Saturday, March 26, 2011

Ahmedabad Samachar - ઔદ્યોગિકસુરક્ષાસંદર્ભે રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર તથાપ્રદર્શન

ગુજરાત સરકારના ગાહ વિભાગ દ્વારા તા. ૨૬-૨૭મી માર્ચ ૨૦૧૧ દરમિયાન ગુજરાત યુનિર્વિસટી કન્વેશન હોલ ડ્રાઇવઇન રોડ અમદાવાદ ખાતે બે દિવસનો ઔદ્યોગિક સુરક્ષા બાબતનો રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર અને પ્રદર્શન યોજવામાં આવશે.

આ પ્રદર્શનનું ઊદ્ઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે.

આ સેમિનાર અને પ્રદર્શનનું આયોજન ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને
સીઆઇઆઇના સહયોગથી યોજાનાર છે.

જે અંગે માહિતી આપતા કે. નિત્યાનંદને જણાવ્યું હતું કે આ સેમિનારનો મુખ્ય હેતુ રાજયની ઔદ્યોગિક ધંધાકીય તથા વાણિજયક પ્રવૃત્તિઓની સુરક્ષા સામે વિવિધ ક્ષેત્રોમાં જે ભયસ્થાનો ઉભા થયા છે તેની
સામે જરૂરી સુરક્ષા ઉભી કરવા તથા તે અંગેની જાગૃતિ કેળવવાનો છે !

આ પ્રદર્શન તા. ૨૬મી માર્ચ ૨૦૧૧ના બપોરે ૪ વાગ્યાથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે. જે રવિવાર રજાના દિવસે પણ ચાલુ રહેશે.

આ પ્રસંગે નિત્યાનંદને વધુમાં જણાવ્યું કે દેશના જાહેર તથા ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક ચેકડેમોમાંથી તેમજ
રાજયના ઊચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ સહિત આ સેમિનારમાં અંદાજે ૧૦૦૦ જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે.

પ્રદર્શનમાં સલામતીને લગતા ઊપકરણો સાધનોનું ઊત્પાદન કરતા ૫૦ થી ૬૦ ઊદ્યોગોના આગેવાનો ઊપસ્થિત રહેશે.

જયારે ગૃહવિભાગ હેઠળ કાર્યરત અન્ય વિભાગો જેવા કે ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા, નશાબંધી ખાતુ, જેલવિભાગ, પોલીસ આવાસ નિગમ, ગુજરાત ઔદ્યોગિક સલામતી રક્ષક દળ, શહેર પોલીસ વગેરે પણ તેઓની કામગીરી અને પ્રવાૃત્તિઓની માહિતી આપી નિદર્શન કરશે.

No comments:

Post a Comment