુદી કમત રહેતી હતી. શાકાહારી થાળી લેવી હોય તો રૂપિયા ૨૭ ચૂકવવા પડતા હતા. જેમાં રોટલી, દાળ-ભાત,શાક, દહ, અથાણું જેવી આઇટમ હતી જે મુસાફરોએ ઇંડા કરી ખાવા ઇચ્છા હતા તેમને માટે રૂપિયા ૨૭ની થાળી મળતી હતી. પરંતુ હવે સાધારણ થાળીની જગ્યાએ રેલવેએ ત્રણ પ્રકારની થાળી શરૂ કરી છે.

વેજ અને નોનવેજની કમત એક સરખી કરી દીધી છે. કોઇ પણ થાળી માટે રૂપિયા ૬૫ ચૂકવવા પડશે.થાળીની કમત વદારી દીધી છે. આઇટમ પણ વધારી દીધિ છે. પરંતુ કોન્ટિટી કેટલી હશે અને તેનાથી મુસાફરને સંતોષ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણ કે મુસાફરોને ભોજનમાં વેરાયટી નહ પરંતુ સાફ અને સસ્તુ ભોજન જોઇતું હોય છે. ૨૭ રૂપિયાની થાળી મુસાફરો સહેલાઇથી ખરીદી લેતા હતા પરંતુ હવે ૬૫ રૂપિયાની થાળી ખરીદવા મુસાફરે વિચાર કરવો પડશે.

No comments:

Post a Comment