Tuesday, January 10, 2012

Ahmedabad City News - હવે ૬.૫ કરોડનો ફલેટ

ગુજજુઓના બદલે એનઆરઆઇ આ ફલેટ વધુ ખરીદશ.

ફલેટમાં કઇ અદ્યતન સુવિધા છે...

એડવાન્સ ટેકનોલોજિનો ઊપયોગ,કલબ હાઊસ અને સ્વિમગ પુલ, સેન્ટ્રલાઇઝડ ગિઝર પાઇપલાઇન,કોહલેટનું કિચન, તમામ સાધનો સાથેની હેલ્થ કલબ સેન્ટ્રલાઇઝડ પાણી - પ્રેશર-સિસ્ટમ ડંકીન એર કન્ડિશનર દરેક ફલેટ માટે ૬ કાર પાર્કંિગની જગ્યા, ઓટોમેટિક લાઇટગ વિડિયો, સિકયોરિટી સિસ્ટમ

મેગાસિટી અમદાવાદ હવે સ્વપ્ન નગરી મુંબઇ અને દિલવાલેની દિલ્હી જેવી બની ગઇ છે. કારણ કે હવે અમદાવાદમાં પણ કરોડોનો ફલેટ મળે છે. શહેરમાં સુપર લકઝૂરિયસ મકાનોની બોલબાલા વધતી જાય છે. પરંતુ નવાઇ લગાવે તેવી વાતતો એ છે કે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદીઓ સુપર લકઝૂરિયસ એપાર્ટમેન્ટ ખરીદતા નથી.

કારણ કે ગુજજુઓની માન્યતા એવી છે કે આટલા બધા રૂપિયા ખર્ચવા જ હોય તો પછી બંગલો જ લેવો જોઇએ. આ સંદર્ભે ડેવલપર ફર્મના સંચાલકે જણાવ્યું હતું કે અમારી સ્કિમમાં મોટા બાગે ખરીદનાર વર્ગ ગુજરાત બહારના અને એનઆરઆઇ છે.

અમદાવાદમાં અદ્યતન સુવિધા સાથેના ફલેટની સ્કિમ લોન્ચ કરાઇ છે. જેમાં એક સ્કવેરફિટ વિસ્તારનો ભાવ ૫ હજારથી ૭ હજારની વચ્ચે છે. આ સુપર લકઝરી એપાર્ટમેન્ટમાં તમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ ફલેટની કમત રૂપિયા ૨.૫ શરૂ થાય છે. અને તમે જો આ ફલેટને ફુલ્લિ ર્ફિનશ કરાવો છો તો તેની કમત ૬ કરોડને આંબી જશે. કંપનીએ સુપર હાઇ એન્ડ એપાર્ટમેન્ટ સ્કિમ લોન્ચ કરી છે. તે અંતર્ગત આ ફલેટની કમત રૂપિયા ૪.૫ કરોડથી રૂપિયા ૬.૫ કરોડ છે.

આ સ્કિમ અમદાવાદ નજીક શહેના બહાર અને થલતેજ નજીક આકાર લઇ રહી છે. સુપર હાઇ એન્ડ ડુપ્લેક્ષ
એપાર્ટમેન્ટની સ્કિમ પ્રહલાદનગર પાસે પાડી છે. આ એપાર્ટમેન્ટની કમત પણ રૂપિયા ૫ કરોડથી રૂપિયા ૬ કરોડની વચ્ચેની છે તેમ એક રિઅલ્ટી સૂત્રોએ નામના ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ કેમ્પસમાં બે બિલ્ડગ ઉભા કરાશે. જેમાં એક દસ માળનું ડુપ્લેકસ ટાવર અને બીજુ ૮૭૫૦ સ્કવેર ફિટમાં પથરાયેલ ૫ બેડરૂમ હોલ કિચનનો એપાર્ટમેન્ટ તેમજ ૪ના એપાર્ટ મેન્ટ હશે. આ ફલેટની પ્રતિ સ્કેવર ફૂટ રૂપિયા ૫૭૦૦ થી રૂપિયા ૬૭૦૦ છે. અમદાવાદમાં આ સ્કિમ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ નથી પણ ખાસ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. તેમ રિઅલટી નિષ્ણાતોનું માનવું છે.

No comments:

Post a Comment