Thursday, March 31, 2011

Vadodara News - લક્ષ્મીવિલાસ પેલેસને હેરિટેઝ હોટલમાં ફેરવવા વિચારણા

 વડોદરાના સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી વિલાસ પૅલેસનું બાંધકામ ૧૮૭૮માં થયું હતું.

વડોદરાના શ્રીમંત રણજિતસહ ગાયકવાડનો પરિવાર હવે એમનાં રજવાડી લક્ષ્મી વિલાસ પૅલેસમાં લાંબો
સમય નહ રહે.

આ પૅલેસને હેરિટેઝ હોટલમાં ફેરવવામાં આવનાર હોઇ બરોડા સ્ટેટના
રાજવંશના વારસોનું હવે સરનામું બદલાશે.

ગુજરાતમાં ગાયકવાડોની સ્થિતિ મજબૂત બનતા અને અંગ્રેજી શાસનને લીધે સુરક્ષા પ્રાપ્ત થતા મહારાજા
સયાજીરાવે લક્ષ્મી નિવાસ પૅલેસનું નિર્માણ કરવાનું વિચાર્યું હતું. સન ૧૮૭૮માં લક્ષ્મી પૅલેસનું બાંધકામ શરૂ
કરાયું હતું અને તેને બાંધવામાં પૂરા ૧૨ વર્ષ લાગ્યા હતા.

પૅલેસની ડિઝાઇનની કામગીરી ઈજનેર મેજર ચાર્લ્સ માન્ટને સાપાઇ હતી. જેમણે કોલ્હાપુર અને હરભંગા પૅલેસની ડિઝાઇન પણ કરી હતી.

ભારતમાં કદાચ આ એકમાત્ર એવો પૅલેસ છે જે ઈન્ડો આર્સેનિક પદ્ધતિથી એટલે કે હિન્દુ-આર્સેનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે.

સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી વિલાસ પૅલેસ વડોદરાની ઓળખ છે.ગાયકવાડે બંધાવેલો લક્ષ્મી
વિલાસ પૅલેસ વાસ્તુ કે સ્થાપત્ય કલાની દૃષ્ટિએ અવિસ્મરણિય છે. એક સમયે લક્ષ્મી વિલાસ પૅલેસમાંથી સમગ્ર વડોદરા નગરીનો વહીવટ થતો હતો. દેશના ૫૬૫ રજવાડાઓના પૅલેસમાંનો લક્ષ્મી વિલાસ પૅલેસ ગુજરાતની ર્સ્વિણમ અસ્મિતાનો અડીખમ આલેખ છે. મહારાજા સયાજીરાવે એકત્ર કરેલા દેશ-વિદેશના કમતી નમૂનાઓ, રાજા રવિવર્માના પેઇન્ટગ્સ અને મહારાજાએ પોતાના બાળકો માટે બનાવેલી ટ્રોયટ્રેનને
ફતેહસહ મ્યુઝિયમ બનાવીને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે.

પૅલેસનું પ્રાણીસંગ્રહાલય, શસ્ત્રાગર, મ્યુઝિયમ, દરબાર હોલને વર્ષોથી લોકોએ નિહાળ્યા છે. પૅલેસની વિશેષતામાં અંતપુરમાં આવેલો ખુલ્લો ચોક, પ્રથમફલોરની ઊત્તરમાં લાકડાની કોતરણીવાળી ગેલેરી સ્થાપત્ય કલાનો નમૂનો છે.

આ પૅલેસમાં કુલ ૧૫૦ ઓરડાઓ છે પહેલા આ પૅલેસ ૭૦૦ એકરમાં ફેલાયેલો હતો પરંતુ રોડ-રસ્તાઓ બનવાના કારણે હવે ૫૦૦ એકરનો રહ્યો છે. પહેલા આ પૅલેસની  દેખભાળમાં તે ૩૦૦ મજૂરો કામ કરે છે.

આ પૅલેસને હવે હેરિટેઝ હોટલનું રૂપ આપવા રણજિતસહે ગાયકવાડે વિચાર્યું છે.

No comments:

Post a Comment