Friday, March 25, 2011

Gujarat Technical University - દ્વારા ૧૨૦ વિદ્યાર્થીઓને કૅનેડા મોકલાશે

ગુજરાત ટેકનિકલ યુનિર્વિસટી દ્વારા કૅનેડાની એક યુનિર્વિસટીખાતે જોડાણ કરવામાં આવ્યું છે.

હવેથી દર વર્ષે ગુજરાત ટેકનિકલ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓને કૅનેડાને જઇને એક ખાસ અભ્યાસક્રમ કરવાની તક મળશે.

ગુજરાત ટેકનિકલ યુનિર્વિસટીમાં એમબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કૅનેડા સ્થિત યુનિર્વિસટી આફ
કૅનેડામાં અભ્યાસ કરવાની તક મળશે.

જેમાં જીટીયુ અને કૅનેડાની યુનિર્વિસટી વચ્ચે થયેલા કરાર મુજબ જીટીયુમાં એમબીએના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા ૧૨૦ વિદ્યાર્થીઓને ખાસ અભ્યાસક્રમ માટે કૅનેડા ભણવા મોકલવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા માટે જે વિદ્યાર્થીઓ કૅનેડા જવા માંગતા હોય તેઓને જૂન-જુલાઇ મહિનામાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.

એપ્લિકેશન જે વિદ્યાર્થીઓએ કરી હશે તે પૈકી સારી ટકાવારી ધરાવનારા વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા કૅનેડા મોકલાશે. કૅનેડામાં રહીને વિદ્યાર્થીઓ ટૂંકાગાળા માટેનો કોર્સ કરશે.

આ માટેનો તમામ ખર્ચ કૅનેડા યુનિ.ઊપાડશે અને ઓનલાઇન એપ્લિકેશન કરનાર વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ ટકાવારીના આધારે અને ત્યારબાદ એન્ટ્રસ દ્વારા વિદ્યાર્થીઓને કૅનેડા મોકલવામાં આવશે.

No comments:

Post a Comment