Saturday, March 10, 2012

Gujarat High Court 2012 - વધુએક પિટીશન દાખલ થઇ

આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરાય તેવી શકયતા.

રાજય સરકાર દ્વારા અમલી બનાવેલી ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે. જે રિટ પિટીશનને હાઈકોર્ટે દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે.

રાજય સરકારની ફિકસ પગારની નીતિ સામે હાઈકોર્ટે અગાઊ આપેલા આદેશને અનુલક્ષીને વધુ એક જાહેર હિતની રિટ પિટીશન હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે.

અને સરકારની આ નીતિને રદ કરવી જોઈએ. સરકારે ફિકસ પગાર ધોરણ માટે જે અલગ પરિપત્રો અને ઠરાવો કર્યા છે. તેને રદ જાહેર કરવા જોઈએ. સરકારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા અંતર્ગત આ કર્મચારીઓની ભરતી કરી છે. સરકારે એક પદ પર કામ કરતાં બે અલગ અલગ કર્મચારીઓને સરખું જ વેતન આપવું જોઈએ. છઠ્ઠા પગાર
પંચના ધારા ધોરણ પ્રમાણે વેતન મળવું જોઈએ.

No comments:

Post a Comment