Thursday, March 31, 2011

Gujarat State Education Board - ૬ એપ્રિલનારોજ પરીક્ષાઓનો પ્રારંભ

પ્રાથમિક,માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિકમાં તા.૬એપ્રિલના રોજ પરીક્ષાઓનો પ્રારંભ થશ.

૨૦ એપ્રિલે પરીક્ષા પૂર્ણ થશે અને ૧૩ જૂન સુધી ઊનાળુ વેકેશન ચાલશે. રાજયની કુલ ૧૧૦૦૦ શાળાઓમાં પરીક્ષા લેવાશે.

રાજયની પ્રાથમિક માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી ૬ એપ્રિલથી ર્વાિષક પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. જયારે પરીક્ષા પૂરી થયા બાદ શરૂ થતું ઊનાળુ વેકેશન ૧૩ જૂન સુધી રહેશે અને નવા શૈક્ષણિક સત્રનો ૧પમી જૂનથી પ્રારંભ થશે ત્યારે ચાલુ વર્ષે શાળાઓમાં ધો.૧૧માં છેલ્લા ૩ મહિનાથી વિદ્યાર્થીઓની સંખ્યા ટ્યૂશનના કારણે ખૂબ જ ઓછી જોવા મળતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષા હજુ બે દિવસ થયા છે પૂર્ણ થયે ત્યારે એક રીતે ધો-૧૦ અને ધો-૧૨ના ઊનાળુ વેકેશનની શરૂઆત થઇ ગઇ છે.

ત્યારે બોર્ડનું પરિણામ આવ્યા બાદ તુરત જ વિદ્યાર્થીઓએ પોતાની મનગમતી કોલેજોમાં અને મનગમતા ફિલ્ડમાં એડમિશન લેવા માટે દોડમદોડ કરવું પડે છે.

આથી બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થવાથી પરિણામ આવે ત્યાં સુધીનું ઊનાળુ વેકેશન મળતું હોય છે. જયારે રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શાળઓમાં આગામી તારીખ ૬ એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થશે જેમાં રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક મળી ૧૧૦૦૦ શાળાઓમાં આગામી ૬ એપ્રિલથી ર્વાિષક પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.

આ પરીક્ષા ૨૦મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારે પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને શાળાઓ તરફથી એસાઇમેન્ટ પણ આપવામાંઆવ્યા છે. જેના આધારે ર્વાિષક પરીક્ષાના પેપરો કાઢવામાં આવશે. હાઇ મોટા ભાગની શાળાઓમાં કોર્સના રિવિઝન પણ ચાલી રહ્યા છે.

No comments:

Post a Comment