Friday, March 25, 2011

Gujarat High Court - કાર્યવાહીગુજરાતી ભાષામાંકરવારાજયસરકારનીવિચારણા

હાઇકોર્ટની કાર્યવાહીની કોર્ટરૂમ બહાર જીવંત પ્રસારણ કરવા આયોજન  રાજય સરકારે હાઇકોર્ટના મહેકમ માટે અંદાજપત્રમાં ૨.૯૨ કરોડની જોગવાઇ કરી છે.

રાજયનો વહીવટ ગુજરાતી ભાષામાં થાય તે માટે ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર રાજય સરકારે સક્રિય વિચારણા હાથ ધરી છે અને તેને માટે સંબંધિતોના અભિપ્રાયો અને મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે.


વિધાનસભામાં કાયદા વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા વધુમાં કાયદા પ્રધાને પ્રદિપસહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતા સક્ષમ અને અનુભવી ધારાશાસ્ત્રીઓ હાઇકોર્ટમાં કામ કરી અને પક્ષકારોને કાર્યવાહીની સીધી સમજણ મળે તે માટે રાજય સરકારે આ વિચારણા શરૂ કરી છે.

તે ઊપરાંત જાહેર જનતા હાઇકોર્ટની કાર્યવાહી સરળતાથી જોઇ શકે, સાંભળી શકે અને છતાં કોર્ટની કાર્યવાહીમાં કોઇ ખલેલ ન પડે તે માટે કોર્ટ કેમ્પસમાં કોર્ટ રૂમની બહાર જીવંત પ્રસારણ કરવાનું પણ રાજય સરકારની વિચારણામાં છે.

કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદિપસહ જાડેજાએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની જેમ કોર્ટ કાર્યવાહીનું પણ હાઇકોર્ટના રૂમની બહાર જીવંત પ્રસારણ થાય તો કોર્ટરૂમની બહાર રાખેલા ટીવીના સ્ક્રિન પર જનતા જોઇ શકે, સમજી શકે.

હાઇકોર્ટની સુરક્ષા વ્યવસ્થા સઘન અને મજબૂત બનાવવા હાઇકોર્ટના સંકુલમાં સીસી ટીવી કેમેરા, સિકયોરિટી અને સર્વેલન્સ સિસ્ટમ દાખલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઊપરાંત હાઇકોર્ટનું અગત્યનું રેકર્ડ સુરક્ષિત જળવાઇ રહે તે માટે રાજય સરકારે રૂ.અઢી કરોડના ખર્ચે મોબાઇલ સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટ માટે ૪૨ ન્યાયર્મૂિતઓનું સંખ્યાબળ મંજૂર કર્યું છે તે પૈકી હાલ ૨૮ સંખ્યાબળ કામ કરી રહ્યું છે. બાકીની ૧૪ જગ્યાઓ ખાલી છે કેન્દ્ર સરકાર દ્વારા બાકીની ૧૪ જગ્યાઓ પર
ન્યાયર્મૂતની નિમણૂક કરવામાં આવે તો કેસોનો જે ભરાવો થયો છે તેનું ભારણ હળવું થાય અને પ્રક્રિયા ઝડપી બને. હાઇકોર્ટની ન્યાય અને વહીવટી કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનાવવા રાજય સરકારે હાઇકોર્ટના મહેકમ ઊપર વર્ગ-૧થી વર્ગ-૪ સુધીની કુલ ૧૨૨ જગ્યાઓ ઉભી કરવાનું આયોજન કર્યું છે.

આ માટે રાજય સરકારે અંદાજપત્રમાં રૂ. ૨.૯૨ કરોડની જોગવાઇ પણ કરી છે તેવું કાયદા પ્રધાને જણાવ્યું હતું.

No comments:

Post a Comment