Friday, March 25, 2011

Ahmedabad Samachar - વડાપ્રધાનનું કાલે શહેરમાં આગમન

અમદાવાદ આઇઆઇએમના ર્વાષક સમારોહમાં હાજરી આપવા આવી રહેલા વડાપ્રધાન ની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ વડાપ્રધાન મનમોહનસહની સુરક્ષાની જવાબદારી સંભાળતું ખાસ સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રૂપ અમદાવાદ આવી પહાચ્યું છે.

ગ્રૂપના અધિકારીઓએ વડાપ્રધાન જે સ્થળોની મુલાકાત લેવાના છે તે અને જયાંથીજયાંથી પસાર થવાના છે તે સમગ્ર રૂટનું નિરીક્ષણ પણ કરી  લીધું છે.

વડાપ્રધાન આવતીકાલે સાંજના સુમારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહાચશે. તે અગાઊ તેમનો સુરક્ષા કાફલો સમગ્ર એરપોર્ટને કિલ્લેબંધી કરી દેશે.

બાદમાં વડાપ્રધાન મનમોહનસહને વાહન માર્ગે એરપોર્ટથી આઇઆઇએમ સુધી લઇ જવામાં આવશે. તે દરમ્યાન તેમના કાફલામાં અનેક ગાડીઓ જોડાશે.

વડાપ્રધાનની મુલાકાત લેવા ટ્રાફિક વ્યવસ્થા ના ખોરવાય તે માટે ખાસ ડી.સી.પી. એમ.એમ. અનારવાલાને ટ્રાફિક સંચાલનની તમામ જવાબદારી સાપવામાં આવી છે. આ ઊપરાંત વડાપ્રધાન ડાૅ. મનમોહનસહના એરપોર્ટ ઊતરાણથી લઇ આઇઆઇએમ ખાતેની મુલાકાતના સમગ્ર રૂટની સુરક્ષાની જવાબદારી ઝોન-૪ના ડી.સી.પી. અમિત વિશ્વકર્મા અને ઝોન-૧ના ડી.સી.પી. રાજીવરંજન ભગતને સોપવામાં આવશે.

આ ઊપરાંત ઝોન-૩ના ડી.સી.પી. અને ઝોન-૬ના ડી.સી.પી. પણ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ ઊપરાંત બોમ્બસ્કવાર્ડ ની ટીમો પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.આઇઆઇએમના આ સમારોહના અધ્યક્ષ સ્થાને વડા પ્રધાન મનમોહનસહ રહેશે.

જયારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા રાજયપાલ કમલાજી પણ કાર્યક્રમમાં હાજર રહેશે. વડાપ્રધાન આઇ.આઇ.એમ.ના કાર્યક્રમ ઊપરાંત ઇશરોની પણ મુલાકાત લેવાના છે. આઇ.આઇ.એમ. દ્વારા ર્વાષક સમારોહની તૈયારીને અંતિમઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યક્રમ વેળા મુખ્ય પ્રવચન આપશે તથા સ્નાતક વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરશે.

No comments:

Post a Comment