Monday, March 12, 2012

Indian Gold 2012 - અખાત્રીજે ધૂમ ખરીદી થવાની વકી

અખાત્રીજના દિવસે રાજયોગ અને રોહિણી નક્ષત્ર તેમજ શુક્રવાર એમ ત્રિવિધ યોગ સર્જાશે.

ચૈત્ર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે હવે લગ્નગાળાની સિઝન પૂરબહારમાં ખીલી છે અને આ અઠવાડિયામાં
અખાત્રીજ હોવાના કારણે ઘણાબધા લગ્ન પણ છે ત્યારે ઝવેરીઓમાં આ લગ્નગાળાના કારણે સોનાની ધૂમ ખરીદી થાય તેવી આશા સેવાઇ રહી છે.

તેમાં પણ અખાત્રીજનો દિવસ પવિત્ર ગણાતો હોવાથી સોનાના ભાવ ઊંચા હોવા છતાં લોકો ધૂમ ખરીદી કરશે. સોનાની ખરીદીના પવિત્ર દિવસ પૂર્વે ઝવેરીઓ દ્વારા અનેકવિધ સ્કિમો પણ લાગુ પાડવાની તૈયારી કરવામાં આવી છે. ઊપરાંત નવા કલાત્મક દાગીનાની શ્રેણી પણ પેશ કરવામાં આવી છે. ત્યારે એક ગોલ્ડ ડિલર્સ એસોસિયેસનના પ્રમુખે જણાવ્યું હતું કે સોનાના ભાવ હવે ઊંચા જ જવાના છે ત્યારે આ ભાવ હવે નીચે આવે તેમ નથી લાગતું તેવું દરેક વ્યકિતએ સ્વીકારી લીધું છે.

વૈશ્વિક ટ્રેન્ડ તેજીનો છે. બદલાતા યુગમાં સોનાની ડિમાન્ડ વધતી જાય છે. ઊત્પાદન ઘટવામાં છે. ક્રૂડ તેલ ચલણ માર્કેટ વગેરેની અસરો થતી રહી છે. આવતા અઠવાડિયામાં ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજનો શુભ દિવસ આવી રહ્યો છે. આ દિવસે મોટાભાગના લોકો સોનું અથવા ચાંદી ખરીદી કરે જ છે ત્યારે જયોતિષિઓ ઘણા વર્ષો બાદ અખાત્રીજનો ખૂબ શુભ યોગ આવ્યો હોવાનું જણાવે છે ત્યારે આ સ્થિતિમાં સોનાની ખરીદીની મોટી ડિમાન્ડ રહેવાનો આશાવાદ છે.

અખાત્રીજના પવિત્ર દિવસે સોનાની ખરીદીમાં ભીડ રહેવાની આશા રાખીને ઝવેરીઓ પણ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સોનાના ઊંચા ભાવ હોવા છતાં ઘરાકી સારી રહેવાની ગણતરી છે. લોકોને ક્ષમતા પ્રમાણે ખરીદીની તક મળી રહે તે માટે એકથી દસ ગ્રામ સુધીના હળવા વજનના દાગીનાની વિશાળ શ્રેણી પણ પેશ કરવામાં આવનાર છે. ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજ, રાજયોગ રોહિણી નક્ષત્ર અને શુક્રવાર એમ ત્રિવિધ યોગ સર્જાયો છે.

જે યોગ ૨૬ વર્ષે ઊદ્ભવ્યો હોવાથી વિશેષ ખરીદી થાય તેવી શકયતા છે. અમુક ઝવેરીઓનો એવો દાવો છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ ૨૫૦૦૦ થાય તેવી આગાહી હોવાથી લોકો ખરીદીમાં કોઇ ખચકાટ રાખે તેમ નથી.

No comments:

Post a Comment