Thursday, March 31, 2011

Gujarat State News 2011 - પાંચવર્ષથીઓછીવયના ૪૦ટકાબાળકો કુપોષણનો શિકાર

 તબીબી સારવાર, અઠવાડિયામાં બે દિવસ દૂધ, ફળ કુપોષિત બાળકોને આપવામાં આવે છ.

રાજયમાં પાંચ વર્ષથી ઓછી  ઊંમરના બાળકોની કુલ સંખ્યા કરતા ૪૦ ટકા બાળકો કુપોષણથી ગ્રસ્ત છે. રાજય સરકાર દ્વારા કુપોષિત બાળકોની પરિસ્થિતિ સુધારવા કેટલાક આવશ્યક પગલા ભરી પરિસ્થિતિમાં સુધાર લાવી કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવાનું સફળ આયોજન હાથ ધર્યું છે.

રાજયમાં કુપોષિત બાળકોની તંદુરસ્તી માટે રાજય સરકારના આયોજન અંગેનો પ્રશ્ન ગાહમાં ઊમરેઠના ધારાસભ્ય લાલસહ વડોદિયાએ પૂછતાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું કે, રાજયમાં પ વર્ષથી ઓછી ઊંમરના બાળકોની કુલ સંખ્યા કરતાં ૪૦ ટકા બાળકોમાં કુપોષિત હોવાનું સર્વે દરમ્યાન
જાણવા મળતા રાજય સરકાર દ્વારા આવા કુપોષિત બાળકોની પરિસ્થિતિ સુધારવા આયોજન બદ્ધ પગલાં ભર્યા છે.

વધુમાં જણાવતા મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને કહ્યું હતું કે, રાજયભરની શાળાઓમાં બાળકોને બાળભોગ આપવામાં આવે છે. જયારે ટ્રાયબલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં બે દિવસ બાળક દીઠ ૧૦૦ મિ,લી. દૂધ આપવામાં આવે છે. તેની સાથે સાથે અન્નપ્રાશ દિવસની ઊજવણી કરવામાં આવે છે. ઋતુ અનુસાર, સ્થાનિક કક્ષાએ ઊપલબ્ધ થતા હોય તેવા ફળો અઠવાડિયામાં બે દિવસ બાળકોને આપવામાં આવે છે.

જયારે અતિકુપોષિત બાળકોને બાવન સિડીએનસી સેન્ટર દ્વારા તબીબી સારવાર અને જરૂરિયાત મુજબનું પોષણ પુરુ પાડવામાં આવે છે. જરૂરી દવા તથા ટોનિક પણ પૂરા પાડવામાં આવે છે. તેવી જ રીતે ફોર્ટીફાઈડ લોટમાંથી ગરમ ગરમ નાસ્તો બનાવીને આપવામાં આવે છે. આ તમામ કાર્ય પાછળ સતત મોનિટરગ પણ કરવામાં આવે છે. તેવુ મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું.

No comments:

Post a Comment