Tuesday, March 22, 2011

Ahmedabad News – World Cup 2011 Quarter Final Match between India Australia

ભારત- શ્રીલંકા તથા બાંગ્લાદેશના સંયુકત યજમાનપદે રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૧ની કવાર્ટર ફાઇનલની બીજી મેચ તા. ૨૪મીના રોજ અમદાવાદસ્થિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી છે.

જે માટેની ટિકિટોનું વેચાણ રવિવારથી સ્ટેડિયમ પર શરૂ થયું હતું અને આજે ટિકિટોનું વેચાણ બંધ થશે.વધુમાં વધુ પ્રેક્ષકો મેચનો લાભ લઇ શકે તે માટે એક વ્યક્તિને માત્ર બે જ ટિકિટો આપવામાં આવી હતી .

જોકે આમ છતાં હજારો ક્રિકેટ રસીયાઓને અમદાવાદમાંરમાનારી ભારત-અસ્ટ્રોલીયાની મેચની ટીકીટો નહિ મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ક્રિકેટ એસો.ના હોદ્દેદારોના જણાવ્યા મુજબ મેચની કુલ ૪૦ હજાર ટિકિટો પૈકી ૨૦ હજાર ટિકિટો આઇસીસીએ રઝિર્વ રાખી લીધી છે.


જ્યારે બાકીની ૨૦ હજાર ટિકિટો પૈકીની ૬૦૦૦ જેટલી ટિકિટોનું ઓન લાઇન વેચાણ થઇ ગયું હતું. માટે બાકીની ૧૬ હજાર જેટલીજ ટીકીટોનું સ્ટેડીયમ પરથી વેચાણ કરવાનું હોવાથી પ્રેક્ષકોની નારાજગી વહોરવી પડી રહી છે.

No comments:

Post a Comment