Thursday, March 8, 2012

ગુજરાત-બિકાનેર વચ્ચે રેલવે દ્વારા વેકેશન માટે વધુ છ ટ્રેનો

૧લી મેથી આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે, જે મહત્વના સ્ટેશન પર રોકાણ કરશે.

પશ્ચિમ રેલવે દ્વારા ઊનાળું વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાતથી મુંબઇ અને બિકાનેર માટે વધુ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે.

રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઊનાળા વેકેશનમાં મુસાફરોનો ધસારો ઘણો વધારે રહે છે. મોટાભાગે દૂરની મુસાફરી માટે મુસાફરો રેલવે ટ્રેનનો ઊપયોગ કરે છે. જેના માટે થઇ પશ્ચિમ રેલવે દ્વારા વધુ છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ છ ટ્રેનો ૧લી મે, ૪થી મે અને
૮મી મેના રોજ દોડશે. આ ટ્રેન બાન્દ્રાથી બિકાનેર જવા માટે ૧૧.૪૫ વાગે ઊપડશે. જે બીજા દિવસે રાતે ૧૦ ઃ૧૫ કલાકે બિકાનેર પહાચશે.

તેવી જ રીતે આ ટ્રેન ૨,૫ અને ૯મી મેના રોજ બિકાનેરથી ૧૦:૪૫ વાગે ઊપડશે જે બીજા દિવસે રાત્રે ૧૦.૫૫ વાગે બાન્દ્રા પહાચશે.

આ ટ્રેન બંને બાજુએ તમામ મહત્વના સ્ટેશનોને આવરી લેશે. જેમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, પાલી, લુણી, જોધપુર,નાગોર
સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

No comments:

Post a Comment