Saturday, January 7, 2012

અમદાવાદ અરપોર્ટ મેઇન્ટેનન્સના લીધે તા.૧૫ મે થી ૧૫ જૂન સુધી બંધ રહેશે

એક મહિના દરમિયાન સવારના સાડા દસથી સાંજના પાંચ વાગ્યા સુધી કોઇપણ ફલાઇટ મૂવમેન્ટ કરશે નહ.

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય અૅરપોર્ટ મેઇન્ટેનન્સ હેતુને લઇને ૧૫મી મે થી ૧૫મી જૂન સુધીના પિરિયડમાં બંધ રહેશે. તેવું અૅરપોર્ટ ઓથોરિટિએ જણાવ્યું હતું.

અમદાવાદ અરપોર્ટ ઓથોરિટિએ આ નિર્ણય ડીજીસીએ અને અરલાઇન ઓપરેટરો સાથે ચર્ચા કર્યા બાદ લીધો હતો. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય અરપોર્ટ ૩૫૯૯ મીટર રન-વે નો ભાગ ધરાવે છે.

તેમાંથી એરસ્ટ્રીપના ફકત ૩૮૦ મીટરનો વિસ્તાર હેલિકોપ્ટરની જરૂરિયાત માટે બની રહેશે. જે બંધ રાખવામાં આવશે. દરેક ફલાઇટોનું ઓપરેટગ સવારે ૧૦-૩૦થી સાંજના પાંચ વાગ્યા સુધીના સમયમાં રિ-શિડ્યૂલ અથવા કેન્સલ થશે. માર્ચમાં બે મહિના અગાઊ મેઇન્ટેનન્સ શિડ્યૂલ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૩જી એપ્રિલથી મેઇન્ટેનન્સના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી અને ૨૭મી એપ્રિલ સુધી ચાલુ રખાશે તેવું જણાવવામાં આવ્યું હતું અને બીજા તબક્કામાં જે ૧૫મી મે એ શરૂ થશે તે દરમિયાન એરસ્ટ્રીપ સંપૂર્ણરીતે
બંધ રાખવામાં આવશે અને સવારના સાડાદસથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન કોઇપણ ફલાઇટનું મૂવમેન્ટ કરવા દેવામાં આવશે નહ.

No comments:

Post a Comment