Friday, March 25, 2011

Ahmedabad Airport - દેશમાં બિઝીએસ્ટ એરપોર્ટ તરીકેઆઠમું સ્થાન

ભારતના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ માં બિઝીએસ્ટ એરપોર્ટ માં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું આઠમું સ્થાન ધરાવે છે.

જયારે કોચીન આ રેન્કગમાં એક ક્રમાંક આગળ આવ્યું છે. તાજેતરમાં સંસદમાં એક પૂછાયેલા પ્રશ્નમાં મંત્રીએ આ આંકડો આપ્યો હતો. હાલના તાજેતરના આંકડા મુજબ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ અને કોચીન બાદ અમદાવાદ આઠમાં સ્થાને છે.

જે સાતમા સ્થાને હતું તેથી એક ક્રમાંકનો ઘટાડો થયો છે. ગૌહાટી અને તિરૂવનાન્તપૂરમ્ એરપોર્ટ અમદાવાદ બાદ ડેટામાં નજીકમાં છે.

આ ડેટામાં લેન્ડગ, ટૅક આફ ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ જનરલ એવીએશન અને પ્રાઇવેટ ચાર્ટર્ડ ફલાઇટોનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી અરપોર્ટ એપ્રિલ ડિસેમ્બર ૨૦૧૦ સુધીમાં ૭૪૧ રોજની મૂવમેન્ટ્સ સાથે કાર્યરત છે.

જયારે મુંબઇ ૬૯૫, ચેન્નાઇ,બૅંગ્લોર, કોલકત્તા, હૈદ્રાબાદ ૩૧૬, ૩૦૪, ૨૫૯ અને ૨૨૯ આશરે રોજની મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.

જયારે અમદાવાદ રોજની ૧૦૬ મૂવમેન્ટ્સમાં કાર્યરત છે. જે હૈદ્રાબાદ અને બૅંગ્લોર કરતાં અડધી મૂવમેન્ટ્સમાં કાર્યરત છે.

જયારે અમદાવાદ કરતાં કોચીન ૧૧૨ મૂવમેન્ટ્સ સાથે આગળ છે.

અમદાવાદ એરપોર્ટ આજે એરરૂટ ઈન્ફર્મેશન ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી સાથે કનેકિટવિટી સાથે અગ્રેસર છે.જયારે હૈદ્રાબાદ ડબલ અને બૅંગ્લોર એરપોર્ટ ત્રિપલ કાર્યરત અમદાવાદ એરપોર્ટ કરતાં છે કારણ કે ગુજરાતના મોટાભાગના લોકો મુસાફરી ટ્રેનમાં કરવા ઈચ્છે છે અને સાઊથ ગુજરાતથી મુંબઇનું અંતર નજીક હોવાથી બાય રોડ મુસાફરી થઇ શકે છે. બૅંગ્લોર હૈદ્રાબાદમાં આઇ.ટી. ઈન્ડસ્ટ્રીના લીધે વર્ષ દરમિયાન દરરોજ ઈન્ટરનેશનલ ટ્રાફિક એરપોર્ટ પર જોવા મળે છે.

No comments:

Post a Comment