Saturday, January 7, 2012

હવે પાણીપણ માઘુ થયું - પાઊચના બે રૂપિયા

શહેરના જુદા-જુદા સિગ્નલ પર ઊનાળાની બપોરે પાણીના પાઊચ ફટાફટ વેચાઇ જાય છે.

શહેરના અનેક વિસ્તારોમાં પાણીના પાઊચના બે રૂપિયા થઇ જતા હવે પાણી પીવા માટે પણ વિચારવું પડે છે.

પાણીની મોટી કોથળીના ભાવ પણ વધ્યા પાણીના પાઊચમાં અગ્રેસર ગણાતી બેક ફ્રી કંપનીએ પાઊચનો ભાવ એક રૂપિયો જ રહેશે તેવું જણાવ્યું છે પરંતુ બજારમાં આ કંપનીના પાઊચ પણ બે રૂપિયામાં મળે છે કારણ કે પાઊચની ખરીદી કરતી પ્રજાને તો એ પણ ખબર નથી હોતી કે કયા પાઊચ કંપનીના છે અને કયા પાઊચ લોકલ છે જો કોઇ વેપારીને કહે કે ભાઇ બે રૂપિયા શાના ? તો વેપારી તરત જ કહી દે છે પોણા બેમાં તો અમને પડે છે. ૨૫ પૈસાતો કમાઇને બસ પછી શું ગ્રાહક બોલતો બંધ આમ કંપની ભલે જાહેરાત કરે જેને બે ના ચાર કરવા હોય તે કરી જ લે છે.

તો વળી પાણીની મોટી કોથળી જે પાંચ રૂપિયામાં મળતી હતી તે પણ હવે ૮ રૂપિયાની થઇ ગઇ તેમાં તો સાદા નળમાંથી પાણી ભરવામાં આવે છે છતાં ભાવ વધી ગયા.

ઊનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીમાં ઠંડક આપવાનું કામ કોઇ કરતું હોય તો તેપાણી છે પરંતુ હવે તો પાણી પણ માઘુ થઇ ગયું છે. પહેલા માત્ર રૂપિયામાં વેચાતા પાણીના પાઊચનો ભાવ હવે બે રૂપિયા થઇ ગયા છે. એટલું જ નહ પાણીની બોટલ પણ હવે ૧૨ રૂપિયાની જગ્યાએ ૧૫ અને ૧૫ રૂપિયાની જગ્યાએ ૧૮ થઇ ગઇ છે. એક લોકવાયકા પ્રમાણે કોઇ ઋષિમુનિ કથા કરી રહ્યા હતાં ત્યારે ભકતે પૂછ્યું કે સ્વામીજી
તમે કહો છો કે આ કલીયુગ નથી તો કલીયુગ આવ્યો તે ખબર કઇ રીતે પડશે ત્યારે ઋષિમુનિ બોલ્યા કે જે દિવસે પાણી પૈસાથી વેચાય તે દિવસે સમજી લેજો કે ઘોર કલીયુગ આવી ગયો હશે. સાવ સામાન્ય લાગતી આ
વાત આજે કેટલી સત્ય લાગે છે. એક બાજુ જયાં પાણીની પરબો બંધાય છે. ત્યાંજ બીજી બાજુ પાણીના પાઊચ જે માત્ર એક રૂપિયામાં વેચાતા હતા તેનો ભાવ વધીને બે રૂપિયા થઇ ગયો છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીના પાઊચનો ભાવ વધી ગયો છે. એટલું જ નહ પરંતુ પાણીની બોટલ પણ ૧૨ની જગ્યાએ ૧૫ અને ૧૫
રૂપિયાની જગ્યાએ ૧૮ રૂપિયામાં વેચાય છે. શહેરના જુદા-જુદા સિગ્નલ પર ઊનાળાની બપોરે પાણીના પાઊચ ફટાફટ વેચાઇ જાય છે. પરંતુ હવે તેમાં પણ ભાવ વધારો થતા લોકો વિચારમાં પડી ગયા છે. જે કંપની પાણીની બોટલોનું વેચાણ કરી રહ્યા છે તે જ કંપનીમાંથી ઘણી કંપનીઓના પાણીના પાઊચ પણ મળે છે જેના ભાવમાં પણ વધારો થયો છે. તો બીજી બાજુ લોકલ પાઊચ વેચતા વેપારીઓએ પણ પાણીના પાઊચના બે રૂપિયા કરી
નાંખ્યા છે. સાવ મફતમાં પાણી ભરીને વેચતા પાણીના લારીવાળાઓ એ પાણીના એક ગ્લાસના ભાવતો નથી વધાર્યા પરંતુ ગ્લાસના પાણીનું પ્રમાણ જરૂર ઓછું કરી નાંખ્યું છે. આમ ઊનાળાની શરૂઆત થતા પાણીના પાઊચના પણ ભાવ વધ્યા અને સાથે જ પાણીના વેચાણમાં પણ ગોટાળા થવા લાગ્યા છે. હાલતા-ચાલતા
ઊનાળાની ગરમીમાં ઠંકડ માટે પાણીના પાઊચ ખરીદતા લોકો હવે પાણી પીવા માટે બે ઘડીનો વિચાર કરશે કારણ કે હજુ પણ શહેરના લાલદરવાજા વિસ્તારમાં છાશની લારી પર ત્રણ રૂપિયાની મસાલા છાશ મળે છે જયારે બીજી બાજુ વિના મૂલ્યે મળતા પાણીનું મૂલ્ય પણ વધી ગયું છે. જોકે પાણીના પાઊચના ભાવ ભલે વધ્યા હોય પાણીના વેચાણમાં કોઇ જ ફેર નથી પડ્યો જે લોકો ૧ રૂપિયામાં પાણીના પાઊચ ખરીદતા હતા તે લોકો
‘ના હોય બે રૂપિયા....’ એમ કહીને પણ પાણીના પાઊચ તો ખરીદી જ લે છે આમ ભાવમાં વધારો થાય પરંતુ જરૂરિયાતના કારણે લોકો માઘુ પણ ખરીદે છે અને કદાચ તેથી જ માઘવારીના બહાને પાણીના પણ ભાવ
વધારી દેવામાં આવે છે.

No comments:

Post a Comment